Sunday, July 5, 2020

સુશાંતે જે કપડાથી ફાંસી લગાવી હતી તેને ટેન્સિલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું, કપડું વજન ઉઠાવી શકે એમ હતું કે નહીં તેની તપાસ થશે

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં અત્યારસુધી જે રિપોર્ટ્સ સામે આવ્યા છે તેમાં આત્મહત્યા હતી એવી વાત જ સામે આવી છે. પરંતુ હવે પોલીસે ફાંસી માટે વપરાયેલ કપડાને તપાસ માટે મોકલ્યું છે. તેને ટેન્સિલ ટેસ્ટ માટે મોકલ્યું છે. આ ટેસ્ટથી ખબર પડશે કે તે કપડું સુશાંતના શરીરનું વજન ઉઠાવી શકવા લાયક હતું કે નહીં. આનાથી સુશાંતની હત્યા તો નથી થઇને આ વાતની શંકા ફરીવાર દૂર થઇ જશે.

લીલા નાઈટગાઉનથી ફાંસી લગાવી હતી
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુશાંતના ઘરેથી કોઈપણ સુસાઇડ નોટ મળી નથી. સુશાંતે 14 જૂને તેના ઘરની સીલિંગમાં ફાંસી લગાવીને દુનિયાને અલવિદા કહ્યું. ફાંસી માટે તેણે કોટનનું નાઈટગાઉન યુઝ કર્યું હતું. સુશાંતના મૃત્યુ બાદ પોલીસ તપાસ દરમ્યાન સ્પોટથી વાઇરલ થયેલ વીડિયોઝમાં તે નાઈટગાઉન લીલા રંગનું દેખાયું હતું.

3 દિવસમાં રિપોર્ટ આવશે
શુક્રવારે 3 જુલાઈથી ચાલી રહેલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે આ નાઈટગાઉન કેમિકલ અને ફોરેન્સિક તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી કલિનામાં મોકલ્યું છે. રિપોર્ટ રવિવાર અથવા સોમવારે આવી શકે છે. પોલીસ અનુસાર મૃત્યુનું યોગ્ય કારણ જાણવા માટે ફોરેન્સિક એક્સપર્ટ સુશાંતના ગળાની આસપાસ ફાંસી લગાવાથી બનેલ નિશાનોની પણ તપાસ કરશે.

ટેન્સિલ ટેસ્ટ અને સ્ટ્રેન્થ શું હોય છે
ટેન્સિલ સ્ટ્રેન્થ અથવા તણાવની ક્ષમતા એ મહત્તમ ભાર હોય છે, જે કોઈપણ પદાર્થ ખેંચવા પર તૂટ્યા વગર સહન કરી શકે છે. સુશાંતનું વજન લગભગ 80 કિલો હતું. તપાસમાં આ વજન ઉઠાવાની ક્ષમતા તપાસ કરવામાં આવશે. સુશાંતના ફોનની ફોરેન્સિક રિપોર્ટ હજુ આવવાની બાકી છે. સામાન્ય રીતે FSL સાથે સંબંધિત કેસમાં રિપોર્ટ પ્રાપ્ત કરવામાં 8થી 10 દિવસ લાગે છે. પરંતુ આ કેસ સેન્સિટિવ છે માટે એક્સપર્ટ તપાસમાં કોઈપણ પ્રકારની ભૂલથી બચવા માટે સાવધાની રાખી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput Suicide case| Cloth used by sushant singh to hang himself to undergo tensile test


from Divya Bhaskar https://ift.tt/2Z32zHv
https://ift.tt/2NTFnVC

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...