I have shared top news 14 in hindi, English, Gujarati etc.i have shared all types of news sports, top stories, today's special, history, cricket, Bollywood, politics, fitness, national, international, world news etc.
સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર 6 જુલાઈના રિલીઝ થવાનું છે. સુશાંત સિંહે મુંબઈના તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેના ફેન્સે તેની આખરી ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાની માગ કરી હતી. પરંતુ આ ફિલ્મ 24 જુલાઈના રોજ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર દરેક માટે ફ્રીમાં સ્ટ્રીમ થવાની છે. ફિલ્મના ટ્રેલરને લઈને ઘણી રાહ જોવાઈ રહી છે.
A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) on Jun 26, 2020 at 2:42am PDT
ઓનલાઇન રિલીઝને લઈને લોકોએ વિરોધ પણ કર્યો હતો. ફિલ્મની લીડ એક્ટ્રેસ સંજના સાંઘી જે આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે, તેણે લોકોને ઓનલાઇન રિલીઝને સ્વીકારી તેને પ્રેમ આપી બ્લોકબસ્ટર બનાવવા વિનંતી કરી હતી. સંજનાએ ફિલ્મના બિહાઇન્ડ ધ સીન્સના અમુક ફોટો પણ શેર કર્યા છે.
A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) on Jul 4, 2020 at 7:55am PDT
દિલ બેચારા ફિલ્મ ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સનું અડેપ્ટેશન છે. આ ફિલ્મથી સુશાંતનો મિત્ર અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. ફિલ્મમાં સૈફ અલી ખાનનો સ્પેશિયલ અપિઅરન્સ છે.
બોલિવૂડ કોરિયોગ્રાફર સરોજ ખાનનું 3 જુલાઈના રોજ મુંબઈમાં 71 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું. સરોજ ખાને એકવાર જણાવ્યું હતું કે, સ્ટ્રગલ દરમ્યાન સલમાન ખાને તેમની મદદ કરી હતી અને તેમને ફિલ્મ્સ આપવાનું વચન આપ્યું હતું. હવે તેમના ગયા બાદ સરોજ ખાનની દીકરી સુકૈના નાગપાલે સલમાન ખાન વિશે વાત કરી છે. તેણે કહ્યું કે, સલમાન ખાન અને તેનો પરિવાર પછી તે અલવીરા હોય કે અલિઝે, હંમેશાં અમારી સાથે પરિવારની જેમ ઊભા રહ્યા છે. મુશ્કેલીની ઘડીમાં તેઓ આગળ આવીને અમારી સાથે રહ્યા છે.
સુકૈનાએ એક ઘટના જણાવી કે, મારા દીકરાને હાર્ટ ઇસ્યુ હતો જેને કારણે તેની તાત્કાલિક સર્જરી કરવાની હતી. સલમાનની ભાણી અલિઝેએ સલમાનને આ વિશે જણાવ્યું ત્યારબાદ સલમાન તરત જ મદદ માટે આગળ આવ્યા હતા. સલમાન સરે મારી માતાને ફોન કર્યો અને કહ્યું, તમે કહો છો કે હું તમારો દીકરો છું અને તમે મને શું થયું તેની જાણ પણ નથી કરતા. ત્યારબાદ માતાએ તેમને આખી પરિસ્થિતિ જણાવી. સલમાને કહ્યું કે, તમે ચિંતા ન કરો, હું મારાથી થઇ શકે એટલું બધું કરું છું.
સલમાન ખાનની ભાણી અલિઝે સરોજ ખાન પાસે ડાન્સની એક વર્ષથી ટ્રેનિંગ લઇ રહી હતી. અલિઝે સલમાન ખાનની બહેન અલવીરા અને ફિલ્મ પ્રોડ્યુસર અતુલ અગ્નિહોત્રીની દીકરી છે. સલમાન તેની ભાણીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરવાનો છે અને તેના માટે જ અલિઝે ડાન્સની ટ્રેનિંગ લઇ રહી હતી.
A post shared by Atul Agnihotri (@atulreellife) on Jul 3, 2020 at 2:57am PDT
સરોજ ખાને ગયા વર્ષે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું યંગ એક્ટ્રેસના ડાન્સ ક્લાસ લઉં છું અને અલિઝે પણ તેમાં સામેલ છે. તે ટૂંક સમયમાં હિરોઈન બનશે. સલમાન ખાન અલિઝેને રોમ-કોમ ફિલ્મથી લોન્ચ કરવા ઈચ્છે છે.
થોડા વર્ષ પહેલાં જિયા ખાનનાં મૃત્યુ પછી વિવાદોમાં ઘેરાયેલો સૂરજ પંચોલી એકવાર ફરીથી વિવાદમાં ઘેરાઈ ગયો છે. સુશાંત અને તેની પૂર્વ મેનેજર દિશા સલિયનના બેક ટુ બેક સુસાઈડની પાછળ સૂરજનું નામ આવી રહ્યું છે. એવી વાતો સામે આવે છે કે, દિશા અને સૂરજ રિલેશનશિપમાં હતાં. દિશા ગર્ભવતી હતી, પણ સૂરજને તેની સાથે લગ્ન કરવા નહોતા. આ વાત જ્યારે સુશાંતને ખબર પડી ત્યારે તેણે સ્ટેન્ડ લેવાના પ્રયત્નો કર્યા હતા અને તેને લઈને સૂરજ અને સુશાંતની મારામારી પણ થઇ હતી. આ વાતનો બદલો લેવા માટે સૂરજના પરિવારે સલમાન ખાન અને અન્ડરવર્લ્ડ સાથે મળીને સુશાંતની હત્યા કરાવી દીધી. પાવર વાપરીને હાલ આને આત્મહત્યાનું નામ આપી રહ્યા છે.
‘મારો સુશાંત સાથે કોઈ ઝઘડો થયો નથી, દિશાને હું ઓળખતો નથી’
સૂરજે પોતાનું મૌન તોડીને કહ્યું કે, સુશાંતનું સાથે જે મારામારીની વાતો થઇ રહી છે શું તેના વિશે મને કઈ ખબર નથી ? મારો ઝઘડો તેની સાથે ક્યારેય થયો નથી. આની પહેલાં પણ મેં આ વાતની ચોખવટ કરી છે. બીજી વાત એ કે, સલમાન ખાન મારી લાઈફમાં કેમ સામેલ થાય ? શું તેમની પાસે કામ કરવા બીજું કઈ નથી? હું તે પણ જાણતો નથી કે દિશા કોણ છે, હું મારી જિંદગીમાં તેને ક્યારેય મળ્યો નથી. મને સુશાંતના મૃત્યુ પછી તેના વિશે ખબર પડી. કોઈએ આ વાતો ફેસબુક વોલ પર લખી અને તેને એક આખી ફિલ્મની સ્ક્રિપ્ટની જેમ વાઈરલ કરી દીધી.
સૂરજના પિતાએ કહ્યું-‘જે લોકો પાસે કામ નથી, તે લોકો અફવાફેલાવી રહ્યા છે’
આ વિવાદને લઈને સૂરજનો પરિવાર પણ મુશ્કેલીમાં છે. તેના પિતા આદિત્ય પંચોલીએ કહ્યું, મારા દીકરાને કેમ આ વાતમાં સામેલ કરો છો? હકીકત સામે આવી જ જશે, પરંતુ જો મારા દીકરાએ કઈ કરી લીધું, તો તેનો દોષી કોણ? ઉપરથી જોવાની વાત તો એ છે કે લોકો મને સાંત્વનાના મેસેજ કરી રહ્યા છે કે ડરશો નહિ, બધું સારું થઇ જશે. જે લોકો પાસે કામ નથી, તે લોકો અફવાફેલાવી રહ્યા છે, પરંતુ અંતે હું પણ એક માણસ છું. હું ક્યાં સુધી આ બધું સહન કરીશ?
‘સુશાંત અને મારા વચ્ચે કોઈ દુશ્મની નહોતી’
સૂરજ પંચોલી બોલી રહ્યો છે કે, સુશાંત અને મારા વચ્ચે કોઈ દુશ્મની નહોતી. તે સિનિયર અભિનેતા હતો અને ઘણો સફળ પણ. હું તેની આજુબાજુ પણ ક્યારેય ગયો નથી. હું તેના માટે દૂર-દૂર સુધી કોઈ જોખમ નહોતો. તે મને નાના ભાઈની જેમ ટ્રીટ કરતો હતો. જ્યારે પણ અમે મળીએ તો મારી ફિલ્મો વિશે અને ફિટનેસને લઈને વાત કરતા હતા.
‘સુશાંત સાથે ઝઘડવાનું પણ થયું નથી’
3 વર્ષ પહેલાં જ્યારે અમારા બંને વચ્ચે ઝઘડાના સમાચાર વાઈરલ થયા હતા ત્યારે તે મારી પાસે આવ્યો હતો. તેણે મને કહ્યું કે, ભાઈ એક ફાલતુ આર્ટિકલ આવ્યો અને અને સલમાન ભાઈ મારાથી દુ:ખી છે. આ વાતની ચોખવટ માટે સ્ટેટમેન્ટ આપીશ? અમે બંને એક મિત્રને ત્યાં ડીનરમાં મળ્યા હતા. ફની ફોટો ક્લિક કરાવ્યા અને ઝઘડી રહ્યા હોય તેવા પોઝ પણ આપ્યા, પરંતુ અમે ઝઘડતા નહોતા. અમારા બંને પાસે એકબીજાનો નંબર હતો. તેણે મને પોતાની ફિલ્મની સ્ક્રીનીંગમાં પણ બોલાવ્યો હતો અને હું ‘રાબ્તા’ની સ્ક્રીનીંગમાં ગયો હતો. અત્યાર સુધી અમે આશરે 4-5 વાર મળ્યા છીએ.
સલમાન ખાન હંમેશાં ડિફેન્ડ કેમ કરે છે?
તે મારા માટે આવું કેમ કરશે ? સલમાન ખાન મારી પ્રથમ ફિલ્મના પ્રોડ્યુસર હતા. તેમણે મને એક તક આપી. તેના પછી મારી પોતાની જર્ની છે. તેઓ મારા ભવિષ્ય માટે જવાબદાર નથી. દરેકને પોતાનો રસ્તો જાતે બનાવવો પડે છે. હું સલમાન સર પર નિર્ભર ના રહી શકું. તેમને ગોડફાધર બનાવીને ના રાખી શકું. હું તેમની પર ક્યારેય નિર્ભર પણ રહ્યો નથી અને ના તેમણે આવું ઈચ્છ્યું પણ છે.
વારંવાર વિવાદોમાં સલામ ખાન કેમ ફસાય છે?
જ્યારે તમને સલમાન ખાન લોન્ચ કટે છે તો નેપોટિઝ્મની ડિબેટ ચાલે છે, પણ તેની સાથે મારે કોઈ લેવા-દેવા નથી. મેં વર્ષ 2010માં અસિસ્ટંટ ડિરેક્ટરની રીતે નાની ઉંમરમાં કામ કરવાનું શરુ કર્યું હતું. તે ફિલ્મ ગુઝારિશ હતી. તેના બે વર્ષ પછી મેં એક થા ટાઈગર કરી હતી. ત્યાં હું સલમાન સરને મળ્યો અને તેમણે મને કહ્યું કે, તેઓ ફિલ્મ બનાવશે તો મને લોન્ચ કરશે. કારણકે તેમણે મારામાં ટેલેન્ટ જોયું. તેમણે મને કહ્યું હતું કે મારે અભિનેતા બનવું છે તો ઘણી મહેનત કરવી પડશે. એવું નથી કે તમે કોઈ દિવસ ઉઠ્યા અને હીરો બની ગયા.
‘કાઈ પો છે’ ફિલ્મનું ઓડિશન આપ્યુંહતું
મેં કાઈ પો છે ફિલ્મનું ઓડિશન આપ્યું હતું અને તે રિજેક્ટ થયું. ત્યારબાદ મેં પોતાના પર કામ કર્યું. 2 વર્ષ પછી મને હીરો ફિલ્મ મળી. મારી માતા 60 વર્ષની છે અને 30 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે. તે આજે પણ ફિલ્મ માટે ઓડિશન આપે છે આથી જ આ એક માન્યતા છે કે સ્ટાર કિડ્સને ઓડિશન આપવું પડતું નથી.
આ બધી વસ્તુઓ મને ઘણી અસર કરે છે, અત્યાર સુધીના વિવાદોને લીધે મને ઠેસ પહોચી છે. મને નથી ખબર હું ક્યાં જઉં ? 8 વર્ષથી જિયા ખાનનો કેસ સોલ્વ થઇ રહ્યો નથી કારણ કે રાબિયા ખાનમાં કોર્ટમાં આવતા નથી. હું 21-22 વર્ષનો હતો ત્યારે મારે CBIને ફેસ કરવું પડ્યું હતું. મેં પોલીસ સાથે કોઓપરેટ પણ કર્યું. હકીકત જાણવા મેં બધું કર્યું. કોર્ટની એક પણ ડેટ ભૂલી નથી. મને તાવ આવતો હોય તો પણ હું કોર્ટમાં જઉં છું, પણ ફરીયાદી રાબિયા ખાન કોર્ટમાં આવતા નથી તો શું કરવું? તેઓ શું ઈચ્છે છે તેની મને ખબર નથી.
આજે ઉદિત નારાયણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 40 વર્ષ પૂરા કર્યા છે. આ જ તારીખે 1980માં તેમની પહેલી ફિલ્મ ઉન્નીસ બીસ આવી હતી. રાજેશ રોશને સંગીત આપ્યું હતું. અમિત ખન્ના ગીતકાર હતા. તે સોન્ગ ઉદિત નારાયણે મોહમ્મ્દ રફી સાથે ગાયું હતું. ઇન્ડસ્ટ્રીમાં 40 વર્ષ પૂરા થવાની ખુશીમાં ઉદિત નારાયણ તેમની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી રહ્યા છે. આ 40 વર્ષની જર્નીમાં તેમને 2 વાર પદ્મ અવોર્ડ મળ્યા છે. 5 વખત ફિલ્મ ફેર અવોર્ડ મળ્યા છે. 40 ભાષાઓમાં તેઓ ગીત ગાઈ શકે છે. આ સફળતા તેમને સરળતાથી મળી નથી.
દિવ્ય ભાસ્કર એપ સાથે ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે, 1980 પહેલાં કામ મેળવવાનો સંઘર્ષ અલગ હતો. 6થી 7 લોકો સાથે મુંબઈમાં રૂમ શેર કરતો હતો. જે નાના ગામડાંમાંથી આવ્યો હતો ત્યાં પિતા ખેડૂત હતા. તેઓ ડોક્ટર એન્જિનિયર બનવાનું કહેતા પણ પેશન કંઈક અલગ હતું. સંઘર્ષના દિવસોમાં લોકો કહેતા પણ હતા કે હવે આ કોઈ કામનો નથી રહ્યો. મુંબઈમાં ટેલેન્ટ હોવા છતાં બધા મોટા સંગીતકારના દરવાજા ખખડાવ્યા. ચાપલુસી પણ કરી. ત્યારે જઈને પહેલું કામ મળ્યું. પછી 1988માં કયામત સે કયામત તક આવી અને ત્યારબાદ ક્યારેય કોઈ વખત પાછળ ફરીને ન જોયું.
એક્સટોર્શન મની માટે ધમકીના કોલ આવતા હતા
1998માં કુછ કુછ હોતા હૈથી સફળ થયા બાદ પણ એક અલગ સંઘર્ષ શરૂ થયો. સતત ધમકીઓ મળવા લાગી. કહેવામાં આવતું કે ઘણા હવામાં ઊડો છો. એક્સટોર્શન મની માટે ફોન આવવા લાગ્યા. કામ પણ છોડવા માટે કહેવામાં આવ્યું. એક ગ્રુપ હતું, જેને મારા નામની સુપારી આપી હતી, જે મારા કામથી ઈનસિક્યોર હતા. આ તો સારું થાય મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું જેને મને સતત મદદ કરી. પહેલા 1998માં તત્કાલીન પોલીસ કમિશનર એમ એન સિંહે મને બે પોલીસ ઓફિસર આપ્યા. ત્યારબાદ રાકેશ મારિયા આવ્યા તો તેમણે પણ મને સાવધાન રહેવા કહ્યું. તેમણે પણ મને સુરક્ષા આપી. આ વાતો પોલીસ રેકોર્ડમાં સામેલ છે.
2019 સુધી ધમકીના કોલ આવતા
એક સમયે લખનઉથી મારા નામની સુપારી લઈને અમુક લોકો નીકળી પણ પડ્યા હતા. જોકે, તેમને પોલીસે પકડી લીધા હતા. વધુ એકવાર આવું થયું જ્યારે મારા પર હુમલો થવાનો હતો. ધમકીઓની બીકમાં હું લગભગ 1998થી 2019 સુધી રહ્યો. હર બે-ચાર મહિનામાં ધમકીનો કોલ આવી જ જતો. ઘણીવાર તો મારી નાખવાની ધમકી પણ મળતી હતી. ગાળો તો દરેક કોલમાં કોમન રહેતી હતી.
22 વર્ષ સુધી બીકમાં જીવન પસાર કર્યું
મારે સમજાવું પડતું હતું કે ભાઈ આવું નથી. હું વધુ પૈસા નથી કમાતો. એક ગીતના 15થી 20 હજાર રૂપિયા જ મળે છે. કોઈ બીજાના હક પર તો હાથ મારી નથી રહ્યો, પણ તેઓ કોઈ વાત સમજવા તૈયાર ન હતા. સતત 22 વર્ષ સુધી મેં ધમકીની બીકમાં જીવન પસાર કર્યું.
ઘણીવાર ડિપ્રેશનમાં આવી ગયા
ધમકી આપનારનો હેતુ મને સ્ટ્રેસ આપવાનો રહેતો જેથી હું સારું પરફોર્મ ન કરી શકું. શરૂઆતમાં હું ડરી જતો. ઘણી રાત સૂતા વગર પસાર થતી હતી. ઘણીવાર ડિપ્રેશનમાં આવી ગયો. આત્મહત્યા કરવાના વિચાર પણ આવ્યા પણ એક આર્મી મેનની જેમ મક્કમ રહ્યો.
જિંદગી સરળ તો નથી. મુશ્કેલીનો સામનો ક્યારેક સામી છાતીએ કર્યો તો કોઈવાર નરમાશ રાખી કર્યો. 1998થી 2002 સુધી મારી સાથે બે મશીન ગનધારી પોલીસ ઓફિસર સાથે રહેતા હતા.
ચાકુ લઈને લખનઉથી લોકો મારવા આવ્યા હતા
એક ઘટના 2011ની છે. ત્યારે હું મુંબઈના સહારા ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસેથી સરસ્વતી પૂજા કરીને આવી રહ્યો હતો. તે સમયે પણ ફોન પર ફોન આવ્યા કે સાવધાન થઇ જાઓ કે લખનઉથી લોકો નીકળ્યા છે તને મારવા માટે. જોકે રાત્રે ન્યૂઝ ટીવી પર આવી ગયા. જોયું કે જે લોકો મને મારવાના હતા તેમાં એક પાસે ચાકુ હતું. તેમણે સ્ટેટમેન્ટ પણ આપ્યું કે સિંગર ઉદિત નારાયણને મારવા માટે સુપારી આપવામાં આવી હતી. તે સમયે રાકેશ મૌર્યાજી પોલીસ કમિશનર હતા. તેમને મળવા ગયો હતો તો તેમણે કહ્યું કે, મેં કહ્યું હતું તમારે સાવધાન રહેવાની જરૂર છે કંઈક તો ગડબડ છે તમારા વિરુદ્ધ. તેમણે પણ મને એક ગનર આપ્યો.
જેટલી મોટી મંઝિલ એટલી જ વધુ અડચણો
22 વર્ષ જે ધમકીની બીકમાં રહ્યા તેમાં ઘણીવાર ક્રાઇમ બ્રાન્ચમાં જવાનું થયું. આલગ-અલગ ટાઈમના કમિશનરને મળતો રહ્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ 40 વર્ષ મને ખૂબ પ્રેમ આપ્યો છે. હું તેનો આભારી છું. મેં મારા જીવનની તકલીફો અને ધમકીઓથી આ જ શીખ્યું છે કે તમારી મંઝિલ જેટલી મોટી હશે, તમારી સામે અડચણો પણ એટલી જ હશે. તેનાથી ડરવું નહીં, મક્કમ થઈને રહેવાનું.
આજે 5 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા છે. આજના પાવન અવસરે અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર ગુરુ પૂર્ણિમાની શુભકામના આપી છે. તેમણે પિતા હરિવંશ રાય બચ્ચન સાથેનો ફોટો શેર કરી કબીરદાસની પંક્તિ શેર કરી હતી.
અમિતાભ બચ્ચને પોસ્ટમાં કબીરની પંક્તિ લખી તેનો અર્થ પણ સમજાવ્યો હતો. તેમણે લખ્યું કે, ગુરુપૂર્ણિમાના શુભ અવસર પર, ચરણ સ્પર્શ, નમન, આપણા ગુરુ દેવ ગુરુ પરમ... પરમ પૂજ્ય પિતા જી. કબીરદાસે સત્ય કહ્યું છે કે જો ભગવાન નારાજ થઇ જાય તો ગુરુનો સહારો રહે છે પરંતુ ગુરુ નારાજ થાય ત્યારે કોઈ સહારો રહેતો નથી, કોઈ રસ્તો બચતો નથી. ગુરુ વિના જ્ઞાન નથી, ગુરુ વિના સંસ્કૃતિ નથી. સંસ્કૃતિ વગર સંસ્કાર નથી, સંસ્કાર વગર આચરણ નથી. આચરણ વગર આદર નથી, આદર વગર મનુષ્યતા નથી. ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર બધાને હાર્દિક શુભકામનાઓ. આજે ગુરુ પૂર્ણિમા પર મારા ગુરુજીના ચરણોમાં પણ કોટી કોટી નમન.
દેશમાં કોરોના વાઇરસની મહામારી ફેલાયા બાદ આજે એકપણ ઇન્ડસ્ટ્રી એવી નથી જેને નુકસાન ન પહોંચ્યું હોય. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીએ પણ કરોડોનું નુકસાન વેઠ્યું છે. તેમજ, ટીવી પર ઘણા શો બંધ કરવાની નોબત આવી ગઈ છે. પરંતુ કોરોનાકાળમાં TV-OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મને મોટો ફાયદો થયો છે. કેટલીક એવી ફિલ્મો છે જે થિયેટર્સને બદલે આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે અને ભવિષ્યમાં થવા જઈ રહી છે. આ બદલાતા ટ્રેન્ડના કારણે દર્શકોની સાથે નવા પ્લેટફોર્મને પણ ફાયદો પહોંચ્યો છે.
OTT માર્કેટ લેન્ડસ્કેપ રિપોર્ટ 2020માં જણાવ્યાનુસાર, ભારતમાં અત્યારે વીડિયો, મ્યૂઝિક, પોડકાસ્ટ અને ઓડિયો સ્ટ્રીમિંગ કેટેગરીના 95 OTT પ્લેટફોર્મ છે. લોકડાઉન શરૂ થતાં માર્ચથી શરૂ થઇને અત્યાર સુધી OTT પ્લેટફોર્મ પર ઇન્ડિયન યુઝર્સના એવરેજ ટાઇમ સ્પેન્ડમાં આશરે 60%નો વધારો થયો છે.
દરેક પ્રકારના યુઝર્સ માટે તેમને ગમે એવું કન્ટેન્ટ
કોરોના લોકડાઉનને કારણે ત્રણ મહિનામાં જ્યારે થિયેટર્સ બંધ થઈ ગયા તો લોકો માટે ટીવી અને મોબાઇલ-લેપટોપ પર ચાલનારા OTT પ્લેટફોર્મ એન્ટરટેઇનમેન્ટનું સાધન બન્યા. આ દરમિયાન તેના દર્શકોમાં ઘણો વધારો નોંધાયો. ત્રણ મહિના લોકો સતત તેમના ઘરમાં બંધ રહ્યા. એવામાં ટીવી શોઝ સાથે મહિલાઓ અને ગૃહિણીઓએ ન્યૂઝ ચેનલોમાં પણ રસ દાખવ્યો.
ઓરમેક્સ મીડિયાના શૈલેષ કપૂરનુંમાનવું છે કે, આવનારા બે વર્ષો સુધી ન્યૂઝ ચેનલ્સને ફાયદો થવાનો છે. જ્યાં સુધી કોરોના વાઇરસ સાથે સંકળાયેલા સમાચારો ન્યૂઝ ચેનલો પર બતાવવામાં આવશે, લોકોનો રસ તેમાંથી ઓછો નહીં થાય.
OTT પ્લેટફોર્મને ફાયદો
લોકડાઉન સાથે જ દેશભરમાં થિયેટર્સને પણ તાળાં લાગી ગયાં છે. એવામાં તમામ થિયેટર્સ લવર્સ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર અને અને અન્ય OTT પ્લેટફોર્મ તરફ વળ્યા છે.
પરિણામે હવે મહિનાઓથી અટકેલી ફિલ્મોને પણ આ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. તેમજ, ઘણા મોટા OTT પ્લેટફોર્મવાળાઓએ પણ આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતા ફિલ્મોના રાઇટ્સ ખરીદવા માટેમોટી રકમ ઇન્વેસ્ટ કરવાનો પ્લાન બનાવ્યો છે.
આ ફિલ્મો ડિજિટલી રિલીઝ થશે
આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ગુલાબો-સિતાબો 12 જૂનના રોજ એમેઝોન પ્રાઇન પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ પેલા થિયેટરમાં રિલીઝ થવાની હતી. પરંતુ લોકડાઉનની પરિસ્થિતિ જોતા મેકર્સે આ ફિલ્મને ડિજિટલી રિલીઝ કરવાનો નિર્ણય કર્યો. આ ઉપરાંત, આ ફિલ્મો પણ ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
દિલ બેચારા – ડિઝ્ની પ્લસ હોટસ્ટાર – 24 જુલાઈ
શકુંતલા દેવી – એમેઝોન પ્રાઇમ – 31 જુલાઈ 2020
ગુંજન સક્સેના – નેટફ્લિક્સ
ઝુંડ – એમેઝોન પ્રાઇમ
લુડો – એમેઝોન પ્રાઇમ
લક્ષ્મી બોમ્બ – ડિઝ્ની પ્લસ હોટસ્ટાર
સડર 2 – ડિઝ્ની પ્લસ હોટસ્ટાર
ભુજ – પ્રાઇડ ઓફ ઇન્ડિયા – ડિઝ્ની પ્લસ હોટસ્ટાર
બિગ બુલ - ડિઝ્ની પ્લસ હોટસ્ટાર
લુટકેસ - ડિઝ્ની પ્લસ હોટસ્ટાર
ખુદા હાફિઝ - ડિઝ્ની પ્લસ હોટસ્ટાર
આ ફિલ્મો સિવાય ઇંદુ કી જવાની, રૂહી અફ્ઝા, મિમી વગેરે જેવી ફિલ્મો પણ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે સલમાન ખાનની ફિલ્મ રાધે પણ ડિજિટલી રિલીઝ થશે. જો કે, મેકર્સે મોટું બજેટ રિકવર ન થઈ શકવાને કારણે આ વિચાર માંડી વાળ્યો છે.
IPL ન થવાથી હોટસ્ટારને નુકસાન
ઓરમેક્સ મીડિયાના શૈલેષ કપૂર જણાવે છે કે, દર વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવતી હતીસ જેને કારણે યુવાનો દ્વારા બહુ સબ્સ્ક્રિપ્શન્સ મેળતાં હતાં. પરંતુ આ વર્ષે આ રોગચાળાને કારણે IPL ન યોજાઈ અને હોટસ્ટારને બહુ નુકસાન વેછવું પડ્યું. હવે હોટસ્ટારે ડિઝ્નીનું કન્ટેન્ટ પણ બતાવવાની શરૂઆત કરી, જેનાથી થોડું ઘણું બેલેન્સ જળવાઈ રહ્યું. હોટસ્ટારે ડિઝ્ની પ્લસ હોટસ્ટાર VIP શરૂ કર્યું છે, જેમાં ઘણી મોટી ફિલ્મો દર્શાવવામાં આવશે. જેથી, વધુ દર્શકોને આકર્ષિત કરી શકાય.
હવે પ્રોડ્યુસર્સના ધક્કા નહીં ખાવા પડે – સુભાષ ઘાઈ
નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને અભિલાષા પ્રોડક્શને તાજેતરમાં જ ઇન્ટરનેશનલ વેબીનાર ઇનસાઇટ 8.0નું આયોજન કર્યું હતું. તેમાં બોલિવૂડ અને હોલીવુડની હસ્તીઓ સામેલ થઈ હતી. તેમાં ડિજિટલ મીડિયાના વિસ્તરણ દ્વારા સર્જાયેલી તકો અને સિનેમા દ્વારા આવતા પડકારોની ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇએ જણાવ્યું હતું કે, કોવિડ -19 દરમિયાન OTT પ્લેટફોર્મ વિસ્તર્યું હોય પરંતુ દેશમાં મલ્ટીપ્લેક્સ અને થિયેટર્સનો કોઈ વિકલ્પ નથી.
વેબ સિરીઝ અથવા ફિલ્મ દરેક માટે સૌથી મહત્ત્વપૂર્ણ કન્ટેન્ટ છે. લોકો લોકલ કન્ટેન્ટ પસંદ કરે છે. પરંતુ તેને કહેવાની રીત આવવી જોઇએ. સુભાષ ઘાઇના કહેવા પ્રમાણે, ડિજિટલ પ્લેટફોર્મ હોવાને કારણે કોઈ પણ પ્રોડક્શન હાઉસના હવે ધક્કા ખાવાની જરૂર નથી. જો કન્ટેન્ટ મજબૂત હશે તો તેને બતાવવા કોઇપણ તૈયાર થઈ જશે અને પછી તે આવકનું સાધન બનશે.
જૂના શોના ફરીથી પ્રસારણને કારણે ચેનલની TRP વધી છે
કોવિડ 19 ને કારણે તમામ ટીવી શોનું શૂટિંગ 19 માર્ચથી બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ દૂરદર્શન સહિત અનેક ચેનલોએ 90 ના દાયકાના લોકપ્રિય શોને ફરીથી પ્રસારિત કરવાનું નક્કી કર્યું હતું. 'રામાયણ' અને 'મહાભારત' શોને એટલો પ્રેમ મળ્યો કે ટોપ 10 ચેનલોના લિસ્ટમાં બહાર નીકળી ગયેલા દૂરદર્શનના શો એકવારમાં જ પ્રથમ નંબર પર પહોંચી ગયા. તેમજ, આ શો BARCની TRP રિપોર્ટ લિસ્ટમાં પણ ફર્સ્ટ આવ્યો.
રામાયણ શોના ફરી પ્રસારણે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
લોકડાઉન પછી, રામાનંદ સાગરનો લોકપ્રિય શો 'રામાયણ' 27 માર્ચથી ફરીથી પ્રસારણ કરવામાં આવ્યો હતો. શોનો પહેલો એપિસોડ 1 કરોડ 70 લાખ લોકોએ જોયો. આ શોને એટલો પ્રેમ મળ્યો કે તેણે વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો. ચેનલને ટ્વિટર પર જાણ કરવામાં આવી હતી કે રામાયણના રિપ્લેએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
આ શોને 7.7 કરોડ દર્શકોએ જોયો છે. આ સાથે તે વિશ્વનો સૌથી વધુ જોવાયેલ શો પણ બની ગયો. દૂરદર્શન બાદ હવે તેને સ્ટાર ભારત પર બતાવવામાં આવી રહેયો છે અને તે હજી પણ TRPના લિસ્ટમાં ટોપ પર છે.
લોકડાઉનના કારણે આ શો ઓફ એર થશે
ત્રણ મહિનાના લોકડાઉનને કારણે હવે ઘણા શો ટૂંક સમયમાં બંધ થઈ રહ્યા છે. આમાં 'એક્સ્ટ્રીમ 2', 'નજર 2', 'દિલ જૈસે ધડકને દો', 'પટિયાલા બેબ્સ', 'ઇશારો-ઇશારો મેં', 'દાદી અમ્મા દાદી અમ્મા માન જાઓ', 'ઇશ્ક સુભન અલ્લાહ', 'યે જાદૂ હૈ જીન્ન કા' વગેરે સામેલ છે.
મેકર્સનું માનવું છે કે, ત્રણ મહિના પછી શો શરૂ કરવા પર દર્શકોને ફરીથી વાર્તા સાથે કનેક્ટ કરી શકવા બહુ મુશ્કેલ હશે. તેથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે બીજા સમાચાર એ પણ છે કે એકતા કપૂરનો શો 'નાગિન 4' પણ ટૂંક સમયમાં પૂરો થઈ જશે અને 'નાગિન 5' શરૂ થશે. તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
Modi offered this advice to party workers and leaders at a videoconference, 'seva hi sangathan', where he took stock of the assistance BJP workers provided to people during the countrywide lockdown
સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડને 21 દિવસ થઈ ગયા છે. 14 જૂનના રોજ સુશાંતે પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. તે છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો. સુશાંતના અવસાન બાદથી ચાહકો દાવો કરી રહ્યાં છે કે નેપોટિઝ્મને કારણે સુશાંતની આવી હાલત થઈ. આ વાતને ધ્યાનમાં લઈને સુશાંતના જીજાજી વિશાલ કીર્તિએ થોડાં સમય પહેલાં જ ‘નેપોમીટર’ નામની એક એપ લોન્ચ કરી હતી.
સુશાંતને આ રીતે શ્રદ્ધાંજલિ પાઠવી
વિશાલના મતે, આ એપથીનેપોસ્ટિક તથા ઈન્ડિપેન્ડેન્ટ બોલિવૂડ ફિલ્મ તથા ટીવી શો અંગે સ્કોર તથા રેટિંગ જાણવામાં મદદ મળશે. હવે વિશાલે આ એપના મૂળ ઉદ્દેશ અંગે વાત કરી હતી. વિશાલના મતે, આ એપથી સુશાંતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને પ્રોફિટનો કોઈ હેતુ નથી.
વિશાલે ટ્વીટ કરી
વિશાલે ટ્વીટમાં કહ્યું હતું, અમે હજી પણ દુઃખી છીએ. અમારું ફોકસ હવે એકબીજાનું ધ્યાન રાખવામાં છે. મેં મારા ભાઈનો નેપોમીટરનો આઈડિયા એટલા માટે શૅર કર્યો કે જેથી લોકો પોતાની પસંદ અંગે જણાવી શકે. આ સુશાંતને નાનકડી શ્રદ્ધાંજલિ છે. આ કોઈના ફાયદા માટે બનાવવામાં આવી નથી. મહેરબાની કરીને ધીરજ રાખો, આ અમારી પહેલી પ્રાથમિકતા નથી.
We’re still grieving.Our focus now is to take care of each other.I shared my brother’s idea of Nepometer because it enables people to make informed choices. It’s a small tribute to Sushant. It’s a not for profit voluntary effort.Please stay patient since it isn’t our 1st priority
25 જૂને એપ લોન્ચ કરી હતી
25 જૂને વિશાલે એપને લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. નેપોમીટરની ટ્વીટને રી-ટ્વીટ કરીને કહ્યું હતું, ‘મારા ભાઈ મયુર કૃષ્ણે મારા સાળા સુશાંત સિંહ રાજપૂતની યાદમાં બનાવી છે.’
કેવી રીતે કામ કરે છે નેપોમીટર?
નેપોમીટરમાં પાંચ કેટેગરીમાં (પ્રોડ્યૂસર, લીડ કાસ્ટ, સપોર્ટિંગ કાસ્ટ, ડિરેક્ટર તથા રાઈટર) એ વાત નક્કી કરવામાં આવશે કે ફિલ્મમાં કેટલાં લોકો નેપોટિઝ્મથી આવ્યા છે. નેપોમીટરમાં આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’ને 98 ટકા નેપોટિસ્ટિક રેટિંગ મળ્યું છે, આ ફિલ્મમાં ચાર કેટેગરીના લોકો નેપોટિઝ્મથી આવ્યા છે.
બોલિવૂડમાંથી નેપોટિઝ્મ હટાવવા માટેની પહેલ
નેપોટિઝ્મ એપ શરૂ કરવાનો હેતુ બોલિવૂડમાં ચાલતા નેપોટિઝ્મને હટાવવાનો પણ છે. નેપોમીટરના ટ્વિટર હેન્ડલ પર માહિતી આપવામાં આવી છે કે રેટિંગ 40 ટકા સુધી રહેશે તો તેને સારી માનવામાં આવશે, 70 ટકા સુધી જોવા લાયક તથા 98 ટકા હશે તો તેને નેપોટિસ્ટિક માનવામાં આવશે.
#Sadak2 is 98% Nepotistic. We rated it based on 5 categories, Producer, Lead Artists, Supporting Artists, Director & Writer. 4 out of 5 categories have Bollywood Family members. When #nepometer is high it’s time to #boycottbollywood
Will you watch this movie? Tell us in comments pic.twitter.com/LqZFhE6bk8