થોડા વર્ષ પહેલાં જિયા ખાનનાં મૃત્યુ પછી વિવાદોમાં ઘેરાયેલો સૂરજ પંચોલી એકવાર ફરીથી વિવાદમાં ઘેરાઈ ગયો છે. સુશાંત અને તેની પૂર્વ મેનેજર દિશા સલિયનના બેક ટુ બેક સુસાઈડની પાછળ સૂરજનું નામ આવી રહ્યું છે. એવી વાતો સામે આવે છે કે, દિશા અને સૂરજ રિલેશનશિપમાં હતાં. દિશા ગર્ભવતી હતી, પણ સૂરજને તેની સાથે લગ્ન કરવા નહોતા. આ વાત જ્યારે સુશાંતને ખબર પડી ત્યારે તેણે સ્ટેન્ડ લેવાના પ્રયત્નો કર્યા હતા અને તેને લઈને સૂરજ અને સુશાંતની મારામારી પણ થઇ હતી. આ વાતનો બદલો લેવા માટે સૂરજના પરિવારે સલમાન ખાન અને અન્ડરવર્લ્ડ સાથે મળીને સુશાંતની હત્યા કરાવી દીધી. પાવર વાપરીને હાલ આને આત્મહત્યાનું નામ આપી રહ્યા છે.
‘મારો સુશાંત સાથે કોઈ ઝઘડો થયો નથી, દિશાને હું ઓળખતો નથી’
સૂરજે પોતાનું મૌન તોડીને કહ્યું કે, સુશાંતનું સાથે જે મારામારીની વાતો થઇ રહી છે શું તેના વિશે મને કઈ ખબર નથી ? મારો ઝઘડો તેની સાથે ક્યારેય થયો નથી. આની પહેલાં પણ મેં આ વાતની ચોખવટ કરી છે. બીજી વાત એ કે, સલમાન ખાન મારી લાઈફમાં કેમ સામેલ થાય ? શું તેમની પાસે કામ કરવા બીજું કઈ નથી? હું તે પણ જાણતો નથી કે દિશા કોણ છે, હું મારી જિંદગીમાં તેને ક્યારેય મળ્યો નથી. મને સુશાંતના મૃત્યુ પછી તેના વિશે ખબર પડી. કોઈએ આ વાતો ફેસબુક વોલ પર લખી અને તેને એક આખી ફિલ્મની સ્ક્રિપ્ટની જેમ વાઈરલ કરી દીધી.
સૂરજના પિતાએ કહ્યું-‘જે લોકો પાસે કામ નથી, તે લોકો અફવાફેલાવી રહ્યા છે’
આ વિવાદને લઈને સૂરજનો પરિવાર પણ મુશ્કેલીમાં છે. તેના પિતા આદિત્ય પંચોલીએ કહ્યું, મારા દીકરાને કેમ આ વાતમાં સામેલ કરો છો? હકીકત સામે આવી જ જશે, પરંતુ જો મારા દીકરાએ કઈ કરી લીધું, તો તેનો દોષી કોણ? ઉપરથી જોવાની વાત તો એ છે કે લોકો મને સાંત્વનાના મેસેજ કરી રહ્યા છે કે ડરશો નહિ, બધું સારું થઇ જશે. જે લોકો પાસે કામ નથી, તે લોકો અફવાફેલાવી રહ્યા છે, પરંતુ અંતે હું પણ એક માણસ છું. હું ક્યાં સુધી આ બધું સહન કરીશ?
‘સુશાંત અને મારા વચ્ચે કોઈ દુશ્મની નહોતી’
સૂરજ પંચોલી બોલી રહ્યો છે કે, સુશાંત અને મારા વચ્ચે કોઈ દુશ્મની નહોતી. તે સિનિયર અભિનેતા હતો અને ઘણો સફળ પણ. હું તેની આજુબાજુ પણ ક્યારેય ગયો નથી. હું તેના માટે દૂર-દૂર સુધી કોઈ જોખમ નહોતો. તે મને નાના ભાઈની જેમ ટ્રીટ કરતો હતો. જ્યારે પણ અમે મળીએ તો મારી ફિલ્મો વિશે અને ફિટનેસને લઈને વાત કરતા હતા.
‘સુશાંત સાથે ઝઘડવાનું પણ થયું નથી’
3 વર્ષ પહેલાં જ્યારે અમારા બંને વચ્ચે ઝઘડાના સમાચાર વાઈરલ થયા હતા ત્યારે તે મારી પાસે આવ્યો હતો. તેણે મને કહ્યું કે, ભાઈ એક ફાલતુ આર્ટિકલ આવ્યો અને અને સલમાન ભાઈ મારાથી દુ:ખી છે. આ વાતની ચોખવટ માટે સ્ટેટમેન્ટ આપીશ? અમે બંને એક મિત્રને ત્યાં ડીનરમાં મળ્યા હતા. ફની ફોટો ક્લિક કરાવ્યા અને ઝઘડી રહ્યા હોય તેવા પોઝ પણ આપ્યા, પરંતુ અમે ઝઘડતા નહોતા. અમારા બંને પાસે એકબીજાનો નંબર હતો. તેણે મને પોતાની ફિલ્મની સ્ક્રીનીંગમાં પણ બોલાવ્યો હતો અને હું ‘રાબ્તા’ની સ્ક્રીનીંગમાં ગયો હતો. અત્યાર સુધી અમે આશરે 4-5 વાર મળ્યા છીએ.
સલમાન ખાન હંમેશાં ડિફેન્ડ કેમ કરે છે?
તે મારા માટે આવું કેમ કરશે ? સલમાન ખાન મારી પ્રથમ ફિલ્મના પ્રોડ્યુસર હતા. તેમણે મને એક તક આપી. તેના પછી મારી પોતાની જર્ની છે. તેઓ મારા ભવિષ્ય માટે જવાબદાર નથી. દરેકને પોતાનો રસ્તો જાતે બનાવવો પડે છે. હું સલમાન સર પર નિર્ભર ના રહી શકું. તેમને ગોડફાધર બનાવીને ના રાખી શકું. હું તેમની પર ક્યારેય નિર્ભર પણ રહ્યો નથી અને ના તેમણે આવું ઈચ્છ્યું પણ છે.
વારંવાર વિવાદોમાં સલામ ખાન કેમ ફસાય છે?
જ્યારે તમને સલમાન ખાન લોન્ચ કટે છે તો નેપોટિઝ્મની ડિબેટ ચાલે છે, પણ તેની સાથે મારે કોઈ લેવા-દેવા નથી. મેં વર્ષ 2010માં અસિસ્ટંટ ડિરેક્ટરની રીતે નાની ઉંમરમાં કામ કરવાનું શરુ કર્યું હતું. તે ફિલ્મ ગુઝારિશ હતી. તેના બે વર્ષ પછી મેં એક થા ટાઈગર કરી હતી. ત્યાં હું સલમાન સરને મળ્યો અને તેમણે મને કહ્યું કે, તેઓ ફિલ્મ બનાવશે તો મને લોન્ચ કરશે. કારણકે તેમણે મારામાં ટેલેન્ટ જોયું. તેમણે મને કહ્યું હતું કે મારે અભિનેતા બનવું છે તો ઘણી મહેનત કરવી પડશે. એવું નથી કે તમે કોઈ દિવસ ઉઠ્યા અને હીરો બની ગયા.
‘કાઈ પો છે’ ફિલ્મનું ઓડિશન આપ્યુંહતું
મેં કાઈ પો છે ફિલ્મનું ઓડિશન આપ્યું હતું અને તે રિજેક્ટ થયું. ત્યારબાદ મેં પોતાના પર કામ કર્યું. 2 વર્ષ પછી મને હીરો ફિલ્મ મળી. મારી માતા 60 વર્ષની છે અને 30 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે. તે આજે પણ ફિલ્મ માટે ઓડિશન આપે છે આથી જ આ એક માન્યતા છે કે સ્ટાર કિડ્સને ઓડિશન આપવું પડતું નથી.
આ બધી વસ્તુઓ મને ઘણી અસર કરે છે, અત્યાર સુધીના વિવાદોને લીધે મને ઠેસ પહોચી છે. મને નથી ખબર હું ક્યાં જઉં ? 8 વર્ષથી જિયા ખાનનો કેસ સોલ્વ થઇ રહ્યો નથી કારણ કે રાબિયા ખાનમાં કોર્ટમાં આવતા નથી. હું 21-22 વર્ષનો હતો ત્યારે મારે CBIને ફેસ કરવું પડ્યું હતું. મેં પોલીસ સાથે કોઓપરેટ પણ કર્યું. હકીકત જાણવા મેં બધું કર્યું. કોર્ટની એક પણ ડેટ ભૂલી નથી. મને તાવ આવતો હોય તો પણ હું કોર્ટમાં જઉં છું, પણ ફરીયાદી રાબિયા ખાન કોર્ટમાં આવતા નથી તો શું કરવું? તેઓ શું ઈચ્છે છે તેની મને ખબર નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3iynl9F
https://ift.tt/3ixURNe