Tuesday, June 30, 2020

શિલ્પા ફની વીડિયો બનાવીને સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર એક્ટ્રેસ, લિસ્ટમાં રિતેશ, નેહા કક્કર, દીપિકા જેવા નામ પણ સામેલ

ભારત સરકારે સોમવારે 59 ચાઈનીઝ એપ બેન કરી દીધી છે. આ બધી એપ્સમાં ટિક્ટોક સૌથી વધુ ફેમસ છે. આ એપ મનોરંજન સાથે નામ અને કમાણી પ્રાપ્ત કરવાનું માધ્યમ પણ બની ગયું હતું. સામાન્ય લોકોની સાથે ઘણા સેલેબ્સ પણ આ એપ યુઝ કરતા હતા.

શિલ્પા શેટ્ટી ટિક્ટોક પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર બોલિવૂડ એક્ટ્રેસ છે જે ક્યારેક તેના પતિ, અન્ય ફેમિલી મેમ્બર્સ સાથે તો કોઈવાર હાઉસ સ્ટાફ સાથે ફની વીડિયો બનાવીને શેર કરતી હતી.

બોલિવૂડના મોટા ભાગના એક્ટર્સ મોટેભાગે ફની વીડિયો શેર કરીને લોકોને એન્ટરટેન કરતા હતા. કોઈ આ પ્લેટફોર્મ પર તેમના ફિલ્મ કે સોન્ગ પ્રમોટ કરતા હતા તો કોઈ ડાન્સિંગ, સિંગિંગ અને કુકીંગનું ટેલેન્ટ દેખાડતા હતા.

સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર 10 સેલેબ્સ
1. શિલ્પા શેટ્ટી (બોલિવૂડ એક્ટ્રેસ)
ફોલોઅર્સ: 19.6 મિલિયન

શિલ્પા વધારે તેના પતિ રાજ કુન્દ્રા સાથે ફની વીડિયો બનાવતી હતી. બ્રાન્ડ્સને પ્રમોટ કરતી અને ફિટનેસ માટે ટિપ્સ શેર કરતી. તેના યોગ સેશનના અમુક વીડિયો પણ શેર કરતી હતી.

2. નેહા કક્કર (પ્લેબેક સિંગર)
ફોલોઅર્સ: 17.2 મિલિયન

નેહા તેના સોન્ગ પ્રમોટ કરતી હતી. ફેન્સ માટે ગીત પર લિપસિંક, ઈમોશનલ અને ફની એક્ટિંગ કરતી હતી. ડાન્સ વીડિયો પણ શેર કરતી હતી.

3. રિતેશ દેશમુખ (બોલિવૂડ એક્ટર)
ફોલોઅર્સ: 15.9 મિલિયન

રિતેશ મોટેભાગે ફની વીડિયો બનાવીને ફેન્સને એન્ટરટેન કરે છે.

4. જેકલીન ફર્નાન્ડિઝ
ફોલોઅર્સ: 13.6 મિલિયન

જેકલીન બ્રાન્ડ્સને પ્રમોટ કરવાની સાથે-સાથે તેની એક્ટિવિટી પણ શેર કરતી હતી. સાથે જ બોલિવૂડ ફિલ્મના સીન પર લિપસિંક પણ કરે છે.

5. ભારતી સિંહ (કોમેડિયન)
ફોલોઅર્સ: 13.5 મિલિયન

ભારતી સિંહ ફની વીડિયો બનાવે છે.

6. દીપિકા પાદુકોણ (બોલિવૂડ એક્ટ્રેસ)
ફોલોઅર્સ: 6.8 મિલિયન

દીપિકા તેની ફિલ્મના પ્રમોશન માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને ડાન્સ વીડિયો પણ શેર કરે છે.

7. ટાઇગર શ્રોફ (બોલિવૂડ એક્ટર)
ફોલોઅર્સ: 6.8 મિલિયન

ટાઇગર બ્રાન્ડ્સની સાથે ફિલ્મ પણ પ્રમોટ કરે છે. તેના ડાન્સિંગ અને જિમ્નાસ્ટિકના વીડિયોઝ પણ શેર કરતો રહે છે.

8. સની લિયોની (બોલિવૂડ એક્ટ્રેસ)
ફોલોઅર્સ: 6.6 મિલિયન

સની મોટેભાગે આ પ્લેટફોર્મ પર કોસ્મેટિક બ્રાન્ડ્સનું પ્રમોશન કરતી હતી. તે ઘણીવાર ફની અને ફેમિલી સાથે જોડાયેલ વીડિયો શેર કરતી હતી.

9. જેનેલિયા ડિસુઝા દેશમુખ (બોલિવૂડ એક્ટ્રેસ)

ફોલોઅર્સ: 5.4 મિલિયન

પતિની જેમ જેનેલિયા પણ ફની વીડિયો શેર કરે છે. તે તેની ફેન મોમેન્ટ્સ અને ફની એક્ટિવિટી પણ શેર કરતી રહેતી હતી.

10. દિશા પટની (બોલિવૂડ એક્ટ્રેસ)
ફોલોઅર્સ: 4 મિલિયન

આ સિવાય બાદશાહ, કપિલ શર્મા, કાર્તિક આર્યન, માધુરી દીક્ષિત, શ્રદ્ધા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, શાહિદ કપૂર, યામી ગૌતમ, રિયા ચક્રવર્તી, કૃતિ સેનન, ઈશા ગુપ્તા, કુણાલ ખેમુ અને રકૂલ પ્રીત સિંહ સહિત અન્ય બોલિવૂડ સેલેબ્સ પણ ટિક્ટોક દ્વારા લોકોને એન્ટરટેન કરતા હતા.

જોકે, મોટાભાગના સુપરસ્ટાર્સ જેવા કે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, અક્ષય કુમાર, સલમાન ખાન, અજય દેવગણ, હ્રિતિક રોશન, આમિર ખાન, રણબીર કપૂર અને રણવીર સિંહ આ પ્લેટફોર્મથી દૂર જ છે.

ઇન્ડિયાના ટોપ 10 ટિક્ટોક સ્ટાર્સની લિસ્ટમાં માત્ર શિલ્પા શેટ્ટી
જો આખા ભારતના ટોપ 10 ટિક્ટોક સ્ટાર્સની વાત કરીએ તો બોલિવૂડમાં માત્ર શિલ્પા શેટ્ટી જ આ લિસ્ટમાં સામેલ છે. જ્યારે બે ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબેર અને અવનિત કૌર છે જેના ફોલોઅર્સ શિલ્પાથી પણ વધુ છે.

આખું લિસ્ટ
1. રિયાઝ અલી
ફોલોઅર્સ: 42.9 મિલિયન

2. આરિશફા ખાન
ફોલોઅર્સ: 28.9 મિલિયન

3. નિશા ગુરગેન
ફોલોઅર્સ: 27.9 મિલિયન

4. જન્નત ઝુબેર રહમાની (ભારત કે વીર પુત્ર મહારાણા પ્રતાપ ફેમ ટીવી એક્ટ્રેસ)
ફોલોઅર્સ: 27.9 મિલિયન

5. અવેઝ દરબાર (મુંબઈ બેઝ્ડ ડાન્સર)
ફોલોઅર્સ: 25.8 મિલિયન

6. સમીક્ષા સુદ
ફોલોઅર્સ: 24.3 મિલિયન

7. અવનિત કૌર (અલાદીન નામ તો સુના હી હોગા ફેમ ટીવી એક્ટ્રેસ)
ફોલોઅર્સ: 22.3 મિલિયન

8. ગરિમા ચૌરસિયા
ફોલોઅર્સ: 21.2 મિલિયન

9. લકી ડાન્સર
ફોલોઅર્સ: 18 મિલિયન

10. આશિકા ભાટિયા (પરવરીશ: કુછ ખટ્ટી કુછ મીઠી ફેમ ટીવી એક્ટ્રેસ)
ફોલોઅર્સ: 15.9 મિલિયન

(નોટ: જો શિલ્પા શેટ્ટીને આ લિસ્ટમાં સામેલ કરીએ તો તે 9મા નંબર પર આવી જાય છે. તો આ સ્થિતિમાં આશિકા ભાટિયા ટોપ 10 લિસ્ટમાંથી બહાર આવી જશે.)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Tik Tok Banned In India: Top Most Popular Bollywood Stars On Tiktok, Who Had Millions Of Followers


from Divya Bhaskar https://ift.tt/2YMS2zK
https://ift.tt/2BNnqoV

FinMin told to levy tax on imported goods to boost local products: Pradhan

The proposed Border Adjustment Tax would be imposed on imported goods in addition to customs duty to bring the imported product at par with locally-made products.

from Today's Paper https://ift.tt/2Vu0xh5
via

April-May fiscal deficit at 58.6% of fiscal year target as revenue slumps

Total revenue was Rs 45,498 crore, or 2 per cent of the budgeted estimate of Rs 22.46 trillion, compared to 7.1 per cent for the same period last year.

from Today's Paper https://ift.tt/2YMPTnG
via

રેફ્યુજી ફિલ્મને 20 વર્ષ થયા, અભિષેકે બચ્ચન અને કરીના કપૂરને ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ થયા તેની પોસ્ટ શેર કરી

વર્ષ 2000માં 30 જૂનના રોજ અભિષેક બચ્ચન અને કરીના કપૂરની ડેબ્યુ ફિલ્મ રેફ્યુજી રિલીઝ થઇ હતી. આ ફિલ્મને 20 વર્ષ પૂરા થયા છે. ફિલ્મને જેપી દત્તાએ ડિરેક્ટ કરી હતી અને પ્રોડ્યુસ પણ કરી હતી. આ ફિલ્મને લઈને ફિલ્મની કાસ્ટ કરીના અને અભિષેકે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

20 વર્ષ સર્વાઇવ કર્યું: અભિષેક બચ્ચન
અભિષેકે ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા કર્યા અને તેની વિવિધ ફિલ્મ્સના કેરેક્ટરનું આર્ટવર્ક શેર કરીને તેણે દિલની વાત શેર કરી કે, આજે 20 વર્ષ પહેલાં જેપી દત્તાની રેફ્યુજી રિલીઝ થઇ હતી. મારી અને કરીનાની ફિલ્મની દુનિયામાં એન્ટ્રી થઇ હતી. તમારી પહેલી ફિલ્મ હંમેશાં ગમતી અને ખાસ હોય છે. રેફ્યુજીનો અનુભવ અદભુત હતો અને ન્યૂકમરને બસ આટલું જ જોઈતું હોય છે. ટીમ અને ક્રૂનો આભાર.

View this post on Instagram

Time flies when you’re having fun! #RoadTo20 Today, 20 years ago JP Dutta’s Refugee released. Marking the introduction of yours truly and @kareenakapoorkhan into the world of films. Your first film is always most dear and special; Refugee was no different. An amazing experience! A newcomer could not have asked for anything else. JP sahab was the best teacher. Caring, nurturing and has since been an amazing guiding force for me. The entire cast and crew were so patient,supportive and encouraging. My love and respect for all of them is boundless. Thank you! It is a blessing and a privilege to be able to look back and recount the last 20 years. Any actor will tell you, getting to make a film is a huge honour. Surviving 20 yrs seems unimaginable. The best part is, I feel like I’m just getting started. I have so much more to prove. So much more to do and I can’t wait.... However, none of this would have been possible without my family! They have been my inspiration, my strength, my silent support and my “raison d”être”. They allowed me the freedom to figure out whatever I needed to without ever pressurising me, burdening me with expectation. They let me know when they didn’t like a performance and showered me with love when they did. I am because of them and I hope, some day whey they look back and reminisce they feel proud of me. But, now this is sounding like the end.... nowhere near it. Like I said, I’m just getting started. And “miles to go before I sleep”. Like the great Sinatra said- “ The record shows, I took the blows And did it my way!” #TakeTwo . . . Pic courtesy: @fifipewz

A post shared by Abhishek Bachchan (@bachchan) on Jun 29, 2020 at 10:03pm PDT

આગળ તેણે લખ્યું કે, કોઈપણ એક્ટર તમને કહી શકશે કે ફિલ્મ બનાવી એક સમ્માનની વાત છે. 20 વર્ષ સર્વાઇવ કરવાની વાત માન્યામાં નથી આવતી. સૌથી સારી વાત એ છે કે મને લાગે છે કે મેં હજુ સ્ટાર્ટ જ કર્યું છે. મારે હજુ ઘણું સાબિત કરવાનું છે. હજુ ઘણું બધું કરવાનું છે અને હું રાહ જોઈ શકું એમ નથી. પરિવાર વિના આ કઈ શક્ય ન બન્યું હોત. તેમને જ્યારે મારુ પરર્ફોર્મન્સ ન ગમે ત્યારે મને કહેતા અને જ્યારે ગમે ત્યારે પ્રેમથી તેના વિશે પણ કહેતા.

મેં લીધેલ બેસ્ટ નિર્ણય: કરીના કપૂર
કરીનાએ ફિલ્મનો તેનો પહેલો શોટ શેર કરી લખ્યું કે, મારો પહેલો શોટ સવારે 4 વાગ્યે હતો અને આજે સવારે હું 4 વાગ્યે ઉઠી, અરીસામાં જોયું અને ખુદને કહ્યું, આ મારી જિંદગીનો સૌથી સારો નિર્ણય હતો. હાર્ડ વર્ક, ડેડિકેશન અને સેલ્ફ કોન્ફિડન્સના 20 વર્ષ.

ફિલ્મને લઈને તેણે લખ્યું કે, પ્રેમ, સપોર્ટ અને તાકાત માટે હું મારા ફેન્સનો દિલથી આભાર માનું છું. આભાર જેપી દત્તા મારી લાઈફ અને ફિલ્મ્સ માટે. અભિષેક બચ્ચન આભાર સારો કો-સ્ટાર બનવા બદલ અને આ ફિલ્મ સાથે જોડાયેલ દરેક વ્યક્તિનો આભાર.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kareena Kapoor, Abhishek Bachchan’s Refugee turns 20, actors shared post on social media


from Divya Bhaskar https://ift.tt/2Zg1HxO
https://ift.tt/2Bple75

ડિરેક્ટર અભિષેક કપૂર બાદ હવે ભૂમિ પેડનેકર સુશાંત સિંહની યાદમાં 550 ગરીબ પરિવારને જમાડશે

14 જૂને સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેની યાદમાં ડિરેક્ટર અભિષેક કપૂર બાદ હવે સોનચીડિયા ફિલ્મની કો-સ્ટાર ભૂમિ પેડનેકર 550 ગરીબ પરિવારને જમાડશે. અભિષેક કપૂર અને તેની પત્ની પ્રજ્ઞા કપૂરે જે NGO સાથે મળીને આ ઉમદા કાર્ય કરવાનું પ્રણ લીધું છે તે જ NGO એક સાથ: ધ અર્થ ફાઉન્ડેશન મારફતે ભૂમિ પણ આ મદદ કરશે.

મદદની પહેલ
ભૂમિએ સુશાંતના ફોટો સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કે, મેં એક સાથ ફાઉન્ડેશન મારફતે મારા પ્રિય મિત્રની યાદમાં 550 પરિવારને ભોજન કરાવવાનો સંકલ્પ લીધો છે. આવો આપણે સાથે મળીને જરૂરિયાતમંદ લોકો પ્રતિ દયા અને પ્રેમ બતાવીએ, કારણકે હાલ તેમને આપણી સૌથી વધુ જરૂર છે.

ડેબ્યુ ડિરેક્ટર 3400 પરિવારને જમાડશે
સુશાંત સિંહ રાજપૂતની 2013માં આવેલ ડેબ્યુ ફિલ્મ કાઈ પો છેના ડિરેક્ટર અભિષેક કપૂર અને તેની પત્ની પ્રજ્ઞા કપૂર NGO એક સાથ: ધ અર્થ ફાઉન્ડેશન મારફતે 3,400 ગરીબ પરિવારને જમાડવાની વાત કરી હતી. તેમણે લખ્યું હતું, સુશાંતની યાદમાં એક સાથ ફાઉન્ડેશન 3400 ગરીબ પરિવારને જમાડવા માટે પ્રણ લે છે. લોકડાઉન ભલે પૂરું થઇ ગયું છે પણ નોકરીઓ જઈ રહી છે ને આવક બંધ થઇ ગઈ છે માટે અમારો પ્રયાસ આગળ પણ ચાલુ રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After director Abhishek Kapoor, Bhumi Pednekar will feed 550 poor families in memory of Sushant Singh


from Divya Bhaskar https://ift.tt/31wHUx8
https://ift.tt/2ZhogCs

લૉકડાઉનની વચ્ચે ‘સસુરાલ સિમર કા’ ફૅમ ટીવી એક્ટર મનીષ રાયસિંઘને લગ્ન કર્યાં

લૉકડાઉનની વચ્ચે ટીવી એક્ટર મનીષ રાયસિંઘન તથા સંગીતા ચૌહાણે આજે એટલે કે 30 જૂનના રોજ મુંબઈના જુહૂ સ્થિતિ ગુરુદ્વારામાં લગ્ન કર્યાં હતાં. મનીષ કુર્તા તથા નહેરુ જેકેટમાં જોવા મળ્યો હતો અને સંગીતા ગુલાબી રંગના સલવાલ સૂટમાં હતાં. આ લગ્નમાં નિકટના મિત્રો તથા પરિવારજનો હાજર રહ્યાં હતાં. મનીષ તથા સંગીતા પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારે ગ્રાન્ડ રિસેપ્શન આપશે.

એક ઈન્ટરવ્યૂમાં મનીષે લગ્નને લઈ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેણે માત્ર એક જ દિવસમાં લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો. મનીષે કહ્યું હતું કે લૉકડાઉનમાં તે પોતાના ગીતમાં ઘણો જ વ્યસ્ત હતો. એક દિવસ બ્રેકફાસ્ટ દરમિયાન તેણે પોતાના પિતાને કહ્યું કે તે એક દિવસની રજા લેવાનો છે. આના પર તેના પિતાએ કહ્યું કે રજા લઈ જ રહ્યો છે તો લગ્ન પણ કરી લે. પહેલાં તો તેણે આ વાત મજાકમાં લીધી પરંતુ પછી તરત જ તેણે આના પર ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું હતું. તેણે તરત જ સંગીતાને ફોન કરીને લગ્ન કરવાની વાત કરી હતી.

ગુરુદ્વારામાં લગ્ન દરમિયાન મનીષ તથા સંગીતા

પહેલાં સંગીતાએ ના પાડી
વધુમાં મનીષે કહ્યું હતું કે સંગીતા લગ્નની વાત સાંભળીને પહેલાં નવાઈમાં મૂકાઈ ગઈ હતી. તેણે પહેલાં તો લગ્નની ના જ પાડી દીધી હતી પરંતુ પછી તે માની ગઈ હતી. તેના તથા સંગીતાના પેરેન્ટ્સે ઝૂમ કોલ પર એકબીજા સાથે વાત કરી હતી. વીડિયો કોલમાં જ લગ્નની તારીખ ફિક્સ કરવામાં આવી હતી.

પરિવારના સભ્યોને નવાઈ લાગી
મનીષે આગળ વાત કરતાં કહ્યું હતું કે તે તેના કઝિન્સ સાથે ગાઢ સંબંધો ધરાવે છે. જ્યારે પરિવારના સભ્યોને જાણ થઈ કે તે લગ્ન કરવાનો છે તો શરૂઆતમાં બધાને નવાઈ લાગી હતી. જોકે, પરિવારના સભ્યોને ખ્યાલ છે કે તે આ જ રીતે અચાનક બધું નક્કી કરી નાખતો હોય છે.

વીડિયો કોલ પર મહેંદી-સંગીત સેરેમની
30 જૂન પહેલાં મનીષ તથા સંગીતાની મહેંદી તથા સંગીત સેરેમની યોજાઈ હતી. આ ફંક્શનમાં નિકટના પરિવારના સભ્યો હાજર રહ્યાં હતાં. જ્યારે અન્ય સભ્યો તથા ફ્રેન્ડ્સે વીડિયો કોલની મદદથી આ ફંક્શનમાં હાજરી આપી હતી.

સેટ પર પ્રેમ પાંગર્યો

View this post on Instagram

Kabhi sapne mein bhi nahin socha tha yeh din dekhna padega 😈 shadi? Me? Hahaha But what to do... when someone charms you with her simplicity and genuineness you just surrender.... Thats what this lovely Lady @sangeitachauhaan is guilty of and she shall face the punishment of spending the rest of her life wid 😈😈😈 me 😈😈😈. God save her hu ha ha ha. *evil laughter* Welcome to #sanman @sangeitachauhaan A big big Thank you to everyone for making being a part of this joy and exponentially grow it by carrying it in ur hearts. Thank you to all the media houses for making this a celebration all around. Thank you all for being a support and blessing always and now enthusiastically participating in this wedding in every capacity you all can and help me make my lady feel special.... thank you to each one of u who is reading this and blessing us. Love u all... #thankyou #gratitude #sangeitachauhaan #manishraisinghan #sanman

A post shared by Manish Raisinghan (@manishmischief) on Jun 28, 2020 at 5:20am PDT

મનીષ તથા સંગીતા પહેલી વાર ટીવી સિરિયલ ‘એક શ્રૃંગાર સ્વાભિમાન’ના સેટ પર મળ્યાં હતાં. બંને વચ્ચે પહેલાં મિત્રતા બંધાઈ હતી અને પછી તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતાં. જોકે, આ બંનેએ પોતાના સંબંધો છુપાવીને રાખ્યા હતાં. મનીષની ખાસ ફ્રેન્ડ અવિકા ગોરનો જન્મદિવસ 30 જૂનના રોજ છે. બંનેએ ‘સસુરાલ સિમર કા’માં સાથે કામ કર્યું હતું.

મનીષે મોડલિંગથી કરિયરની શરૂઆત કરી
વર્ષ 2002માં મનીષે મોડલિંગથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. મનીષ મોડલ તથા એક્ટર ઉપરાંત સારો ફોટોગ્રાફર પણ છે. આ ઉપરાંત તે કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવે છે. વર્ષ 2007માં ‘સપના બાબુલ કા...બિદાઈ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. મનીષે ત્યારબાદ વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું. મધુર ભંડારકરની ફિલ્મ ‘હીરોઈન’માં પણ મનીષે કામ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Sasural Simar Ka' married TV actor Manish Raisinghan amid lockdown


from Divya Bhaskar https://ift.tt/31v3VMM
https://ift.tt/2CVMYAP

જાવેદ હૈદર આર્થિક તંગીને કારણે શાકભાજી વેચતા ન હતા, એક્ટરે ચોખવટ કટી- એપ પર વીડિયો બનાવી રહ્યો હતો

એક્ટર જાવેદ હૈદરનો શાકભાજી વેચતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. લોકડાઉનમાં શૂટિંગ બંધ થતા ઘણા એક્ટર્સ તેમની આર્થિક તંગી વિશે વાત કરી રહ્યા છે ત્યારે ઘણા લોકોએ એવું તારણ કાઢી લીધું કે જાવેદ પણ તેની જરૂરિયાત પુરી કરવા માટે શાકભાજી વેચી રહ્યા છે.

આ બાબતે હવે જાવેદે એક ઇન્ટરવ્યૂમાં ચોખવટ કરી છે કે, તે ગુજરાન ચલાવવા માટે લારી પર શાકભાજી વેચી રહ્યા ન હતા પણ તેઓ ખાલી વીડિયો બનાવી રહ્યા હતા. હું એક્ટર છું અને લોકડાઉનને કારણે કોઈ કામ નથી. એક એક્ટર તરીકે ખુદને વ્યસ્ત રાખવા માટે મેં એપ પર મ્યુઝિકલ વીડિયો બનાવવાના સ્ટાર્ટ કર્યા. મારી દીકરી તે એપ યુઝ કરી રહી છે અને તેને મને વીડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપ્યું.

તેમણે ઉમેર્યું કે, આજે ભગવાનની દયાથી મારે કોઈ આર્થિક તંગી નથી, પણ જો ભવિષ્યમાં કઈ આવું થાય તો હું શાકભાજી વેચવામાં શરમ નહીં રાખું કારણકે કોઈપણ કામ નાનું નથી હોતું.

જાવેદ હૈદરે બાળ કલાકાર તરીકે ફિલ્મ બાપ નંબરી બેટા દસ નંબરીમાં કાદર ખાનના દીકરાનો રોલ કર્યો હતો. તેઓ બાબર, ગુલામ જેવી ફિલ્મ્સમાં પણ દેખાયા હતા. ટીવી સિરિયલ જીની ઔર જુજુમાં પણ તેઓ સામેલ હતા. 2017ની ફિલ્મ લાઈફ કી ઐસી કી તૈસી ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Javed Hyder is Not Vending Vegetables Due to Financial Crisis, was Making Videos on App to Keep Busy


from Divya Bhaskar https://ift.tt/3gf93J5
https://ift.tt/31tSbtP

અમિતાભ બચ્ચનના ટ્વિટર પર 43 મિલિયન ફોલોઅર્સ થયા, નરેન્દ્ર મોદી બાદ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર બીજા ભારતીય

અમિતાભ બચ્ચનના ટ્વિટર પર 43 મિલિયન એટલે કે 4 કરોડ 30 લાખ ફોલોઅર્સ થઇ ગયા છે. આ માઈલસ્ટોન અચીવ કરનાર બિગ બી પહેલા ભારતીય સેલિબ્રિટી છે. જ્યાર 59.1 મિલિયન ફોલોઅર્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોપ પર છે અને બીજા ભારતીય અમિતાભ બચ્ચન છે.

અમિતાભે આ વાતની જાણકારી તેમના ઇન્સ્ટા અકાઉન્ટ પર આપી છે જ્યાં તેમના 19 મિલિયન (1 કરોડ 90 લાખ) ફોલોઅર્સ છે. અમિતાભ બચ્ચન ઘણીવાર ઇન્સ્ટા પર મિલેનિયલની જેમ ફોલોઅર્સ વધારવા માટે રસપ્રદ પોસ્ટ સાથે કેપ્શન શેર કરતા રહે છે.

ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઇન્ડિયન સેલિબ્રિટી
અમિતાભ બચ્ચન - 43 મિલિયન
સલમાન ખાન - 41.1 મિલિયન
શાહરુખ ખાન - 40.6 મિલિયન



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amitabh Bachchan crosses 43 Million followers on Twitter


from Divya Bhaskar https://ift.tt/31vrNzW
https://ift.tt/2ZpOPp9

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...