Monday, July 27, 2020

શેખર ગુપ્તાના કરન જોહર પરના આક્ષેપો પર અમોલ પાલેકરે કહ્યું, જે પણ થયું હતું, તે સામે છે અને તે જ સત્ય છે

સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદથી કરન જોહરના નામે વિવાદો થઈ રહ્યા છે. કરન જોહર પર નેપોટિઝ્મનો આક્ષેપ મૂકવામાં આવ્યા છે. હવે પોપ્યુલર અવોર્ડ શોમાં કરને પોતાની મનમાની કરી હોવાની ચર્ચા થઈ રહી છે. રવિવાર (26 જુલાઈ)ના રોજ દિગ્ગજ પત્રકાર શેખર ગુપ્તાએ આ વાતની પુષ્ટિ કરી હતી. શેખરે આક્ષેપ કર્યો હતો કે અવોર્ડ શોમાં ‘માય નેમ ઈઝ ખાન’ને બદલે વિક્રમાદિત્ય મોટવાણીની ફિલ્મ ‘ઉડાન’ને વધુ નોમિનેશન મળ્યા હતા. આ વાતથી કરન જોહર બહુ જ ગુસ્સે થયો હતો. આ અવોર્ડ શોમાં કરન જોહરની કહેવાતી ટેલેન્ટને પણ બોલાવવામાં આવી નહોતી.

શેખર ગુપ્તા ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના પ્રમુખ હતા. તે સમયે આ ગ્રુપ સ્ક્રીન અવોર્ડ શોનું આયોજન કરતું હતું. આવા જ એક અવોર્ડ શોમાં જૂરી મેમ્બર અમોલ પાલેકર હતા. શેખરનો તર્ક હતો કે જૂરી મેમ્બર તરીકે અમોલ પાલેકર જેવા નિષ્ઠાવાન તથા લોકપ્રિય વ્યક્તિ હોવા જોઈએ. કરનના વાંધાએ અમોલ પાલેકર જેવા હોંશિયાર વ્યક્તિ પર સવાલ ઊભો કર્યો હતો. આ અંગે દિવ્ય ભાસ્કરે અમોલ પાલેકર સાથે વાત કરી હતી.

તેમણે હસતા હસતા કહ્યું હતું, ‘હું પ્રતિક્રિયા આપવા ઈચ્છતો નથી. વર્ષો પહેલાં જે બની ગયું, તેને ફરીવાર કહેવાની જરૂર નથી. ‘ઉડાન’ સિલેક્ટ થઈ હતી અને જે થયું તે બધાની સામે છે.

પોપ્યુલર અવોર્ડ તથા નેશનલ અવોર્ડની તુલનાથી લઈને આ પ્રકારના અવોર્ડ શોમાં પ્રોડ્યૂસરની મોનોપોલી ચાલે છે કે નહીં તેના પર મારે કોઈ ટિપ્પણી કરવી નથી. આમ પણ પોપ્યુલર અવોર્ડ શોને શરૂ થયે વર્ષો થઈ ગયા છે.

મારી કરિયર શરૂ પણ નહોતી થઈ ત્યારથી આ અવોર્ડ શો છે. નેશનલ અવોર્ડનું અલગ જ મહત્ત્વ છે. પોપ્યુલર અવોર્ડનો ઈતિહાસ ચાલીસ વર્ષ જેટલો જૂનો છે. તેની પર આજે અને હવે હવે કેમ ચર્ચા થાય?

શેખર ગુપ્તાએ આક્ષેપ કર્યો હતો
2011માં યોજાયેલા અવોર્ડ શોમાં શાહરુખ ખાનની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’ને નોમિનેશન આપવામાં આવ્યું નહોતુ અને આ જ કારણે કરન તથા તેની ટીમ ઘણી જ ગુસ્સે થઈ હતી. તેમણે શેખર ગુપ્તાને અનેક ફોન કર્યા હતા. શાહરુખ તથા કરન આ શોના હોસ્ટ હતા અને આથી જ આ બાબત ગંભીર હતી. ત્યારબાદ શાહરુખ ખાનને પોપ્યુલર ચોઈસ અવોર્ડ આપવામાં આવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
On Shekhar Gupta's allegations against Karan Johar, Amol Palekar said, "Whatever happened was in front it and that is the truth."


from Divya Bhaskar https://ift.tt/2ByT8GP
https://ift.tt/32V3zzG

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...