Tuesday, July 28, 2020

બેકાર હોવાને કારણે સોફ્ટવેર એન્જિનિયર શાકભાજી વેચવા મજબૂર હતી, સોનુ સૂદે નોકરી અપાવી

લૉકડાઉનમાં શ્રમિકોને તેમના ઘરે પહોંચાડ્યા બાદ હવે સોનુ સૂદ લોકોને નોકરી શોધવામાં મદદ કરી રહ્યો છે. હાલમાં જ એક ટ્વિટર યુઝરે સોનુને ટ્વીટ કરીને સોફ્ટવેર એન્જિનિયરની મદદ કરવાની અપીલ કરી હતી. સોનુ સૂદે તે યુઝરને સહેજ પણ નિરાશ ના કર્યો અને મદદ કરી હતી.

નોકરી ના હોવાથી એન્જિનિયર શાક વેચવા મજબૂર
ટ્વિટર યુઝરે શારદા નામની એક સોફ્ટવેર એન્જિનિયરનો વીડિયો શૅર કર્યો હતો. કોરોનાવાઈરસને કારણે દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન શારદાને તેની કંપનીએ નોકરીમાંથી કાઢી મૂકી હતી. જોકે, શારદાએ હાર્યા વગર પરિવારનું ગુજરાન ચલાવવા માટે શાકભાજી વેચવાનું શરૂ કરી દીધું હતું. યુઝરે સોનુ સૂદને શારદાને નોકરી અપાવવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે સર પ્લીઝ જોજો...શારદાને કઈ રીતે મદદ કરી શકાય. આશા છે કે તમે જવાબ આપશો.

સોનુએ નોકરી અપાવી
સોનુએ શારદાને નોકરી શોધવામાં મદદ કરી હતી. ટ્વીટના જવાબમાં સોનુએ કહ્યું હતું, મારી ઓફિશિયલ ટીમ શારદાને મળી છે. ઈન્ટરવ્યૂ થઈ ગયો છે. જોબ લેટર પણ મોકલી દેવામાં આવ્યો છે. જય હિંદ.

પર-પ્રાંતીય મજૂરો માટે એપ લોન્ચ કરી
સોનુ સૂદે પ્રવાસી રોજગાર એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી શ્રમિકોને નોકરી શોધવામાં મદદ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Unemployed, software engineer forced to sell vegetables, Sonu Sood offer job


from Divya Bhaskar https://ift.tt/2Deu4Fi
https://ift.tt/30TBHsX

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...