Friday, July 31, 2020

‘શકુંતલા દેવી’માં હ્યુમન કમ્પ્યુટરથી લઈ સંબંધોના તાણાવાણાની વાત

સમયઃ બે કલાક સાત મિનિટ
રેટિંગઃ ચાર સ્ટાર

આ ફિલ્મ આમ તો ‘હ્યુમન કમ્પ્યુટર’ શકુંતલા દેવીની બાયોપિક છે. ફિલ્મમાં શકુંતલા દેવીની સફર બતાવવામાં આવી છે. શકુંતલા દેવી કોઈ પણ મશીનની મદદ વગર જટીલ ગણિતના કોયડાનો ચપટી વગાડતા જવાબ આપી દેતા હતા. પાંચ વર્ષની ઉંમરથી તેમને ગણિત પ્રત્યે પ્રેમ હતો. પોતાની આ આગવી પ્રતિભાને કારણે તેઓ વિશ્વભરમાં લોકપ્રિય થયાં હતાં. ફિલ્મમાં શકુંતલા દેવીના પરિવાર તથા તેમની દીકરી સાથેના સંબંધો પર પણ વાત કરવામાં આવી છે.

સવાલની વચ્ચે શકુંતલા દેવીની વાત
ફિલ્મમાં એક મુશ્કેલ સવાલ સાથે શકુંતલા દેવી ડીલ કરે છે કે ‘વિશ્વને જીતવું પણ છે અને એક જગ્યાએ ટકી પણ રહેવાનું છે.’ સાંભળવામાં તથા કરવામાં આ વાત ઘણી સરળ લાગે છે પરંતુ આ વાતને વ્યવહારમાં લાવવી સરળ નથી. શકુંતલા દેવીનું પાત્ર નાનપણથી વૃદ્ધાવસ્થા સુધી આ દ્વંદ્વની વચ્ચે ચાલે છે. એક જીનિયસનું અંગત જીવન કેટલું જટિલ હોઈ શકે છે તે વાત જાણ્યા બાદ નવાઈ લાગે છે. શકુંતલા જીનિયસ છે અને જીનિયસ પાસે અનેક સવાલો હોય છે. તે સવાલોને કારણે શકુંતલા પોતાની માતા સાથે આજીવન નારાજ રહે છે. પોતાના અપ્પા એટલે કે પિતાના જીવન જીવવાની બાબતો તેને પસંદ નથી. ખાસ કરીને તેની દિવ્યાંગ બહેન શારદાનું નાની ઉંમરમાં જ અવસાન થઈ જાય છે.

શકુંતલા દેવી દુનિયાની રીત પર સવાલો કરે છે
શકંતુલા દેવી દુનિયાએ બનાવેલા નિયમો પર હંમેશાં સવાલ કરે છે. સંતોષજનક સવાલ ના મળે તો તે કોઈને છોડતા નથી પછી તે પિતા કે બે પ્રેમી ધીરજ, હેવિયર અને અંતે પતિ પરિતોષ પણ કેમ ના હોય. ધીરજ બેંગલુરુ પ્રવાસ દરમિયાન મળે છે અને હેવિયરને લંડનમાં મળે છે. બંને શકુંતલા સાથે યોગ્ય તાલમેલ નિભાવી શકતા નથી. પરિતોષ પણ શકુંતલાનો રબર સ્ટેપ બનીને જીવવા માગતો નથી.

વાર્તામાં દરેક પાત્રને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું
ડિરેક્ટર અનુ મેનને ફિલ્મની વાર્તાને શકુંતલાને એક માતા તરીકે અને એક સફળ સ્ત્રીના દૃષ્ટિકોણથી રજૂ કરી છે. આ સાથે જ શકુંતલાની દીકરી અનુપમા તથા પતિ પરિતોષનો દૃષ્ટિકોણ પણ બતાવવામાં આવ્યો છે. આ દૃષ્ટિકોણથી અનુ મેનને બાળકોની દબાયેલી ઈચ્છાઓ-આશાઓ, આકાંક્ષાઓ, મનોમંથનને રજૂ કર્યું છે. પરિવારમાં એક સભ્ય એકદમ સફળ હોય તો બીજા સભ્યની સતત તેની સાથે તુલના થતી રહી છે અને તેને કારણે અંતે તે બંડ પોકારે છે. ફિલ્મમાં આ વાતને ઘણી જ સહજતાથી વણી લેવામાં આવી છે.

વિદ્યાએ પાત્રમાં જીવ રેડી દીધો છે
વિદ્યા બાલને અત્યંત સફળ શકુંતલા દેવીના દૃષ્ટિકોણને એકદમ યોગ્ય રીતે રજૂ કર્યો છે. યુવા શકુંતલાથી લઈને વૃદ્ધ શકુંતલાની સફરને વિદ્યાએ રોમાંચક તથા વિચારશીલ બનાવી છે. ઘણીવાર સફળ લોકો પાસેથી અને તેમાંય ખાસ કરીને સ્ત્રીઓ પાસે હાઉસવાઈફ જેવા વ્યવહારની અપેક્ષા રાખવામાં આવે છે. આ વાત ખોટી છે. વિદ્યાએ અસરકારક રીતે આ વાત રજૂ કરી છે. સફળતાની ઈચ્છામાં પોતાના લોકો દૂર જતા રહે છે અને તેની અસર કેવી પડે છે તે બાબત પણ ફિલ્મમાં સારી રીતે બતાવામાં આવી છે. વિદ્યા બાલન આજના સમયની ‘મધર ઈન્ડિયા’ છે.

ફિલ્મના બાકીના પાત્રોનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો
સાન્યા મલ્હોત્રાએ પોતાનો રોલ ઘણો જ સારી રીતે ભજવ્યો છે. સાન્યા એક વાર પણ ઓવર ધ ટોપ લાગી નથી. સાન્યાએ અનુપમા બેનર્જીનો રોલ પ્લે કર્યો છે. તેના પતિના રોલમાં અમિત સાધ છે. તે પત્નીને હંમેશાં સાથ આપે છે.

વાર્તાને યોગ્ય રીતે પ્લે કરવામાં આવી
ફિલ્મની વાર્તા લૉન લીનિયર રીતે ભૂતકાળ તથા વર્તમાનમાં આવે છે. સ્ક્રીનપ્લે યોગ્ય રીતે લખવામાં આવ્યો છે. યોગ્ય ઘટનાક્રમ યોગ્ય સમયે આવે છે. ગીત-સંગીત અસરકારક છે. જાપાનની DOP કિયોકી નાકાહારાએ ‘તાન્હાજી’માં સારું કામ કર્યું છે. આ વખતે તેમણે લંડન, કોલકાતા, બેંગલુરુ તથા મુંબઈને સારી રીતે કેપ્ચર કર્યું છે. મોટાભાગના સીન ઈનડોર છે પણ ફિલ્મ વિઝ્યુઅલી ઘણી જ સારી બની છે.

ડિરેક્ટર અનુ મેનને ઘણી જ સારી રીતે વાર્તા લખી છે. ફિલ્મમાં એકબીજાની કદર કરવી, કૅર કરવી, સમજવાનું કહે છે. મા-દીકરી, પતિ-પત્નીના સંબંધોને અસરકારક રીતે બતાવવામાં આવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
film review of shakuntala devi


from Divya Bhaskar https://ift.tt/2CVxEVl
https://ift.tt/30ZkNt4

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...