બુધવારે ચેતન ભગતનું 3 વર્ષ જૂનું ટ્વીટ વાઇરલ થયું હતું ત્યારપછી ફરી એકવાર નેપોટિઝ્મનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ચેતન ભગતે ટ્વીટ કર્યું હતું કે. મને જણાવીને ઘણો આનંદ થાય છે કે હાફ ગર્લફ્રેન્ડમાં સુશાંત સિંહ રાજપૂત મેઈન લીડના કેરેક્ટરને પ્લે કરશે. આ બાબતે લોકો ચર્ચા કરવા લાગ્યા છે કે સગાવાદને કારણે સુશાંતને આ ફિલ્મમાંથી હટાવવામાં આવ્યો અને અર્જુન કપૂરને લેવામાં આવ્યો. આ સિવાય ફિતૂર અને બેફિકરેમાંથી પણ સુશાંતને રિપ્લેસ કરવામાં આવ્યો. આ વાત સામે આવતા જ હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મના ડિરેક્ટર મોહિત સુરીએ સ્પષ્ટતા આપી છે.
ડિરેક્ટર મોહિત સુરીએ ભાસ્કરને જણાવ્યું કે, સુશાંતે ખુદ હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મ કરવાની ના પાડી હતી. તેને આ ફિલ્મને બદલે રાબતા ફિલ્મ પસંદ કરી લીધી હતી. અમે તેના આ નિર્ણયને માન આપ્યું હતું. તે બીજી ફિલ્મમાં ફિક્સ હતા માટે અમારે મૂવ ઓન થવું પડ્યું. નેપોટિઝ્મ વાળી કોઈ વાત નથી.
હાફ ગર્લફ્રેન્ડ અને રાબતા ફિલ્મ બંને 2017માં એક જ મહિનાના ગેપમાં રિલીઝ થઇ હતી માટે સુશાંત બંને ફિલ્મની કસ્ટમાં સામેલ થઇ શક્યો ન હતો. તેણે પહેલાં જ રાબતા ફિલ્મ સાઈન કરી લીધી હતી જેમાં તેની સાથે કૃતિ સેનન લીડ રોલમાં હતી. સુશાંતે ફિલ્મ માટે ના પાડી ત્યારબાદ અર્જુન કપૂરને શ્રદ્ધા કપૂર સાથે કાસ્ટ કરવામાં આવ્યો.
હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મ ચેતન ભગતની બુક પર આધારિત એક બિહારી છોકરા માધવની સ્ટોરી હતી જેમાં તે દિલ્હીની મોડર્ન છોકરી રિયાના પ્રેમમાં પડે છે. માધવ મિડલ ક્લાસ ફેમિલીનો હોય છે અને રિયા હાયર ક્લાસની છોકરી હોય છે. બંનેની લાઈફ સ્ટાઇલ અને વિચારો પણ અલગ -અલગ હોય છે. માધવ રિયાને પ્રેમ કરવા લાગે છે અને રિયાને પ્રપોઝ કરે છે પરંતુ રિયા તેને ના પાડી દે છે. તેના મુજબ તેઓ સારા મિત્ર જ બરાબર છે. સુશાંત પણ બિહારથી છે અને આવામાં ફિલ્મ માટે પહેલા તેને સિલેક્ટ કરવામાં આવ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YwqUoD
https://ift.tt/3g0BXwr
No comments:
Post a Comment
If you have any doubts please let me know!