Thursday, July 30, 2020

EDએ બિહાર પોલીસ પાસેથી FIRની કૉપી માગી, મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરે તેવી શક્યતા, બિહાર પોલીસ પણ સુશાંતના બેંક અકાઉન્ટની તપાસ કરશે

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં 46 દિવસ બાદ હવે નવો ટ્વિસ્ટ આવ્યો છે. હવે આ કેસમાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)નું નામ પણ જોડાઈ ગયું છે. મુંબઈ તથા પટના પોલીસ બાદ હવે આ ત્રીજી એજન્સી સુશાંતના કેસની તપાસ કરી શકે છે. EDએ સુશાંતના પિતાએ કરેલી FIRની માહિતી માગી છે. સુશાંતના પિતા કે કે સિંહે પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે રિયાએ સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયા કાઢ્યા હતા.

ન્યૂઝ એજન્સી PTIના મતે ED તપાસ માટે FIR કૉપીની પૂરી તપાસ કરશે. બિહાર પોલીસને લખેલા પત્રમાં EDએ સુશાંત સિંહ રાજપૂતના તમામ બેંક ખાતાની માહિતી પણ માગી છે.

સ્ટાર્ટ અપ તથા મની ટ્રાન્સફરને કારણે તપાસ
પટના પોલીસે સુશાંત સિંહ રાજપૂતના બેંક ખાતાની માહિતી લેવા માટે બાંદ્રાની કોટક મહિન્દ્રા બેંકનો સંપર્ક કર્યો હતો. સુશાંતના પિતાનો આક્ષેપ છે કે સુશાંતના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા ત્રણ અનનોન બેંક અકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કથિત રીતે આ અકાઉન્ટ્સ રિયા, તેના ભાઈ શોવિક તથા તેની માતાના છે. સુશાંત તથા રિયા બંને રિલેશનશિપમાં હતા અને સુશાંતે ત્રણ સ્ટાર્ટ-અપમાં રોકાણ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ED seeks copy of FIR from Bihar police, likely to file money laundering case, Bihar police to probe Sushant's bank account


from Divya Bhaskar https://ift.tt/39MFY5B
https://ift.tt/2Ew30SF

રિયા સુશાંતને પોતાના વશમાં રાખતી હતી, ભૂત-પ્રેતની વાતોથી ડરાવીને ઘર બદલાવી નાખ્યું હતું

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતને ભૂત-પ્રેતનો ડર બતાવીને ઘર બદલાવ્યું હતું. રિપોર્ટ્સ પ્રમાણે, આ ખુલાસો સુશાંતની બહેન મિતુ સિંહે પટના પોલીસની પૂછપરછમાં કર્યો હતો. માનવામાં આવે છે કે પટના પોલીસે મિતુ, સુશાંતના કુક તથા તેના નિકટના મિત્ર મહેશ ભટ્ટની પૂછપરછ કરી હતી.

રિયાએ સુશાંતને પૂરી રીતે કંટ્રોલ કરી લીધો હતો
મિતુએ પટના પોલીસને કહ્યું હતું કે રિયાએ સુશાંતને પૂરી રીતે પોતાના વશમાં કરી લીધો હતો. મિતુએ એમ પણ કહ્યું હતું કે રિયાએ સુશાંતને ભૂત-પ્રેતની વાતો સંભળાવી અને તેને ડરાવી દીધો હતો અને પછી સુશાંતને બીજી જગ્યાએ ઘર લેવાનું કહ્યું હતું. રિપોર્ટ્સ પ્રમાણે, મિતુએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે રિયાએ સુશાંતનો સ્ટાફ પણ બદલાવી નાખ્યો હતો. સુશાંતે 2015માં મુંબઈમાં 20 કરોડ રૂપિયામાં પેન્ટ હાઉસ ખરીદ્યું હતું. જોકે, પછી સુશાંત બાંદ્રામાં ભાડેથી રહેતો હતો. અહીંયા જ સુશાંતે આત્મહત્યા કરી હતી.

મહેશ શેટ્ટી તથા કુકની પણ પૂછપરછ કરી
પટના પોલીસે સુશાંતના કુકની બે કલાક પૂછપરછ કરી હતી. જ્યારે સુશાંતે આત્મહત્યા કરી ત્યારે ઘરમાં કુક હાજર હતો. કુકે જ બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડને ડુપ્લીકેટ ચાવી બનાવનારને બોલવાનું કહ્યું હતું. સુશાંતના મિત્ર મહેશ શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આત્મહત્યા કરતા પહેલા સુશાંતે મહેશ શેટ્ટીને ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન રિસીવ કર્યો નહોતો.

સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડની પણ પૂછપરછ થઈ
સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેની પણ પટના પોલીસે પૂછપરછ કરી હતી. અંકિતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે રિયા એક્ટર સુશાંતને હેરાન કરતી હતી. અંકિતાનાં જણાવ્યાં પ્રમાણે, ફિલ્મ ‘મણિકર્ણિકા’ના સુશાંતે શુભેચ્છા મેસેજ મોકલ્યો હતો. આ સમયે બંને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. વાતચીતમાં સુશાંતે કહ્યું હતું કે તે રિયા સાથેના સંબંધોથી ત્રાસી ગયો છે અને તેમાંથી બહાર આવવા માગે છે. અંકિતાએ સુશાંત સાથેની વાતચીતના સ્ક્રીનશોટ પોલીસને આપી દીધા છે.

આ કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી
પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 341 તથા 342 (ખોટી રીતે રોકવો અથવા બંધક બનાવવો), 380 (ચોરી), 406 (વિશ્વાસઘાત કરવો), 420 (છેતરપિંડી) અને 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવી) હેઠળ ફરિયાદ નોંધી છે. રિયા તથા તેના પરિવાર સહિત છ લોકોની સામે ફરિયાદ કરવામાં આવી છે.

મુંબઈ પોલીસ સુશાંતના પરિવારનું નિવેદન લેશે
રિપોર્ટ્સ પ્રમાણે, મુંબઈ પોલીસ હવે સુશાંતના પિતા કે કે સિંહ, બહેન મિતુ તથા પ્રિયંકા સહિત પરિવારના સભ્યોના ફુલ સ્ટેટમેન્ટ લેવાની તૈયારીમાં છે. માનવામાં આવે છે કે પહેલાં કેટલાંક કારણોસર નિવેદન લેવામાં આવ્યા નહોતા. જોકે, હવે સુશાંતના પિતાએ પટનામાં પોલીસ ફરિયાદ કરતા મુંબઈ પોલીસ હરકતમાં આવી ગઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant sister said, rhea had changed Sushant's house by scaring him with ghost stories, keeping him under her control.


from Divya Bhaskar https://ift.tt/30dyfdS
https://ift.tt/39CZTE4

પિતરાઈ ભાઈ નીરજે કહ્યું- રિયાએ ડિપ્રેશન તથા સારવારની કોઈ વાત પરિવારને કરી નહોતી, તેને ફોસલાવીને રાખ્યો હશે

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે બિહારમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. બિહારથી ચાર પોલીસ અધિકારી મુંબઈ આવીને શક્ય તેટલા એન્ગલથી તપાસ કરી રહી છે. હવે સુશાંતના કઝિન તથા MLA નીરજ કુમાર સિંહે કહ્યું હતું કે એક્ટરના પરિવારને તેના ડિપ્રેશન અથવા સારવાર અંગેની કોઈ માહિતી નહોતી અને સુશાંતે ક્યારેય નેપોટિઝ્મને લઈ ચર્ચા કરી નહોતી. છેલ્લી મુલાકાતમાં સુશાંતે પોતાના સપનાઓ અંગે વાત કરી હતી.

નીરજ કુમારે શું કહ્યું?
બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં સુશાંતના કાકાના દીકરા નીરજ કુમાર સિંહે કહ્યું હતું કે સુશાંતની ટ્રીટમેન્ટ શરૂ કરાવતા પહેલાં રિયાએ ક્યારેય પરિવારને કોઈ માહિતી આપી નહોતી. પરિવારને સુશાંતના ડિપ્રેશન અંગે કોઈ માહિતી નહોતી. વધુમાં નીરજ કુમારે કહ્યું હતું કે તેમને ડિપ્રેશનની કોઈ જાણ નહોતી અને ના કોઈએ એવી માહિતી આપી હતી કે તે ડિપ્રેશનમાં હતો. જો તે ડિપ્રેશનમાં ગયો હશે તો તેને ફોસલાવીને રાખવામાં આવ્યો હશે. પરિવારના બહુ જ ઓછા લોકો સુશાંતના સંપર્કમાં હતા. તે જ્યારે પણ પિતા સાથે વાત કરતો ત્યારે સામાન્ય રીતે જ વાત કરતો હતો. તેણે ક્યારેય આ બધી વાતોનો ઉલ્લેખ કર્યો નથી.

સુશાંતની સારવાર પર નીરજે કહ્યું હતું કે રિયાએ સુશાંતની કોઈ પણ સારવાર કરાવતા પહેલા તેના પિતાની પરવાનગી લેવાની જરૂર હતી પણ આવું કંઈ જ ના થયું. સુશાંતે ક્યારેય નેપોટિઝ્મની વાત કરી નથી.

સુશાંત થોડા મહિના પહેલા પટના આવ્યો હતો અને ત્યારે નીરજ સાથેની તેની છેલ્લી મુલાકાત થઈ હતી. આ મુલાકાત અંગે નીરજે કહ્યું હતું કે તે સુશાંતને પટનામાં મળ્યા હતા. તે ઘણો જ સારો અને ખુશ દેખાતો હતો. તેણે પોતાના સપના શૅર કર્યા હતા અને કહ્યું હતું કે તે 100 ગરીબ બાળકોને નાસા મોકલવા ઈચ્છે છે. ઓર્ગેનિક ફાર્મિંગ કરવા ઈચ્છે છે. તેના સપનાઓ મોટા મોટા હતાં અને તે બહુ બધું કરવા માગતો હતો.

રિયા ચક્રવર્તી પર અનેક સવાલ
કે કે સિંહે પોલીસ ફરિયાદ કર્યા બાદ રિયા પર અનેક સવાલો ઊઠાવવામાં આવ્યા છે. સુશાંતની બહેન મીતુએ કહ્યું હતું કે રિયા આઠ જૂનના રોજ સુશાંતનું ક્રેડિટ કાર્ડ તથા જરૂરી સામાન લઈને જતી રહી હતી. બિહાર પોલીસે રિયાની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલા પોલીસ ના હોવાથી રિયાએ પૂછપરછ માટે ના પાડી દીધી હતી. હવે બિહારથી મહિલા પોલીસ આવશે અને તે રિયાની પૂછપરછ કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant singh rajput cousin on actor's alleged depression & ongoing nepotism debate: Never told us directly


from Divya Bhaskar https://ift.tt/3gegTTt
https://ift.tt/3faRkBC

સુપ્રીમ કોર્ટે CBI તપાસની અરજી ફગાવતા કહ્યું- પોલીસને તેમનું કામ કરવા દો, સુશાંતના પરિવારના વકીલે કહ્યું- મુંબઈ પોલીસ રિયાની મદદ કરે છે

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પરિવારના વકીલ તથા સીનિયર એડવોકેટ વિકાસ સિંહે મુંબઈ પોલીસ રિયા ચક્રવર્તીને મદદ કરતી હોવાનો આક્ષેપ મૂક્યો છે. વિકાસ સિંહે કહ્યું હતું કે રિયા ચક્રવર્તીએ થોડા દિવસ પહેલાં જ CBI તપાસની માગણી કરી હતી અને હવે એ જ રિયા તપાસ અટકાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ. આ જ વાત એ તરફ ઈશારો કરે છે કે મુંબઈ પોલીસ રિયાની મદદ કરી રહી છે. તો બીજી બાજુ સુપ્રીમ કોર્ટે CBI તપાસની માગણી કરતી અરજી ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ CBI કરે તેવી જનહિતની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પોલીસે તેમનું કામ કરવા દો. વધુમાં કોર્ટે કહ્યું હતું કે અરજીકર્તા અલખ પ્રિયાનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી. કોર્ટે અરજીકર્તાને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવાનું કહ્યું છે.

વકીલે શું કહ્યું?
ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં વિકાસ સિંહે કહ્યું હતું, જો રિયા સુપ્રીમ કોર્ટ ગઈ તો તેણે આ કેસની તપાસ CBI કરે તેવી અરજી કરવાની જરૂર હતી. પટનામાં FIR કરવામાં આવી છે. હવે તેણે સુપ્રીમ કોર્ટમાં તપાસ અટકાવવાની તથા કેસને પટનાથી મુંબઈ શિફ્ટ કરાવવાની અરજી કરી છે. આનાથી વધુ પુરાવા શું જોઈએ કે મુંબઈ પોલીસ તેને મદદ કરતી હતી.

મુંબઈ પોલીસ પર વકીલે શું કહ્યું?
સુશાંતના પિતાના વકીલે ન્યૂઝ ચેનલ આજ તક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મુંબઈ પોલીસે અત્યાર સુધી સુશાંત સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી નથી. તે બસ ઈન્ડસ્ટ્રીના મોટા મોટા લોકોને બોલાવીને પૂછપરછ કરી રહી છે. સૌથી દુઃખની વાત એ છે કે 40-45 દિવસ થઈ ગયા બાદ પણ મોટા લોકોની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવે છે. ખબર નથી પડતી કે તેઓ શું પૂછે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝઅમ હતું તો તે કોઈ અપરાધની કલમમાં આવતું નથી.

જો નેપોટિઝ્મને કારણે કોઈએ જીવ ગુમાવ્યો તો મુંબઈ પોલીસે કલમ 306 હેઠળ અજ્ઞાત વ્યક્તિ પર કેસ દાખલ કરવાની જરૂર હતી, પરંતુ ક્યાંકને ક્યાંક આ કેસને નબળો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તપાસ તો હવે પટના પોલીસે શરૂ કરી છે. મુંબઈ પોલીસે માત્ર પૂછપરછ કરી હતી. બોલિવૂડ એન્ગલ સુશાંતના સુસાઈડમાં મુખ્ય એન્ગલ હોઈ શકે નહીં. મુંબઈ પોલીસે આ કેસમાં બ્લન્ડર કર્યું છે.

સુશાંતના પિતાના વકીલ કેવિએટ દાખલ કરશે
સુશાંત કેસમાં રિયાએ સુપ્રીમ કોર્ટમાં પટનાથી કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાની માગણી કરી છે. તો સુશાંતના પિતાના સીનિયર એડવોકેટ વિકાસ સિંહે કેવિએટ દાખલ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે રિયાની અરજીમાં કરવામાં આવેલા દરેક સવાલનો જવાબ તેઓ કોર્ટમાં આપશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant singh suicide case Supreme Court rejects CBI probe


from Divya Bhaskar https://ift.tt/2XagGZX
https://ift.tt/2BIF4dL

બહેન મિતુએ બિહાર પોલીસને કહ્યું, ‘હવે ક્યારેય પાછી નહિ આવું’ એમ કહીને રિયા 8 જૂને સુશાંત સાથે ઝઘડો કરી સામાન લઈને જતી રહી હતી

સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુના દોઢ મહિના પછી તેના સુસાઈડ કેસમાં રોજ કઈક નવો વળાંક આવી રહ્યો છે. મુંબઈ પોલીસ સુસાઈડનું કારણ જાણવા માટે અત્યાર સુધી 40થી વધારે લોકોની પૂછપરછ કરી ચૂકી છે.

આ દરમિયાન સુશાંતના પિતા કેકે સિંહે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેનાં પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, ભાઈ અશોક ચક્રવર્તી અને બે મેનેજર વિરુદ્ધ FIR નોંધી બધા પર છેતરપિંડી અને આત્મહત્યા માટે મજબૂર કરવાના આરોપ લગાવ્યો છે. હાલ બિહારની પોલીસ ટીમ મુંબઈમાં તપાસ માટે લાગી ગઈ છે. બિહાર પોલીસે મુંબઈમાં રહેતી સુશાંતની બહેન મિતુનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું છે. મિતુએ 8 જૂનથી લઈને 12 જૂનની દરેક માહિતી પોલીસને આપી છે.

રિયા અને સુશાંતનો ઝઘડો થયો હતો
મિતુએ પોલીસને જણાવ્યું કે, 8 જૂને રિયાએ મને કોલ કરીને કહ્યું કે તેનો સુશાંત સાથે ઝઘડો થયો છે. ત્યારબાદ હું સુશાંતને મળવા તેના બાંદ્રા સ્થિત ઘરે ગઈ હતી અને થોડા દિવસ ભાઈ સાથે રહી. આ દરમિયાન સુશાંતે મને રિયા સાથેના ઝઘડો અને ઘર છોડવાની વાત કહી. રિયા તેની સાથે પોતાનો અને સુશાંતનો સામાન પણ લઇ ગઈ હતી. રિયાએ જતી વખતે એમ પણ કહ્યું હતું કે, ‘હવે તે ક્યારેય પાછી નહિ આવે.’

મિતુએ કહ્યું કે, ‘આ વાતને લઇને સુશાંત ઘણો અપસેટ થઇ ગયો હતો. મેં તેને શાંત કરવા માટે ઘણા પ્રયત્ન કર્યા. તેની સાથે 4 દિવસ રહી પણ મારે બાળકો નાના હોવાથી 12 જૂને ઘરે પરત જવું પડ્યું, હું ક્યારેય સ્વપ્નમાં પણ ન વિચારી શકું કે મારો ભાઈ આવું કોઈ પગલું ભરી લેશે.’

મિતુએ વધુમાં જણાવ્યું કે, ‘14 જૂને મને સિદ્ધાર્થ પીઠાનીનો કોલ આવ્યો હતો કે સુશાંત તેના રૂમનો દરવાજો ખોલી રહ્યો નથી અને ઘણા સમયથી બેડરૂમમાં જ છે. હું તરત જ તેના ઘરે ગઈ તેને ફોન કરતી રહી પણ કોઈ જવાબ ન મળ્યો. ઘરે પહોંચ્યા પછી મેં રૂમની ડુપ્લીકેટ ચાવી બનાવડાવી અને દરવાજો ખોલતો તો જોયું સુશાંતની બોડી પંખા સાથે લટકેલી હતી. હું સ્તબ્ધ થઇ ગઈ મને ખબર ન રહી કે શું કરું. થોડા સમય પછી મુંબઈ પોલીસ આવી અને તપાસ શરુ કરી.’

સુશાંત અને રિયા આશરે દોઢ વર્ષથી રિલેશનશિપમાં હતા. તેઓ મુંબઈમાં બાંદ્રા વિસ્તારમાં ભાડે ફ્લેટમાં લિવ ઇનમાં રહેતા હતા. લોકડાઉનમાં પણ રિયા સુશાંત સાથે જ રહેતી હતી પરંતુ 8 જૂને તે ઘર છોડીને તેના માતા-પિતાના ઘરે જતી રહી અને 14 જૂને સુશાંતે આત્મહત્યા કરી લીધી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sister Mitu Tells Bihar Police Rhea Chakraborty Left Sushant Singh Rajput's House With His Belongings After A Fight


from Divya Bhaskar https://ift.tt/30dxe5a
https://ift.tt/335o1Ot

નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના પરિવાર પર પત્નીએ ગંભીર આરોપો મૂકીને વર્સોવા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી

મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને તેમના ભાઈ તથા પરિવારના અમુક મેમ્બર સામે કેસ ફાઈલ થયો છે. આ FIR તેમની પત્ની અંજના આનંદ કિશોર પાંડે ઉર્ફ આલિયા સિદ્દીકીએ કરી છે. 27 જુલાઈએ FIR ફાઈલ થઇ છે, પરંતુ હજુ આ કેસમાં ધરપકડ થઇ નથી. આની પહેલાં આલિયા છૂટાછેડા અને ભરણપોષણ માટે કાનૂની નોટિસ મોકલી ચૂકી છે.

વર્સોવા પોલીસ તરફથી મળેલી જાણકારી પ્રમાણે, એક્ટર વિરુદ્ધ IPC કલમ 354, 323, 504, 506 અને 34 હેઠળ કેસ ફાઈલ કર્યો છે.

પત્ની આલિયા સિદ્દીકીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, મારી ભત્રીજીએ મને કહ્યું કે, જ્યારે તમે મને છોટે ચાચા એટલે કે નવાઝના નાના ભાઈ સાથે મોકલો છો ત્યારે તે ખરાબ વર્તન કરે છે, મને તે સારા લાગતા નથી. આ સાંભળીને મને પહેલીવાર શંકા ગઈ હતી.

આલિયાએ નવાઝુદ્દીન સિદ્દીકીના નાના ભાઈ મિનાઝુદ્દીન સિદ્દીકી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે FIRમાં લખાવ્યું કે, મારા દિયર મિનાઝુદ્દીન સિદ્દીકીએ મારી ભત્રીજીનું જાતીય શોષણ કર્યું છે. આ બાબતે મેં મિનાઝુદ્દીન સામે રોષ વ્યક્ત કર્યો તો તેણે મારપીટ કરી. મેં મારા પતિને આ વિશે ફરિયાદ કરી તો તેણે મને ખરાબ અપશબ્દો કહ્યા.

આ ઉપરાંત આલિયાએ તેના સસરા ફૈયાઝુદ્દીન, અયાઝુદ્દીન અને તેની સાસુ મેહરુનિસા પર અપશબ્દો બોલીને ઘમકાવાનો આરોપ મૂક્યો છે. આલિયાએ કહ્યું કે, મારા પતિ નવાઝુદ્દીન સિદ્દીકીએ મને ફરિયાદ કરવાની ના પાડી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Nawazuddin Siddiqui News: Case Filed Against Actor Nawazuddin Siddiqui And His Family Members In Maharashtra Mumbai


from Divya Bhaskar https://ift.tt/3ggg38P
https://ift.tt/2P8A4SS

રિયાએ ટીમમાં મહિલા ના હોવાથી પોલીસને પૂછપરછ કરવાની ના પાડી, હવે બિહારથી મહિલા પોલીસની ટીમ આવશે

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં રિયા ચક્રવર્તીની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રિયા પોતાને બચાવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. પટનામાં પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસની ચાર લોકોની એક ટીમ મુંબઈ આવી હતી. જોકે, આ ટીમમાં એક પણ મહિલા ના હોવાથી રિયાની ટીમે એમ કહ્યું હતું કે મહિલા પોલીસ વગર કોઈ પણ મહિલાની પૂછપરછ થઈ શકે નહીં. આથી જ હવે બિહારથી મહિલા પોલીસ આવશે અને તે રિયા સાથે સવાલ-જવાબ કરશે.

ટીમે મહિલા પોલીસની ડિમાન્ડ કરી
ન્યૂઝ પેપર પ્રભાત ખબર પ્રમાણે, મુંબઈ આવેલી પટનાની ટીમે રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે વાત કરી હતી. SSP ઉપેન્દ્ર કુમાર શર્મા સાથે મુંબઈ આવેલા પોલીસ અધિકારીએ વાત કરી હતી. તેમણે મહિલા પોલીસને મુંબઈ મોકલવાની માગણી કરી હતી. આ દરમિયાન પટના પોલીસની ટીમે સુશાંતના નોકર દિપેશ મરિન્ડા તથા ગાર્ડની પૂછપરછ કરી હતી. મહિલા પોલીસની ટીમ આવ્યા બાદ રિયાની પૂછપરછ કરવામાં આવશે. રિયાને એ સવાલ પણ કરવામાં આવશે કે સુશાંત જે સિમ કાર્ડનો ઉપયોગ કરતો તે બદલીને નવું સિમ આપવામાં આવ્યું તે કોના નામે લેવામાં આવ્યું હતું.

સુશાંતના પિતાના વકીલ કેવિએટ દાખલ કરશે
સુશાંત કેસમાં રિયાએ સુપ્રીમ કોર્ટમાં પટનાથી કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાની માગણી કરી છે. તો સુશાંતના પિતાના સીનિયર એડવોકેટ વિકાસ સિંહે કેવિએટ દાખલ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે રિયાની અરજીમાં કરવામાં આવેલા દરેક સવાલનો જવાબ તેઓ કોર્ટમાં આપશે.

માયાવતીએ પણ CBIની માગણી કરી
BSP સુપ્રીમો માયાવતીએ પણ સુશાંત સુસાઈડ કેસની તપાસ CBI કરે તેવી માગણી કરી છે. માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું હતું, બિહારના યુવા બોલિવૂડ એક્ટર સુશાંતના મોતનું રહસ્ય ઘેરું બનતું જાય છે. હવે તપાસ મહારાષ્ટ્ર કે બિહાર પોલીસને બદલે CBI તપાસ કરે તે સારું છે. મહારાષ્ટ્ર સરકાર આ અંગે ગંભીર થાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
rhea chakraborty refused to question the police as there were no women in the team, now a team of women police will come from Bihar


from Divya Bhaskar https://ift.tt/3fgcDl4
https://ift.tt/2BLEcVU

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢી જોવા નહીં મળે? ‘દિલ તો પાગલ હૈં’ ફૅમ બલવિંદર સિંહની એન્ટ્રી થશે?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢી બનતા ગુરુચરણ સિંહે આ શો છોડી દીધો હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, ડિરેક્ટરે આ વાતનો ઈનકાર કર્યો હતો. સૂત્રોના મતે ગુરુચરણ સિંહ લૉકડાઉન બાદ સેટ પર પરત ફર્યો નથી. નોંધનીય છે કે નેહા મહેતા એટલે કે અંજલીભાભી પણ લૉકડાઉન બાદ શોમાં પરત ફરી નથી. માનવામાં આવે છે કે નેહા મહેતાએ શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ પ્રોડ્યૂસર્સને કહી દીધું હતું કે તે આ શોમાં હવે કામ કરશે નહીં.

ગુરુચરણના બદલે નવો એક્ટર લીધો હોવાની ચર્ચા
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે, લૉકડાઉન બાદ ફરી શૂટિંગ કરવામાં આવ્યું ત્યારથી જ ગુરુચરણ સિંહ સેટ પર આવ્યો નથી. માનવામાં આવે છે કે ગુરુચરણને બદલે ‘દિલ તો પાગલ હૈં’ ફૅમ એક્ટર બલવિંદર સિંહને સિરિયલમાં લેવામાં આવ્યો છે. ‘દિલ તો પાગલ હૈં’માં બલવિંદરે શાહરુખ ખાનના ફ્રેન્ડનો રોલ પ્લે કર્યો હતો.

ગુરુચરણે આ પહેલા પણ શો છોડી દીધો હતો
વર્ષ 2008થી 2013 સુધી ગુરુચરણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળ્યો હતો. જોકે, પછી ક્રિએટિવ ડિફરન્સને કારણે ગુરુચરણે આ શો છોડી દીધો હતો. તે સમયે તેના સ્થાને ટીવી એક્ટર લાડ સિંહ માન જોવા મળતો હતો. એક વર્ષ બાદ ફરી ગુરુચરણ આ શોમાં જોડાઈ ગયો હતો.

ડિરેક્ટરે અલગ જ વાત કરી
દિવ્ય ભાસ્કરે સિરિયલના ડિરેક્ટર માલવ રાજડા સાથે આ અંગે વાત કરી હતી. ટેલિફોનિક વાતચીતમાં માલવ રાજડાએ કહ્યું હતું કે લૉકડાઉન બાદના એપિસોડમાં ગુરુચરણ તથા નેહા મહેતાના કોઈ સીન નથી અને તે જ કારણે તેઓ સેટ પર આવ્યા નથી. આ ઉપરાંત જો કોઈ એક્ટર કે એક્ટ્રેસ સ્વેચ્છાએ કોરોનાવાઈરસને કારણે સેટ પર આવવા ના માગતા હોય તો તેમની રાહ જોવામાં આવશે. નોંધનીય છે કે હાલમાં જ આ શોએ 12 વર્ષ પૂરા કર્યા હતા.

દિશા વાકાણી છેલ્લાં અઢી વર્ષથી શોમાં જોવા મળતી નથી
સિરિયલમાં દયાભાભીનો રોલ પ્લે કરનાર દિશા વાકાણીએ સપ્ટેમ્બર, 2017માં મેટરનિટી લીવ લીધી હતી. જોકે, તે સમયે કહેવામાં આવતું હતું કે દિશા પાંચ મહિના બાદ શોમાં પરત ફરશે. જોકે, દિશા વાકાણી હજી સુધી શોમાં આવી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Gurucharan Singh aka Mr Sodhi quits Taarak Mehta Ka Ooltah Chashmah?


from Divya Bhaskar https://ift.tt/2P4OB1Q
https://ift.tt/30bHYBj

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...