Wednesday, July 29, 2020

બિગ બીએ સાપ તથા મદારીની વાર્તા કહીને ટ્રોલર્સને ફરીવાર સમજાવ્યા, કહ્યું- જે સુવાસિત રહે છે તે જ આખું જીવન આનંદમાં રહે છે

11 જુલાઈથી નાણાવટી હોસ્પિટલમાં દાખલ અમિતાભ બચ્ચન કોરોનાની સારવાર કરાવી રહ્યા છે. આજે એટલે કે 29 જુલાઈના રોજ હોસ્પિટલમાં અમિતાભનો 19મો દિવસ છે. અમિતાભે હાલમાં જ બ્લોગમાં ટ્રોલર્સને કડક ભાષામાં જવાબ આપ્યો હતો. હવે બીજીવાર તેમણે સાપ તથા મદારીની વાર્તા કહીને ટ્રોલર્સને હદમાં રહેવાનું કહ્યું છે. આ ઉપરાંત બિગ બીએ ટ્વિટર પર પણ પોસ્ટ શૅર કરી હતી.

બિગ બીએ બ્લોગમાં ટ્રોલર્સને સલાહ આપતા કહ્યું હતું, મારવાનું તો નક્કી છે. ત્યારબાદ સાપ તથા મદારીની વાર્તા કહી હતી.

એક મદારીનો પાલતુ સાપ હંમેશાં માલિકની સુરક્ષા માટે તેમની બાજુમાં જ બેસતો હતો. જે પણ ત્યાંથી પસાર થાય તેને સાપ ડંખ મારતો હતો. લોકોએ ફરિયાદ કરી કે આ બહુ જોખમી છે. મદારીને ત્યાં બેસવા દેવો જોઈએ નહીં. મદારીને જ્યારે આ વાતની ખબર પડી તો તેને લાગ્યું કે અહીંથી જતા રહેવાનું કહેશે તો ધંધો બંધ થઈ જશે. તેણે સાપને બોલાવીને કહ્યું કે તારે ચૂપચાપ બેસવાનું અને કોઈને ડંખ મારવાનો નહીં. જો તું કોઈને ડંખ મારીશ તો ત્યાં આપણને બેસવા દેશે નહીં.

સાપે માલિકની વાત માની અને ચૂપચાપ બેસવાનું નક્કી કર્યું. હવે જે પણ ત્યાંથી પસાર થતું તે સાપને લાકડીથી માર મારતા હતા. સાપ જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી ગયો અને માલિક પાસે ગયો. માલિક પોતાના સાપની દુર્દશા જોઈને વ્યથિત થઈ ગયો.

મદારીએ સાપને પૂછ્યું કે તે માર કેમ ખાધો. તો સાપે જવાબ આપ્યો કે માલિક તમે જ કહ્યું હતું કે ચૂપ બેસવાનું છે અને ડંખ મારવાનો નથી. એટલે હું ચૂપ બેઠો અને માર ખાતો રહ્યો. હવે જુઓ લોકોએ મારી શું હાલત કરી નાખી છે.

મદારીએ સાપને બે થપ્પડ મારી અને ધમકાવતા કહ્યું કે તને ડંખ મારવાની ના પાડી હતી પરંતુ ફૂંફાડો ના મારવો એવું થોડી કહ્યું હતું. સમજદાર વ્યક્તિ સમજી ગઈ હશે.

બિગ બીએ અંતે લખ્યું હતું કે જેમને હિંદી પડકારજનક લાગતી હોય તેમના માટે મારી એક્સટેન્ડેડ ફેમિલીના હિંદી વિશેષજ્ઞ અનુવાદ કરે અથવા વાર્તાનો સાર અને કારણ સમજાવે.

જે સળગે છે તે જાતે જ બુઝાઈ જાય છે
બિગ બીએ ટ્વીટમાં દીપક તથા અગરબત્તીની તુલના કરી હતી. તેમણે કહ્યું હતું કે પવન હોય તો સળગતો દીવો બુઝાઈ જાય છે પરંતુ અગરબત્તી નહીં, કારણ કે જે સુવાસિત છે તે આખું જીવન આનંદમાં રહે છે અને જે સળગે છે તે જાતે જ બુઝાઈ જાય છે.

વિવેક શબ્દનું મહત્ત્વ સમજાવ્યું
અમિતાભે ટ્વીટમાં કહ્યું હતું, ‘વિવેક’ શબ્દનો ઉપયોગ દરેક ભારતીય ભાષામાં કરવામાં આવે છે. તેલુગુ, તમિળ, કન્નડ, મલયાલમમાં આ શબ્દની પાછળ ‘અમ’ લગાડવામાં આવે છે, પંજાબી, જાટ, મરાઠી, ગુજરાતી, કાશ્મીરી વગેરેમાં ‘અહ’ લગાવવામાં આવે છે. વિવેક શબ્દનો અર્થ સમાન જ રહે છે.

મોજડીની તુલના કરી
બિગ બીએ નેધરલેન્ડની મોજડીની તુલના પોતાની મોજડી સાથે કરી હતી અને કહ્યું હતું, નેધરલેન્ડની સુંદર ડચ મોજડી...અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં મને હુંફાળો રાખવા માટે મારી પોતાની મોજડી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
amitabh bachchan shared a story of snake and snake charmer


from Divya Bhaskar https://ift.tt/3f7C4VZ
https://ift.tt/3367utl

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...