Sunday, July 5, 2020

સોની રાઝદાને ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ સેક્શન બંધ કર્યું, લખ્યું - ફરી ઓન ત્યારે કરીશ જ્યારે નફરત કરનારાને કોઈ બીજો ટાર્ગેટ મળી જશે

આલિયા ભટ્ટની માતા અને મહેશ ભટ્ટની પત્ની સોની રાઝદાને ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ સેક્શન ઓફ કરી દીધું છે. આ વાતની જાણકારી સોનીએ ખુદ એક પોસ્ટ શેર કરીને આપી છે. તેઓ આ વાતને લઈને દુઃખી છે પરંતુ તેમનું માનવું છે કે જ્યારે આ નફરત કરનારા લોકોને કોઈ અન્ય ટાર્ગેટ મળી જશે ત્યારે તે ફરીથી કમેન્ટ સેક્શન ઓન કરી દેશે.

મીમ શેર કરી પોતાની વાત રજૂ કરી
સોનીએ પોસ્ટમાં એક મીમ શેર કર્યું જેમાં પૃથ્વીના બે ગોળા છે. તેના પર લખ્યું હતું- દુનિયા તમારા મંતવ્ય પહેલાં અને પછી. સોનીએ લખ્યું, આ ફોટો ઘણો ગમ્યો. ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર તમારા બધાના રિએક્શન અને કમેન્ટ્સ ઘણા ગમતા હતા. પણ અફસોસ છે કે આ બંધ કરવું પડશે કારણકે આના પર ખરાબ, અપમાનજનક અને બકવાસ કમેન્ટ્સ આવી રહ્યા હતા. અમુક સ્વાર્થી લોકો સિવાય કમેન્ટ્સમાં તે લોકોના નામ લખવામાં આવે છે જેનાથી તેઓ ઈર્ષ્યા કરે છે અથવા તો તેમને આ કામ માટે જ રાખવામાં આવ્યા છે.

પડદા પાછળ ઘણી લડત ચાલી રહી છે જેનાથી આપણે અજાણ છીએ. પરંતુ તે હજુ પણ ચાલી રહી છે. કોઈ વાંધો નહીં. હું ટૂંક સમયમાં જ તમારા બધાના કમેન્ટ સેક્શન ફરીથી ઓન કરી દઈશ. ત્યાં સુધી આ મૂર્ખાઓને નફરત કરવા માટે કોઈ બીજો ટાર્ગેટ મળી જશે. આ વચ્ચે એક વાત યાદ રાખજો, હું તમને પ્રેમ કરું છું અને તમારો આપેલ પ્રેમ પણ મને યાદ છે.

હંસલ મેહતાને જવાબ આપ્યો હતો
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ આલિયાને લોકો સ્ટારકિડ હોવા માટે ટાર્ગેટ કરી રહ્યા છે. આ મુદ્દે સોનીએ હંસલ મેહતાના ટ્વીટને રી-ટ્વીટ કરીને લખ્યું હતું કે આજે જે લોકો નેપોટિઝ્મ પર બોલી રહ્યા છે તે જ લોકો કાલે તેમના બાળકોની મદદ કરશે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા ઈચ્છશે. તેઓ તેમને ઇન્ડસ્ટ્રીમાં આવતા રોકશે નહીં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Soni Razdan locked her comments section on Instagram


from Divya Bhaskar https://ift.tt/2YXKLxc
https://ift.tt/3e8q2eJ

સુશાંતે જે કપડાથી ફાંસી લગાવી હતી તેને ટેન્સિલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું, કપડું વજન ઉઠાવી શકે એમ હતું કે નહીં તેની તપાસ થશે

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં અત્યારસુધી જે રિપોર્ટ્સ સામે આવ્યા છે તેમાં આત્મહત્યા હતી એવી વાત જ સામે આવી છે. પરંતુ હવે પોલીસે ફાંસી માટે વપરાયેલ કપડાને તપાસ માટે મોકલ્યું છે. તેને ટેન્સિલ ટેસ્ટ માટે મોકલ્યું છે. આ ટેસ્ટથી ખબર પડશે કે તે કપડું સુશાંતના શરીરનું વજન ઉઠાવી શકવા લાયક હતું કે નહીં. આનાથી સુશાંતની હત્યા તો નથી થઇને આ વાતની શંકા ફરીવાર દૂર થઇ જશે.

લીલા નાઈટગાઉનથી ફાંસી લગાવી હતી
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુશાંતના ઘરેથી કોઈપણ સુસાઇડ નોટ મળી નથી. સુશાંતે 14 જૂને તેના ઘરની સીલિંગમાં ફાંસી લગાવીને દુનિયાને અલવિદા કહ્યું. ફાંસી માટે તેણે કોટનનું નાઈટગાઉન યુઝ કર્યું હતું. સુશાંતના મૃત્યુ બાદ પોલીસ તપાસ દરમ્યાન સ્પોટથી વાઇરલ થયેલ વીડિયોઝમાં તે નાઈટગાઉન લીલા રંગનું દેખાયું હતું.

3 દિવસમાં રિપોર્ટ આવશે
શુક્રવારે 3 જુલાઈથી ચાલી રહેલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે આ નાઈટગાઉન કેમિકલ અને ફોરેન્સિક તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી કલિનામાં મોકલ્યું છે. રિપોર્ટ રવિવાર અથવા સોમવારે આવી શકે છે. પોલીસ અનુસાર મૃત્યુનું યોગ્ય કારણ જાણવા માટે ફોરેન્સિક એક્સપર્ટ સુશાંતના ગળાની આસપાસ ફાંસી લગાવાથી બનેલ નિશાનોની પણ તપાસ કરશે.

ટેન્સિલ ટેસ્ટ અને સ્ટ્રેન્થ શું હોય છે
ટેન્સિલ સ્ટ્રેન્થ અથવા તણાવની ક્ષમતા એ મહત્તમ ભાર હોય છે, જે કોઈપણ પદાર્થ ખેંચવા પર તૂટ્યા વગર સહન કરી શકે છે. સુશાંતનું વજન લગભગ 80 કિલો હતું. તપાસમાં આ વજન ઉઠાવાની ક્ષમતા તપાસ કરવામાં આવશે. સુશાંતના ફોનની ફોરેન્સિક રિપોર્ટ હજુ આવવાની બાકી છે. સામાન્ય રીતે FSL સાથે સંબંધિત કેસમાં રિપોર્ટ પ્રાપ્ત કરવામાં 8થી 10 દિવસ લાગે છે. પરંતુ આ કેસ સેન્સિટિવ છે માટે એક્સપર્ટ તપાસમાં કોઈપણ પ્રકારની ભૂલથી બચવા માટે સાવધાની રાખી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput Suicide case| Cloth used by sushant singh to hang himself to undergo tensile test


from Divya Bhaskar https://ift.tt/2Z32zHv
https://ift.tt/2NTFnVC

પાયલ રોહતગીનો ખુલાસો, યશરાજના કાસ્ટિંગ ડિરેક્ટરે માત્ર મળવા માટે 5 હજાર રૂપિયા લીધા હતા

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ અને કેમ્પિંગ જેવા મુદ્દે સતત વિવાદ ચાલી રહ્યો છે. મોટા ફિલ્મમેકર્સ અને પ્રોડક્શન હાઉસ પર આરોપ લાગી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો આગળ આવીને આપવીતી શેર કરી રહ્યા છે. હાલમાં એક્ટ્રેસ પાયલ રોહતગીએ યશરાજ પ્રોડક્શનના કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે, ઇન્ડસ્ટ્રીમાં નામ હોવા છતાં શાનુએ તેની સાથે એકવાર મળવા માટે પણ પૈસા લીધા હતા.

પાયલ રોહતગીએ ટ્વિટર પર યશરાજ પ્રોડક્શન સાથે જોડાયેલ એક મોટો ખુલાસો કર્યો છે. એક વીડિયોમાં પાયલે જણાવ્યું કે, જ્યારે હું નાની ફિલ્મોમાંથી મોટી ફિલ્મોમાં જવાની ટ્રાય કરતી હતી ત્યારે યશરાજના કાસ્ટિંગ ડિરેક્ટર શાનુએ મને મળવાની ના પાડી દીધી. જ્યારે પાયલે ઘણી વિનંતી કરી ત્યારે શાનુએ માત્ર મળવા અને ફોટો જોવા માટેના 5000 રૂપિયા માગ્યા હતા. પાયલે આગળ કહ્યું કે જ્યારે આ કાસ્ટિંગ એજન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલ લોકો સાથે આવું કરી શકે છે તો ખબર નહીં આ ન્યૂકમર્સ સાથે શું કરતા હશે.

સુશાંત સિંહના મૃત્યુ બાદ પોલીસે યશરાજ પ્રોડક્શનને પણ તપાસમાં સામેલ કરેલ છે. પોલીસે સુશાંત સાથેના ફિલ્મના કોન્ટ્રાક્ટની કોપી મગાવી હતી જે પ્રોડક્શન હાઉસે જમા કરાવી દીધી હતી. ઉપરાંત કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યા હતા. યશરાજ બેનર હેઠળ બનેલ સુશાંત સ્ટારર ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સ અને બ્યોમકેશ બક્ષી ફિલ્મનો કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ જ હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Payal Rohatgi revealed, Yash Raj's casting director took 5 thousand rupees just to meet me


from Divya Bhaskar https://ift.tt/2Azffwg
https://ift.tt/3f26zxh

નેપોટિઝ્મને સપોર્ટ કરનારી તાપસી પન્નુ પર કંગના રનૌતે ગુસ્સે થઇને લખ્યું-‘શરમ આવવી જોઈએ’

સુશાંતનાં મૃત્યુ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મનો વિવાદ શરુ થઇ ગયો છે. આ દરમિયાન તાપસી પન્નુના જૂના ઇન્ટરવ્યૂ સામે આવ્યા છે, જેમાં તેણે કહ્યું છે કે, કંગનાને કામ મળતું નથી અને આથી જ તે નેપોટિઝ્મનો મુદ્દો ઉઠાવે છે. તાપસીના જૂના આર્ટિકલ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યા છે જેમાં કંગનાએ તાપસીને ‘ચાપલૂસ’ કહ્યું છે.

ટ્વિટર યુઝરે તાપસીના વર્ષ 2017માં આપેલા ઇન્ટરવ્યૂ શેર કર્યા છે. તેના જવાબમાં કંગનાની ટીમે લખ્યું કે, ‘ઘણા ચાપલૂસ આઉટસાઈડર્સ વારંવાર કંગનાએ શરુ કરેલા અભિયાનને ખરાબ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ મૂવી માફિયાની જેમ સારી બૂકમાં રહેવા માગે છે. તેમને અવોર્ડ અને ફિલ્મ પણ કંગના પર અટેક કરવા માટે જ મળે છે. આ લોકો એક મહિનાના શોષણનો ભાગ બની જાય છે. તાપસી તને શરમ આવવી જોઈએ.’

કંગનાની ટીમ તરફથી પોસ્ટ કરેલા આ ટ્વીટનો તાપસીએ તેનું રિએકશન આપ્યું છે. તેણે નામ લીધા વગર અમુક કોટેશન શેર કર્યા છે.

આની પહેલાં પણ તાપસી અને કંગના વચ્ચે ઘણીવાર ટ્વિટર પર બોલાચાલી થઇ ગઈ છે. રંગોલીએ તાપસીને સસ્તી કંગના કહ્યું હતું તે સમયે પણ બંને વચ્ચે વિવાદ શરુ થઇ ગયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kangana Ranaut slams taapsee Pannu for supporting nepotism, wrote Shame on you


from Divya Bhaskar https://ift.tt/38rQkXU
https://ift.tt/31LLBPC

સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર 6 જુલાઈના રિલીઝ થશે, ફિલ્મ 24 જુલાઈના ઓનલાઇન સ્ટ્રીમ થશે

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર 6 જુલાઈના રિલીઝ થવાનું છે. સુશાંત સિંહે મુંબઈના તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેના ફેન્સે તેની આખરી ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાની માગ કરી હતી. પરંતુ આ ફિલ્મ 24 જુલાઈના રોજ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર દરેક માટે ફ્રીમાં સ્ટ્રીમ થવાની છે. ફિલ્મના ટ્રેલરને લઈને ઘણી રાહ જોવાઈ રહી છે.

View this post on Instagram

#DilBecharaOnAnyScreen A personal note: Aaj kal, ek alag nazariye se sab kuch dekhne ki koshish kar rahi hoon, socha aap sab ke saath bhi thodi baat kar loon. Iss samay, dard kaafi hai. Aur badhate nahi hai na? Yeh sab akele karna, mushkil kaafi hai. Apne aap ko, iss zidd se, riha kar dete hai na? In mushkilon, ko thoda asaan kar dete hai na. Let’s make this a time to celebrate a legendary life, a film? A time to give a tribute, to embrace these extremely challenging circumstances we all are in. And not a time to revolt, asking for something that in our present reality cannot be made possible. Bloockbuster banani hai, toh apke pyaar se hi ban jayegi!❤️Hamesha Box office ki zarurat toh nahi hain na? Let NOT make it about the size of the screen we get to watch this labour of love on, his last, and in my humble belief, his finest. Let’s instead make it about the size of our hearts, that we can make as big as we wish to, and fill up with as much love, joy and pride as we want. Let’s cherish it. Relish it. Celebrate it. In any and every way we can? Socha agar moral support hee dena hai, toh shayad #DilBecharaOnAnyScreen ki thaan lo? ✅ Aur #DilBecharaOnBigScreen ko abhi ke liye, bhool jao? Aur jahan rahi intezaar karne ki baat. Intezaar toh mahino se kar rahe hain, taqleefon se guzar rahe hain. Ab film dekhne ka time, aur yaadon mein beh jaane ka time, aa gaya hai. Itna pyaar hai aapke paas dene ke liye, bas unconditionally de do? Dukh bahut zyaada hai, thodi si khushi ka mauka hee de do na. 🙏 . . . #SushantSinghRajput Thank you for helping me put this together @hubhopperofficial

A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) on Jun 26, 2020 at 2:42am PDT

ઓનલાઇન રિલીઝને લઈને લોકોએ વિરોધ પણ કર્યો હતો. ફિલ્મની લીડ એક્ટ્રેસ સંજના સાંઘી જે આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે, તેણે લોકોને ઓનલાઇન રિલીઝને સ્વીકારી તેને પ્રેમ આપી બ્લોકબસ્ટર બનાવવા વિનંતી કરી હતી. સંજનાએ ફિલ્મના બિહાઇન્ડ ધ સીન્સના અમુક ફોટો પણ શેર કર્યા છે.

દિલ બેચારા ફિલ્મ ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સનું અડેપ્ટેશન છે. આ ફિલ્મથી સુશાંતનો મિત્ર અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. ફિલ્મમાં સૈફ અલી ખાનનો સ્પેશિયલ અપિઅરન્સ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput starrer Dil Bechara’s trailer will release on July 6


from Divya Bhaskar https://ift.tt/31Lzfac
https://ift.tt/2VOXnor

સરોજ ખાનની દીકરી સુકૈનાએ કહ્યું, સલમાન સર હંમેશાં અમારી સાથે એક પરિવારની જેમ ઊભા રહ્યા છે

બોલિવૂડ કોરિયોગ્રાફર સરોજ ખાનનું 3 જુલાઈના રોજ મુંબઈમાં 71 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું. સરોજ ખાને એકવાર જણાવ્યું હતું કે, સ્ટ્રગલ દરમ્યાન સલમાન ખાને તેમની મદદ કરી હતી અને તેમને ફિલ્મ્સ આપવાનું વચન આપ્યું હતું. હવે તેમના ગયા બાદ સરોજ ખાનની દીકરી સુકૈના નાગપાલે સલમાન ખાન વિશે વાત કરી છે. તેણે કહ્યું કે, સલમાન ખાન અને તેનો પરિવાર પછી તે અલવીરા હોય કે અલિઝે, હંમેશાં અમારી સાથે પરિવારની જેમ ઊભા રહ્યા છે. મુશ્કેલીની ઘડીમાં તેઓ આગળ આવીને અમારી સાથે રહ્યા છે.

સુકૈનાએ એક ઘટના જણાવી કે, મારા દીકરાને હાર્ટ ઇસ્યુ હતો જેને કારણે તેની તાત્કાલિક સર્જરી કરવાની હતી. સલમાનની ભાણી અલિઝેએ સલમાનને આ વિશે જણાવ્યું ત્યારબાદ સલમાન તરત જ મદદ માટે આગળ આવ્યા હતા. સલમાન સરે મારી માતાને ફોન કર્યો અને કહ્યું, તમે કહો છો કે હું તમારો દીકરો છું અને તમે મને શું થયું તેની જાણ પણ નથી કરતા. ત્યારબાદ માતાએ તેમને આખી પરિસ્થિતિ જણાવી. સલમાને કહ્યું કે, તમે ચિંતા ન કરો, હું મારાથી થઇ શકે એટલું બધું કરું છું.

સલમાન ખાનની ભાણી અલિઝે સરોજ ખાન પાસે ડાન્સની એક વર્ષથી ટ્રેનિંગ લઇ રહી હતી. અલિઝે સલમાન ખાનની બહેન અલવીરા અને ફિલ્મ પ્રોડ્યુસર અતુલ અગ્નિહોત્રીની દીકરી છે. સલમાન તેની ભાણીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરવાનો છે અને તેના માટે જ અલિઝે ડાન્સની ટ્રેનિંગ લઇ રહી હતી.

સરોજ ખાને ગયા વર્ષે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું યંગ એક્ટ્રેસના ડાન્સ ક્લાસ લઉં છું અને અલિઝે પણ તેમાં સામેલ છે. તે ટૂંક સમયમાં હિરોઈન બનશે. સલમાન ખાન અલિઝેને રોમ-કોમ ફિલ્મથી લોન્ચ કરવા ઈચ્છે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Saroj Khan's daughter Sukaina shared, Salman sir has always stood strong with us as a family


from Divya Bhaskar https://ift.tt/31KiKel
https://ift.tt/2VQwIYy

સુશાંત અને તેની મેનેજરના મૃત્યુ માટે જવાબદાર ગણાવવા બદલ સૂરજ પંચોલીએ સ્પષ્ટતા કરી, કહ્યું- ‘દિશાને ક્યારેય મળવાનું પણ નથી થયું’

થોડા વર્ષ પહેલાં જિયા ખાનનાં મૃત્યુ પછી વિવાદોમાં ઘેરાયેલો સૂરજ પંચોલી એકવાર ફરીથી વિવાદમાં ઘેરાઈ ગયો છે. સુશાંત અને તેની પૂર્વ મેનેજર દિશા સલિયનના બેક ટુ બેક સુસાઈડની પાછળ સૂરજનું નામ આવી રહ્યું છે. એવી વાતો સામે આવે છે કે, દિશા અને સૂરજ રિલેશનશિપમાં હતાં. દિશા ગર્ભવતી હતી, પણ સૂરજને તેની સાથે લગ્ન કરવા નહોતા. આ વાત જ્યારે સુશાંતને ખબર પડી ત્યારે તેણે સ્ટેન્ડ લેવાના પ્રયત્નો કર્યા હતા અને તેને લઈને સૂરજ અને સુશાંતની મારામારી પણ થઇ હતી. આ વાતનો બદલો લેવા માટે સૂરજના પરિવારે સલમાન ખાન અને અન્ડરવર્લ્ડ સાથે મળીને સુશાંતની હત્યા કરાવી દીધી. પાવર વાપરીને હાલ આને આત્મહત્યાનું નામ આપી રહ્યા છે.

‘મારો સુશાંત સાથે કોઈ ઝઘડો થયો નથી, દિશાને હું ઓળખતો નથી’
સૂરજે પોતાનું મૌન તોડીને કહ્યું કે, સુશાંતનું સાથે જે મારામારીની વાતો થઇ રહી છે શું તેના વિશે મને કઈ ખબર નથી ? મારો ઝઘડો તેની સાથે ક્યારેય થયો નથી. આની પહેલાં પણ મેં આ વાતની ચોખવટ કરી છે. બીજી વાત એ કે, સલમાન ખાન મારી લાઈફમાં કેમ સામેલ થાય ? શું તેમની પાસે કામ કરવા બીજું કઈ નથી? હું તે પણ જાણતો નથી કે દિશા કોણ છે, હું મારી જિંદગીમાં તેને ક્યારેય મળ્યો નથી. મને સુશાંતના મૃત્યુ પછી તેના વિશે ખબર પડી. કોઈએ આ વાતો ફેસબુક વોલ પર લખી અને તેને એક આખી ફિલ્મની સ્ક્રિપ્ટની જેમ વાઈરલ કરી દીધી.

સૂરજના પિતાએ કહ્યું-‘જે લોકો પાસે કામ નથી, તે લોકો અફવાફેલાવી રહ્યા છે’
આ વિવાદને લઈને સૂરજનો પરિવાર પણ મુશ્કેલીમાં છે. તેના પિતા આદિત્ય પંચોલીએ કહ્યું, મારા દીકરાને કેમ આ વાતમાં સામેલ કરો છો? હકીકત સામે આવી જ જશે, પરંતુ જો મારા દીકરાએ કઈ કરી લીધું, તો તેનો દોષી કોણ? ઉપરથી જોવાની વાત તો એ છે કે લોકો મને સાંત્વનાના મેસેજ કરી રહ્યા છે કે ડરશો નહિ, બધું સારું થઇ જશે. જે લોકો પાસે કામ નથી, તે લોકો અફવાફેલાવી રહ્યા છે, પરંતુ અંતે હું પણ એક માણસ છું. હું ક્યાં સુધી આ બધું સહન કરીશ?

‘સુશાંત અને મારા વચ્ચે કોઈ દુશ્મની નહોતી’
સૂરજ પંચોલી બોલી રહ્યો છે કે, સુશાંત અને મારા વચ્ચે કોઈ દુશ્મની નહોતી. તે સિનિયર અભિનેતા હતો અને ઘણો સફળ પણ. હું તેની આજુબાજુ પણ ક્યારેય ગયો નથી. હું તેના માટે દૂર-દૂર સુધી કોઈ જોખમ નહોતો. તે મને નાના ભાઈની જેમ ટ્રીટ કરતો હતો. જ્યારે પણ અમે મળીએ તો મારી ફિલ્મો વિશે અને ફિટનેસને લઈને વાત કરતા હતા.

‘સુશાંત સાથે ઝઘડવાનું પણ થયું નથી’
3 વર્ષ પહેલાં જ્યારે અમારા બંને વચ્ચે ઝઘડાના સમાચાર વાઈરલ થયા હતા ત્યારે તે મારી પાસે આવ્યો હતો. તેણે મને કહ્યું કે, ભાઈ એક ફાલતુ આર્ટિકલ આવ્યો અને અને સલમાન ભાઈ મારાથી દુ:ખી છે. આ વાતની ચોખવટ માટે સ્ટેટમેન્ટ આપીશ? અમે બંને એક મિત્રને ત્યાં ડીનરમાં મળ્યા હતા. ફની ફોટો ક્લિક કરાવ્યા અને ઝઘડી રહ્યા હોય તેવા પોઝ પણ આપ્યા, પરંતુ અમે ઝઘડતા નહોતા. અમારા બંને પાસે એકબીજાનો નંબર હતો. તેણે મને પોતાની ફિલ્મની સ્ક્રીનીંગમાં પણ બોલાવ્યો હતો અને હું ‘રાબ્તા’ની સ્ક્રીનીંગમાં ગયો હતો. અત્યાર સુધી અમે આશરે 4-5 વાર મળ્યા છીએ.

સલમાન ખાન હંમેશાં ડિફેન્ડ કેમ કરે છે?
તે મારા માટે આવું કેમ કરશે ? સલમાન ખાન મારી પ્રથમ ફિલ્મના પ્રોડ્યુસર હતા. તેમણે મને એક તક આપી. તેના પછી મારી પોતાની જર્ની છે. તેઓ મારા ભવિષ્ય માટે જવાબદાર નથી. દરેકને પોતાનો રસ્તો જાતે બનાવવો પડે છે. હું સલમાન સર પર નિર્ભર ના રહી શકું. તેમને ગોડફાધર બનાવીને ના રાખી શકું. હું તેમની પર ક્યારેય નિર્ભર પણ રહ્યો નથી અને ના તેમણે આવું ઈચ્છ્યું પણ છે.

વારંવાર વિવાદોમાં સલામ ખાન કેમ ફસાય છે?
જ્યારે તમને સલમાન ખાન લોન્ચ કટે છે તો નેપોટિઝ્મની ડિબેટ ચાલે છે, પણ તેની સાથે મારે કોઈ લેવા-દેવા નથી. મેં વર્ષ 2010માં અસિસ્ટંટ ડિરેક્ટરની રીતે નાની ઉંમરમાં કામ કરવાનું શરુ કર્યું હતું. તે ફિલ્મ ગુઝારિશ હતી. તેના બે વર્ષ પછી મેં એક થા ટાઈગર કરી હતી. ત્યાં હું સલમાન સરને મળ્યો અને તેમણે મને કહ્યું કે, તેઓ ફિલ્મ બનાવશે તો મને લોન્ચ કરશે. કારણકે તેમણે મારામાં ટેલેન્ટ જોયું. તેમણે મને કહ્યું હતું કે મારે અભિનેતા બનવું છે તો ઘણી મહેનત કરવી પડશે. એવું નથી કે તમે કોઈ દિવસ ઉઠ્યા અને હીરો બની ગયા.

‘કાઈ પો છે’ ફિલ્મનું ઓડિશન આપ્યુંહતું
મેં કાઈ પો છે ફિલ્મનું ઓડિશન આપ્યું હતું અને તે રિજેક્ટ થયું. ત્યારબાદ મેં પોતાના પર કામ કર્યું. 2 વર્ષ પછી મને હીરો ફિલ્મ મળી. મારી માતા 60 વર્ષની છે અને 30 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે. તે આજે પણ ફિલ્મ માટે ઓડિશન આપે છે આથી જ આ એક માન્યતા છે કે સ્ટાર કિડ્સને ઓડિશન આપવું પડતું નથી.

આ બધી વસ્તુઓ મને ઘણી અસર કરે છે, અત્યાર સુધીના વિવાદોને લીધે મને ઠેસ પહોચી છે. મને નથી ખબર હું ક્યાં જઉં ? 8 વર્ષથી જિયા ખાનનો કેસ સોલ્વ થઇ રહ્યો નથી કારણ કે રાબિયા ખાનમાં કોર્ટમાં આવતા નથી. હું 21-22 વર્ષનો હતો ત્યારે મારે CBIને ફેસ કરવું પડ્યું હતું. મેં પોલીસ સાથે કોઓપરેટ પણ કર્યું. હકીકત જાણવા મેં બધું કર્યું. કોર્ટની એક પણ ડેટ ભૂલી નથી. મને તાવ આવતો હોય તો પણ હું કોર્ટમાં જઉં છું, પણ ફરીયાદી રાબિયા ખાન કોર્ટમાં આવતા નથી તો શું કરવું? તેઓ શું ઈચ્છે છે તેની મને ખબર નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Suraj Pancholi gave the clarification On being blamed for the death of Sushant and his manager, , saying 'I never met Disha'


from Divya Bhaskar https://ift.tt/3iynl9F
https://ift.tt/3ixURNe

ઉદિત નારાયણનો ખુલાસો, 22 વર્ષ ધમકીની બીકમાં પસાર થયા, ઘણીવાર ડિપ્રેશનમાં આત્મહત્યા કરવાનો વિચાર પણ આવ્યો

આજે ઉદિત નારાયણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 40 વર્ષ પૂરા કર્યા છે. આ જ તારીખે 1980માં તેમની પહેલી ફિલ્મ ઉન્નીસ બીસ આવી હતી. રાજેશ રોશને સંગીત આપ્યું હતું. અમિત ખન્ના ગીતકાર હતા. તે સોન્ગ ઉદિત નારાયણે મોહમ્મ્દ રફી સાથે ગાયું હતું. ઇન્ડસ્ટ્રીમાં 40 વર્ષ પૂરા થવાની ખુશીમાં ઉદિત નારાયણ તેમની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી રહ્યા છે. આ 40 વર્ષની જર્નીમાં તેમને 2 વાર પદ્મ અવોર્ડ મળ્યા છે. 5 વખત ફિલ્મ ફેર અવોર્ડ મળ્યા છે. 40 ભાષાઓમાં તેઓ ગીત ગાઈ શકે છે. આ સફળતા તેમને સરળતાથી મળી નથી.

દિવ્ય ભાસ્કર એપ સાથે ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે, 1980 પહેલાં કામ મેળવવાનો સંઘર્ષ અલગ હતો. 6થી 7 લોકો સાથે મુંબઈમાં રૂમ શેર કરતો હતો. જે નાના ગામડાંમાંથી આવ્યો હતો ત્યાં પિતા ખેડૂત હતા. તેઓ ડોક્ટર એન્જિનિયર બનવાનું કહેતા પણ પેશન કંઈક અલગ હતું. સંઘર્ષના દિવસોમાં લોકો કહેતા પણ હતા કે હવે આ કોઈ કામનો નથી રહ્યો. મુંબઈમાં ટેલેન્ટ હોવા છતાં બધા મોટા સંગીતકારના દરવાજા ખખડાવ્યા. ચાપલુસી પણ કરી. ત્યારે જઈને પહેલું કામ મળ્યું. પછી 1988માં કયામત સે કયામત તક આવી અને ત્યારબાદ ક્યારેય કોઈ વખત પાછળ ફરીને ન જોયું.

એક્સટોર્શન મની માટે ધમકીના કોલ આવતા હતા
1998માં કુછ કુછ હોતા હૈથી સફળ થયા બાદ પણ એક અલગ સંઘર્ષ શરૂ થયો. સતત ધમકીઓ મળવા લાગી. કહેવામાં આવતું કે ઘણા હવામાં ઊડો છો. એક્સટોર્શન મની માટે ફોન આવવા લાગ્યા. કામ પણ છોડવા માટે કહેવામાં આવ્યું. એક ગ્રુપ હતું, જેને મારા નામની સુપારી આપી હતી, જે મારા કામથી ઈનસિક્યોર હતા. આ તો સારું થાય મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું જેને મને સતત મદદ કરી. પહેલા 1998માં તત્કાલીન પોલીસ કમિશનર એમ એન સિંહે મને બે પોલીસ ઓફિસર આપ્યા. ત્યારબાદ રાકેશ મારિયા આવ્યા તો તેમણે પણ મને સાવધાન રહેવા કહ્યું. તેમણે પણ મને સુરક્ષા આપી. આ વાતો પોલીસ રેકોર્ડમાં સામેલ છે.

2019 સુધી ધમકીના કોલ આવતા
એક સમયે લખનઉથી મારા નામની સુપારી લઈને અમુક લોકો નીકળી પણ પડ્યા હતા. જોકે, તેમને પોલીસે પકડી લીધા હતા. વધુ એકવાર આવું થયું જ્યારે મારા પર હુમલો થવાનો હતો. ધમકીઓની બીકમાં હું લગભગ 1998થી 2019 સુધી રહ્યો. હર બે-ચાર મહિનામાં ધમકીનો કોલ આવી જ જતો. ઘણીવાર તો મારી નાખવાની ધમકી પણ મળતી હતી. ગાળો તો દરેક કોલમાં કોમન રહેતી હતી.

22 વર્ષ સુધી બીકમાં જીવન પસાર કર્યું
મારે સમજાવું પડતું હતું કે ભાઈ આવું નથી. હું વધુ પૈસા નથી કમાતો. એક ગીતના 15થી 20 હજાર રૂપિયા જ મળે છે. કોઈ બીજાના હક પર તો હાથ મારી નથી રહ્યો, પણ તેઓ કોઈ વાત સમજવા તૈયાર ન હતા. સતત 22 વર્ષ સુધી મેં ધમકીની બીકમાં જીવન પસાર કર્યું.

ઘણીવાર ડિપ્રેશનમાં આવી ગયા
ધમકી આપનારનો હેતુ મને સ્ટ્રેસ આપવાનો રહેતો જેથી હું સારું પરફોર્મ ન કરી શકું. શરૂઆતમાં હું ડરી જતો. ઘણી રાત સૂતા વગર પસાર થતી હતી. ઘણીવાર ડિપ્રેશનમાં આવી ગયો. આત્મહત્યા કરવાના વિચાર પણ આવ્યા પણ એક આર્મી મેનની જેમ મક્કમ રહ્યો.

જિંદગી સરળ તો નથી. મુશ્કેલીનો સામનો ક્યારેક સામી છાતીએ કર્યો તો કોઈવાર નરમાશ રાખી કર્યો. 1998થી 2002 સુધી મારી સાથે બે મશીન ગનધારી પોલીસ ઓફિસર સાથે રહેતા હતા.

ચાકુ લઈને લખનઉથી લોકો મારવા આવ્યા હતા
એક ઘટના 2011ની છે. ત્યારે હું મુંબઈના સહારા ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસેથી સરસ્વતી પૂજા કરીને આવી રહ્યો હતો. તે સમયે પણ ફોન પર ફોન આવ્યા કે સાવધાન થઇ જાઓ કે લખનઉથી લોકો નીકળ્યા છે તને મારવા માટે. જોકે રાત્રે ન્યૂઝ ટીવી પર આવી ગયા. જોયું કે જે લોકો મને મારવાના હતા તેમાં એક પાસે ચાકુ હતું. તેમણે સ્ટેટમેન્ટ પણ આપ્યું કે સિંગર ઉદિત નારાયણને મારવા માટે સુપારી આપવામાં આવી હતી. તે સમયે રાકેશ મૌર્યાજી પોલીસ કમિશનર હતા. તેમને મળવા ગયો હતો તો તેમણે કહ્યું કે, મેં કહ્યું હતું તમારે સાવધાન રહેવાની જરૂર છે કંઈક તો ગડબડ છે તમારા વિરુદ્ધ. તેમણે પણ મને એક ગનર આપ્યો.

જેટલી મોટી મંઝિલ એટલી જ વધુ અડચણો
22 વર્ષ જે ધમકીની બીકમાં રહ્યા તેમાં ઘણીવાર ક્રાઇમ બ્રાન્ચમાં જવાનું થયું. આલગ-અલગ ટાઈમના કમિશનરને મળતો રહ્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ 40 વર્ષ મને ખૂબ પ્રેમ આપ્યો છે. હું તેનો આભારી છું. મેં મારા જીવનની તકલીફો અને ધમકીઓથી આ જ શીખ્યું છે કે તમારી મંઝિલ જેટલી મોટી હશે, તમારી સામે અડચણો પણ એટલી જ હશે. તેનાથી ડરવું નહીં, મક્કમ થઈને રહેવાનું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Udit Narayan Revealed, spent 22 years under the shadow of threats, many times even thought of suicide in depression


from Divya Bhaskar https://ift.tt/3eZiNqs
https://ift.tt/3grC97X

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...