Tuesday, July 28, 2020

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી સામે કેસ કર્યો, બિહાર પોલીસની ટીમ મુંબઈ પહોંચી

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં હવે જબરદસ્ત વળાંક આવ્યો છે. સુશાંતના પિતા કે.કે. સિંહે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કે.કે. સિંહે અમુક ફિલ્મી હસ્તીઓ પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. જોકે એમણે કોઈની સામે નામજોગ ફરિયાદ નોંધાવી નથી. સાથોસાથ કે.કે. સિંહે સુશાંતના એકાઉન્ટમાંથી 17 કરોડ રૂપિયા ઉપાડી લેવાયા હોવાની વાત પણ કહી છે. નોંધવાલાયક વાત એ છે કે સુશાંતની ગર્લફ્રેન્ડ પર આ પૈસા ઉપાડી લેવાનો આરોપ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સુશાંતના પિતાએ પોલીસને ઘણી મહત્ત્વની બાતમી પણ આપી છે. તે પ્રમાણે પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 341, 342, 380, 406, 420 અને 306 હેઠળ ફરિયાદ નોંધી છે. SSP ઉપેન્દ્ર શર્માએ તપાસ માટે ચાર પોલીસ અધિકારીઓની એક ટીમ પણ મુંબઈ મોકલી છે. ચારેય પોલીસ અધિકારીઓ મુંબઈ પહોંચી ગયા છે. હવે મુંબઈ પોલીસની મદદ લઈને આ કેસની તપાસ આગળ વધારવામાં આવશે.

બિહાર પોલીસ મુંબઈ પહોંચી
મુંબઈ પહોંચેલી ચાર પોલીસ અધિકારીઓની ટીમે મુંબઈ પોલીસના એક ઉચ્ચ અધિકારી સાથે વાત પણ કરી છે અને સુશાંતની કેસ ડાયરીની કોપી પણ માગી છે.

14 જૂને સુશાંતે આત્મહત્યા કરેલી
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રાસ્થિત પોતાના ફ્લેટમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આવું આત્યંતિક પગલું ભરવા પાછળ ડિપ્રેશનનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે સુશાંતના પરિવારે પોલીસને જે માહિતી આપી છે તે પ્રમાણે સુશાંત ડિપ્રેશનમાં નહોતો. તેમની સુશાંત સાથે દરરોજ વાત થતી હતી. સુશાંતના હાવભાવ પરથી એ સહેજ પણ ડિપ્રેશનમાં હોય તેવું લાગતું નહોતું. સુશાંતના અકાળે મૃત્યુ પછી સતત આ કેસની CBI તપાસની માગ થઈ રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput's father files case against Rhea Chakraborty, Bihar police team reaches Mumbai


from Divya Bhaskar https://ift.tt/2X5FnH1
https://ift.tt/30WK3QC

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...