Sunday, July 26, 2020

કંગના રનૌતની ટીમે કહ્યું, પોલીસ કરણ જોહરને ક્યારેય પૂછપરછ માટે નહીં બોલાવે, કારણકે તે આદિત્ય ઠાકરેનો મિત્ર છે

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં કરણ જોહરને પૂછપરછ માટે ન બોલાવવાને કારણે કંગના રનૌતની ટીમે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેનો દાવો છે કે કરણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેના મિત્ર છે. માટે તેને ક્યારેય પોલીસ સ્ટેશન બોલવામાં આવશે નહીં. ટીમ કંગના રનૌત દ્વારા આ દાવો ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક યુઝરના ટ્વીટના જવાબમાં કરવામાં આવ્યો હતો.

આવો હતો ટ્વિટર યુઝરનો સવાલ
સુમિત ઠાકુર નામના ટ્વિટર યુઝરે કરણ જોહરનો ફોટો શેર કરી લખ્યું હતું, 35 દિવસ થઇ ગયા અને હજુ સૌથી મોટા સસ્પેક્ટ કરણ જોહરને સુશાંતના કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો નથી. હું એડવોકેટ રસપાલ સિંહ રેણુ મારફતે મુંબઈ પોલીસ વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં PIL રજિસ્ટર કરાવી રહ્યો છું. જેથી સાર્વજનિક હિતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થઇ શકે.

ટીમ કંગનાની પ્રતિક્રિયા
ટ્વીટના જવાબમાં કંગનાની ટીમે લખ્યું કે, તે તેને ક્યારેય નહીં બોલાવે, કારણકે તે આદિત્ય ઠાકરેનો બેસ્ટ ફ્રેન્ડ છે. આ તેમની સરકાર છે અને તેમણે કંગનાના ઇન્ટરવ્યૂ પહેલાં જ કેસ બંધ કરી દીધો. આ એ વાતની સાબિતી છે કે તે તેમના મિત્રોને બચાવી રહ્યા છે.

કંગનાએ કહ્યું હતું, મારી વાત સાબિત ન કરી શકી તો પદ્મ શ્રી પરત કરી દઈશ
કંગના સુશાંતના મૃત્યુ બાદ જાહેરમાં સેલેબ્સ પર ઘણા ગંભીર આરોપ લગાવી રહી છે. સુશાંતની આત્મહત્યા માટે તેણે બોલિવૂડમાં ચાલતા નેપોટિઝ્મ અને ગ્રુપીઝમને જવાબદાર ગણાવ્યા હતા. કંગનાએ કરણ જોહર, આદિત્ય ચોપરા, રાજીવ મસંદ અને મહેશ ભટ્ટ પર કેમ્પિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. કંગના ઘણીવાર સવાલ કરતી રહી છે કે મુંબઈ પોલીસ કેમ કરણ જોહરની પૂછપરછ કરતી નથી. કંગનાએ એવું પણ કહ્યું છે કે જો તે તેની કોઈપણ વાત સાબિત નહીં કરી શકે તો તે તેનો પદ્મ શ્રી અવોર્ડ પરત કરી દેશે.

મુંબઈ પોલીસે કંગનાને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. તે હાલ મનાલી છે એટલે તે મેલમાં તેનું સ્ટેટમેન્ટ મોકલી શકે છે.

અત્યારસુધી 37 લોકોની પૂછપરછ
સુશાંત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ અત્યાર સુધીમાં 40 લોકોની પૂછપરછ કરી ચૂકી છે. તેમાં સુશાંતનો હાઉસ સ્ટાફ, મિત્રો, પરિવારના સભ્યો, કો-એક્ટર્સ વગેરે સામેલ હતા. આ સિવાય પોલીસે સુશાંતના ડિપ્રેશનની સારવાર કરનાર 3 ડોક્ટર્સના પણ સ્ટેટમેન્ટ લીધા હતા. ડિરેક્ટર શેખર કપૂર, યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા, કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા સહિત અન્ય અધિકારીઓની પણ પૂછપરછ થઇ ગઈ છે. પોલીસે સંજય લીલા ભણસાલી, રાજીવ મસંદની પણ પૂછપરછ કરી લીધી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કંગનાએ ઘણા ઇન્ટરવ્યૂમાં સવાલ કર્યો છે કે મુંબઈ પોલીસ કેમ કરણ જોહરને પૂછપરછ માટે નથી બોલાવી રહી


from Divya Bhaskar https://ift.tt/2WYJk0e
https://ift.tt/3g3swwq

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...