Saturday, August 1, 2020

SBI profit up 81% in June quarter to Rs 4,189 cr, moratorium down at 9.5%

A one-time gain of Rs 1,540 crore from the stake sale in its life insurance subsidiary and robust interest income were the key factors for the rise in profits Q1FY21

from Today's Paper https://ift.tt/33b0xaG
via

એક્સ મેનેજર દિશા સલિયનના મૃત્યુના સમાચાર સાંભળીને સુશાંતને એન્ઝાઈટી અટેક આવવા લાગ્યા હતા, કહ્યું હતું - હવે આ લોકો મને નહીં છોડે

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પહેલાં તેની એક્સ મેનેજર દિશા સલિયને 8 જૂનના બિલ્ડિંગથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ 14 જૂનના જ્યારે સુશાંતના આત્મહત્યાના સમાચાર સામે આવ્યા તો લોકોએ આ બંને કેસ વચ્ચે કોઈ કનેક્શન હોવાની વાત કરી હતી. જોકે, મુંબઈ પોલીસે આ વાતોનું ખંડન કર્યું અને કહ્યું આ બંને કેસમાં કોઈ કનેક્શન ન હતું પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે દિશાની આત્મહત્યાની સુશાંત પર ગંભીર અસર થઇ હતી. તેની ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ સ્મિતા પારીખે આ વાતની પુષ્ટિ એક ઇન્ટરવ્યૂમાં કરી છે.

સુશાંતને એન્ઝાઈટી અટેક આવવા લાગ્યા હતા
રિપબ્લિક ટીવીને આપેલ ઇન્ટરવ્યૂમાં સ્મિતાએ કહ્યું, દિશાના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી સુશાંતને એન્ઝાઈટી અટેક આવવા લાગ્યા હતા. સુશાંતની બહેન મિતુએ મને જણાવ્યું કે દિશાના મૃત્યુથી સુશાંત આઘાતમાં હતો અને તૂટી ગયો હતો. તે કહેતો રહેતો હતો કે, હવે આ લોકો મને નહીં છોડે.

બહેનનો કોલ રિસીવ કરતો ન હતો
સ્મિતાએ આગળ કહ્યું કે, 14 જૂને સુશાંત અને તેની બહેન મિતુ ફેમિલી ટાઈમ એન્જોય કરવાના પ્લાનિંગમાં હતા. 13 જૂનની રાત્રે, મિતુએ સુશાંતને કોલ કર્યો હતો પરંતુ તેને ફોન રિસીવ ન કર્યો. મેસેજ કર્યો પણ તેનો પણ જવાબ ન આપ્યો જે તેને ઘણું વિચિત્ર લાગ્યું હતું.

ત્યારબાદ 14 જૂને સવારે જ મિતુએ સિદ્ધાર્થ પીઠાણીને કોલ કર્યો જે સુશાંત સાથે જ રહેતો હતો. મિતુએ તેને પૂછ્યું કે સુશાંત ફોન કે મેસેજનો જવાબ કેમ નથી આપી રહ્યો જેનો જવાબ મળ્યો કે તેણે જ્યુસ માગ્યું હતું અને તે પીને ફરી બેડરૂમમાં સુઈ ગયો.

ત્યારબાદ સુશાંતની આત્મહત્યાની ખબર આવી ગઈ હતી કારણકે સુશાંતે દરવાજો ન ખોલ્યો એટલે સિદ્ધાર્થે મિતુને બોલાવી હતી. બીજી ચાવી બનાવીને બેડરૂમ ખોલ્યો તો સુશાંતની બોડી પંખા સાથે લટકાયેલ મળી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Close Family Friend Smita Parikh Revealed Sushant Started Getting Anxiety Attacks After Disha’s Death


from Divya Bhaskar https://ift.tt/3fe34TO
https://ift.tt/3fqbCqY

‘મેં આ દૃશ્યો નજરે જોયાં છે’, અમિતાભ બચ્ચને ગીરના સિંહનો વીડિયો શૅર કર્યો

વીડિયો ડેસ્કઃ બૉલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ગીરના સિંહનો વીડિયો શૅર કર્યો છે. વીડિયો શૅર કરતાં બિગ બીએ લખ્યું કે, ‘મેં આ દૃશ્યો મારી નજરે જોયા છે. તેમણે લખ્યું કે, ગુજરાત ટૂરિઝમની એડના શૂટિંગ વખતે જ્યારે પાણી પાસે ગયા તો સિંહનું એક ગ્રૂપ પાણી પી રહ્યું હતું. આ દરમિયાન સિંહ તેમને જોઈને ચાલ્યા ગયા હતા. પરંતુ તેમની સાથે જે ગ્રામજનો હતા એ લાકડી સાથે જીપની નીચે ઉતર્યા અને પરત તેમને પાણી પાસે લાવ્યા. આ સમયે એવું લાગતું હતું કે, જાણે આ લોકો પોતાના ઘેટાં-બકરાંને પાળી રહ્યા છે’ આ વીડિયોમાં જોઈ શકાય છે કે, શિકાર પર બેસેલા સિંહ આ લોકો પર હુમલાનો પ્રયાસ કરે છે, પરંતુ આ દરમિયાન એક વ્યક્તિ બૂમ પાડીને તેને ભગાડી દે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'I have seen these scenes first hand', Amitabh Bachchan shared a video of Gir's lion


from Divya Bhaskar https://ift.tt/30jt4ZW
https://ift.tt/3jWu9yB

કંગના રનૌત મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે પર ભડકી, કહ્યું- વિશ્વના સૌથી સારા મુખ્યમંત્રી લોકો પાસેથી પુરાવા માગી રહ્યા છે

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ એક નિવેદન આપ્યું હતું. આ નિવેદન પર કંગના રનૌત ભડકી ઊઠી હતી. કંગનાની ટીમ તરફથી ત્રણ ટ્વીટ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે વિશ્વના સૌથી સારા CMએ મર્ડરને માત્ર બે મિનિટમાં સુસાઈડ કહી દીધું અને હવે તેઓ લોકો પાસેથી પુરાવા માગી રહ્યા છે. આ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ પોલીસનો બચાવ કરતાં કહ્યું હતું કે પોલીસ આ કેસની તપાસ કરવા માટે સક્ષમ છે.

આ મુદ્દે શનિવાર (પહેલી ઓગસ્ટ)ના રોજ કંગનાની ટીમે ત્રણ ટ્વીટ કરી હતી. પહેલી ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું, કંગનાને ચૂપ કરાવવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. મૂવી માફિયા તથા રાજકિય માફિયાઓએ આ મર્ડર માટે ભેગા થયા છે. જોકે, કંગના કોઈ પણ બાબતથી ડરતી નથી, ત્યાં સુધી કે તે મોતથી પણ ડરતી નથી અને આથી જ આવી નાની-મોટી ચાલ ચાલવાની જરૂર નથી.

મુંબઈ પોલીસની કામગીરી પર સવાલ
બીજી ટ્વીટમાં કંગનાની ટીમે કહ્યું હતું, વિશ્વના સૌથી સારા મુખ્યમંત્રી કહી રહ્યા છે કે મને પુરાવા આપો. તો હવે આ જનતા પર છે કે તેમને પુરાવા આપવામાં આવે પરંતુ મુંબઈ પોલીસ ક્રાઈમ સાઈટને સીલ સુદ્ધા કરી શકી નહોતી અને ત્યાંથી વાળ, ફિંગર પ્રિન્ટ્સ વગેરે તપાસ માટે ભેગું પણ કર્યું નહોતું. મૂવી માફિયાના બેસ્ટ CM આપણી પાસેથી પુરાવા ઈચ્છે છે.

CMએ બે મિનિટમાં સુસાઈડ જાહેર કરી દીધું
ત્રીજી તથા અંતિમ ટ્વીટમાં ટીમે કહ્યું હતું, સુશાંતના પરિવાર તથા મિત્ર સ્મિતાએ પુષ્ટિ કરી છે કે તે ઈન્ડસ્ટ્રી છોડવા માગતો હતો. અહીંયા તેને ગભરામણ થતી હતી અને તે એકદમ ડરી ગયો હતો. તે સતત કહેતો હતો કે તે લોકો તેને મારી નાખશે અને દુનિયાના સૌથી સારા મુખ્યમંત્રી તેની હત્યાને બે મિનિટમાં સુસાઈડ જાહેર કરી દે છે. મૂવી માફિયા સાથે જોડાયેલા લોકોએ માનસિક બીમારીનું અભિયાન શરૂ કરી દીધું.

ઉદ્ધવે કહ્યું, જો પુરાવા હોય તો અમને આપો
આ પહેલાં સમાચાર એજન્સી ANIએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર એક ટ્વીટ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું, મુંબઈ પોલીસ સક્ષમ છે. જો કોઈની પાસે પુરાવા છે તો તેઓ અમારી પાસે લઈને આવી શકે છે. અમે આ કેસમાં સંડોવાયેલા લોકોની પૂછપરછ કરીશું અને દોષીતોને સજા આપીશું. મહેરબાની કરીને બિહાર તથા મહારાષ્ટ્રના સંબંધો ખરાબ થાય તે રીતે આ કેસનો ઉપયોગ કરવામાં ના આવે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kangana Ranaut lashes out at Maharashtra CM Uddhav Thackeray, says world's best CM is seeking evidence from people


from Divya Bhaskar https://ift.tt/3jZdbiU
https://ift.tt/2XgIBaC

બિહાર પોલીસ ‘દિલ બેચારા’ના કલાકારોની પૂછપરછ કરશે, રિયા સાથે ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવશે

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ માટે બિહાર પોલીસ શનિવાર (પહેલી ઓગસ્ટ)ના રોજ એક્ટરની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’માં કામ કરી ચૂકેલા કલાકારોની પૂછપરછ કરશે. આ પહેલાં 31 જુલાઈના રોજ ફિલ્મના ડિરેક્ટર મુકેશ છાબરા સાથે બિહાર પોલીસે વાત કરી હતી. બિહાર પોલીસ જાણવા માગે છે કે અંતિમ ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર કેવું વાતાવરણ હતું. બિહાર પોલીસ ફિલ્મના કલાકારો પાસેથી રિયા તથા સુશાંતના સંબંધો અંગે વિસ્તૃત માહિતી મેળવવા ઈચ્છે છે.

સૂત્રોના મતે, ‘દિલ બેચારા’ ફિલ્મમાં કામ કરનાર સાહિલ વૈદ્ય ઉપરાંત સુશાંતના નવા ડ્રાઈવર તથા સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે. બિહાર પોલીસ ફિલ્મ એક્ટ્રેસ સંજના સાંઘીની ફોન પર પૂછપરછ કરી શકે છે. સંજના હાલમાં દિલ્હીમાં પોતાના પરિવાર સાથે છે. આ ઉપરાંત બિહાર પોલીસ રિયા તથા તેના ભાઈની પણ પૂછપરછ કરવાનો પ્રયાસ કરશે. બિહાર પોલીસ જાણવા માગે છે કે જો સુશાંત માનસિક રીતે અસ્વસ્થ હતો તો નવી ફિલ્મની સ્ટોરી પર કેવી રીતે વાતચીત કરતો હતો?

હાઉસ કીપર તથા બેંકરની પણ પૂછપરછ
બિહાર ટીમે શુક્રવાર (31 જુલાઈ)ના રોજ સુશાંતના ઘરના હાઉસ કીપર તથા એક્ટરના બેંક અકાઉન્ટનું ધ્યાન રાખનાર બેંકરની પણ પૂછપરછ કરી હતી. સૂત્રોના મતે હાઉસ કીપરે કહ્યું હતું કે રિયા ચક્રવર્તીની પરવાનગી વગર કોઈ પણ ઘરમાં આવી શકતું નહોતું અને સુશાંતને કોઈ પણ વ્યક્તિ મળી શકતી નહોતી. ત્યાં સુધી કે કોઈને પણ સુશાંતના રૂમમાં જવાની પરવાનગી નહોતી.

બિહાર પોલીસ સુશાંતના ફ્લેટમાં જઈને તપાસ કરશે
સુશાંતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. 31 જુલાઈ, શુક્રવારના રોજ પટના પોલીસ આ ફ્લેટ પર આવી હતી. સુશાંતના નોકર નીરજ, અપાર્ટમેન્ટના ગાર્ડ, સોસાયટીના મેનેજર તથા ફ્લેટના માલિકની પૂછપરછ કરવામાં આવી હતી. સુશાંત તથા રિયાના સંબંધોની સાથે એ માહિતી પણ લેવામાં આવી હતી કે અહીંયા કોણ કયા સમયે આવતું હતું. ફ્લેટમાં રહેનારા લોકોની પણ પૂછપરછ કરી હતી. સૂત્રોના મતે, સુશાંતના ફ્લેટમાંથી કેટલીક વસ્તુઓ બિહાર પોલીસ પોતાની સાથે લઈ ગઈ હતી અને હવે તેની તપાસ કરવામાં આવશે.

બિહાર પોલીસની ટીમ કૂપર હોસ્પિટલ પણ ગઈ હતી
સુશાંતનું કૂપર મ્યુનિસિપલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બિહાર પોલીસ પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરની પૂછપરછ કરવાના આશયથી હોસ્પિટલ ગઈ હતી. જોકે, ડૉક્ટરે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અંગે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી. ડૉક્ટરે કહ્યું હતું કે તેમણે મુંબઈ પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પહેલા જ આપી દીધો છે. બિહાર પોલીસ ઈચ્છે તો મુંબઈ પોલીસ પાસેથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેળવી શકે છે.

મુકેશ છાબરાએ પોલીસને આ નિવેદન આપ્યું
બિહાર પોલીસ સૂત્રોના મતે, મુકેશ છાબરાએ કહ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું હતું અને એડિટિંગ પર કામ ચાલતું હતું. તે સમયે સુશાંત માનસિક રીતે સ્વસ્થ હતો. જોકે, રિયા ચક્રવર્તીના આવ્યા બાદ સુશાંતના જીવનમાં ઘણું જ પરિવર્તન આવી ગયું હતું. સુશાંત સિંહ પોતાના ખાસ મિત્ર મહેશ શેટ્ટીને 10 મહિના બાદ મે મહિનામાં છેલ્લીવાર મળ્યો હતો.

બિહાર પોલીસ આ મુદ્દાઓ પર તપાસ કરી રહી છે

  • બેંક અકાઉન્ટમાં કેટલા રૂપિયા હતા અને પૈસા ક્યારે અને કોને ટ્રાન્સફર કરવામાં આવ્યા, આની તપાસ થઈ રહી છે
  • રિયા ચક્રવર્તીની આમાં શું ભૂમિકા છે? 15 કરોડ રૂપિયા પર રિયાની કંપનીની પણ તપાસ થશે
  • સુશાંતના ડિપ્રેશનની વાતમાં કેટલી સચ્ચાઈ છે?
  • સુશાંતના નિકટના લોકો પાસેથી આ અંગેની માહિતી ભેગી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે

બિહાર પોલીસે મુંબઈ પોલીસને પત્ર લખ્યો છે
મીડિયા રિપોર્ટ પ્રમાણે, મુંબઈ તથા બિહાર પોલીસ વચ્ચે આ કેસમાં કોઈ તાલમેલ નથી અને આથી જ પટનાના SPએ બાંદ્રાના DCPને પત્ર લખ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈ આવેલી બિહાર પોલીસની ટીમને કાર આપવામાં આવે અને ટીમમાં એક મહિલા પોલીસની વ્યવસ્થા કરી આપવામાં આવે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant suicide case Bihar police will interrogate the cast of 'Dil Bechara' and try to contact Rhea again


from Divya Bhaskar https://ift.tt/2XfE5cL
https://ift.tt/2PbayfI

સુશાંતના ફેમિલી વકીલ વિકાસ સિંહનો દાવો- 25 જુલાઈ સુધી ખુદ સિદ્ધાર્થ રિયા વિરુદ્ધ જાણકારી આપી રહ્યો હતો, અચાનક તેનો વ્યવહાર બદલી ગયો

થોડા દિવસ પહેલાં સુશાંત સિંહના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીએ તેના પરિવાર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ તેને રિયા વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપવા પ્રેશર કરી રહ્યા છે. આ બાબતે સુશાંતના ફેમિલી વકીલ વિકાસ સિંહે કડક પ્રતિક્રિયા આપી છે. તેના જણાવ્યા અનુસાર 25 જુલાઈ સુધી સિદ્ધાર્થ ખુદ સુશાંતના પરિવારને રિયા વિરુદ્ધ જાણકારી આપી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ તેનું વર્તન બદલાઈ ગયું.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં વિકાસે કહ્યું, 25 જુલાઈ સુધી તે પરિવારના સંપર્કમાં હતો અને એવું કહીને મદદ કરવાની ટ્રાય કરતો રહ્યો કે સુશાંત સાથે જે થયું તેના માટે રિયા ચક્રવર્તી જવાબદાર છે. અચાનક તેનું વર્તન બદલાઈ ગયું. મને નથી ખબર કે શું થયું? પરંતુ મને આશા છે કે પોલીસ ટૂંક સમયમાં કેસના મૂળ સુધી પહોંચીને જાણી લેશે કે આ કેસમાં પીઠાણીનો રોલ શું છે અને તેની પાસે એવી કઈ માહિતી છે જે તેણે શેર નથી કરી.

આ છે સિદ્ધાર્થ પીઠાણીનો આરોપ
વાત એમ છે કે રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં એક યાચિકા ફાઈલ કરીને તેની વિરુદ્ધ પટનામાં ફાઈલ થયેલ કેસ મુંબઈ શિફ્ટ કરવાની અપીલ કરી હતી. તેમાં તેણે એવો દાવો કર્યો કે સિદ્ધાર્થ પીઠાણીએ મુંબઈ પોલીસને મેલ કરીને સુશાંતના પરિવાર દ્વારા તેને પ્રેશર કરવાની વાત કરી છે. સિદ્ધાર્થના મેલ મુજબ સુશાંતના ફેમિલી મેમ્બર્સ અને એક સિનિયર IPSએ તેને કોલ કર્યો. 22 અને 27 જુલાઈના આ કોલ આવ્યા અને તેને કહેવામાં આવ્યું કે તે તેના સ્ટેટમેન્ટમાં રિયાએ સુશાંતના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું એવી વાત કરે.

પીઠાણીએ રિયાને મેલ કર્યો, તો તેની વિશ્વસનીયતા પર સંદેહ: વિકાસ સિંહ
સિદ્ધાર્થના મેલ વિશે વિકાસ સિંહે કહ્યું કે, આ એકદમ સરપ્રાઈઝિંગ છે. જો આ મેલ મુંબઈ પોલીસને કરવામાં આવ્યો હતો તો પછી રિયા સુધી કઈ રીતે પહોંચ્યો? જ્યારે આ મેલ પબ્લિક લાઇટમાં આવ્યો ત્યાં સુધી તો રિયાને એક FIRમાં આરોપી ગણાવી દેવામાં આવી હતી. માટે આ વાત પર સવાલ જ ઊભો નથી થતો કે આ પોલીસે તેને જણાવ્યું. જો પીઠાણીએ આ મેલ રિયાને મોકલ્યો હોય તો પછી તેની વિશ્વસનીયતા પર સંદેહ છે.

સિદ્ધાર્થે જ સૌથી પહેલા સુશાંતને મૃત હાલતમાં જોયો હતો
વિકાસ સિંહે આગળ પીઠાણી પર નિશાન સાધતા કહ્યું, આ છોકરો સુશાંત સાથે જ રહેતો હતો અને તેને જ સૌથી પહેલા સુશાંતને મૃત હાલતમાં જોયો હતો. માટે જ્યારે તેને ખબર પડી કે દરવાજો બંધ છે તો તેને દરવાજો ત્યાં સુધી ન ખોલ્યો જ્યાં સુધી તેની બહેન આવી ન ગઈ. તેણે દોઢ કલાક રાહ જોઈ.

મને આ 15 કરોડ વિશે કોઈ જાણકારી નથી: સિદ્ધાર્થ
શુક્રવારે ANI સાથેની વાતચીતમાં સિદ્ધાર્થે કહ્યું હતું, સુશાંતના પરિવારે મને બોલાવ્યો અને મને કહ્યું રિયાએ 15 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું છે અને મારે મારા સ્ટેટમેન્ટમાં આ વાત કહેવાની છે. મેં તેમને જવાબ આપ્યો કે હું માત્ર એ જ કહીશ જે વાતની જાણકારી મને છે અને જેના પર મને ભરોસો છે.

હું તેમને સુશાંતના મૃત્યુ પછી મળ્યો હતો. પરંતુ અચાનક આ ફેરફાર વિશે જાણતો ન હતો. ત્યારબાદ મેં પોલીસનો સંપર્ક કર્યો અને બધું જણાવી દીધું. તેમણે મને ઈમેલ એડ્રેસ આપ્યું અને માહિતી શેર કરવા કહ્યું. મેં પોલીસને જણાવ્યું કે સુશાંતનો પરિવાર મને કંઈક આવું સ્ટેટમેન્ટ આપવા માટે કહી રહ્યા છે. કાશ હું આ ટ્રાન્ઝેક્શન વિશે ખરેખર જાણતો હોત. હું સ્ટેટમેન્ટ આપી દેત. મને આ 15 કરોડ વિશે કોઈ માહિતી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput Suicide Case: Actor's Friend Siddharth Pithani Gave Information To His Family Against Rhea Chakraborty, Suddenly, He Has Done A Volte face


from Divya Bhaskar https://ift.tt/2EyQdik
https://ift.tt/33eiOUp

બૉડીગાર્ડનો ખુલાસો, ‘બીમાર સુશાંત હંમેશાં પથારીમાં પડ્યો રહેતો, તેના પૈસાથી રિયા ચક્રવર્તી ઘરમાં પાર્ટીઓ કરતી’

સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં રોજ નવા-નવા ખુલાસાઓ થતા રહે છે. સુશાંતના પિતા કે કે સિંહે બિહારમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. બિહાર પોલીસ આ કેસની તપાસ અર્થે મુંબઈ આવી છે. બિહાર પોલીસે ઘણાં લોકોની પૂછપરછ કરી છે. આ દરમિયાન સુશાંતના બૉડીગાર્ડે એક ઈન્ટરવ્યૂમાં શોકિંગ ખુલાસાઓ કર્યા હતા.

સુશાંત બીમાર રહેતો હતો, રિયા પાર્ટી કરતી હતી
બૉડીગાર્ડે રિપબ્લિક ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સુશાંત ઘણીવાર બીમાર રહેતો હતો. તે મોટાભાગનો સમય પોતાના બેડરૂમમાં સૂતો રહેતો હતો. બૉડીગાર્ડે એ પણ ખુલાસો કર્યો હતો કે સુશાંતની લિવ-ઈન પાર્ટનર રિયા ચક્રવર્તી ઘરમાં પાર્ટી આપતી હતી. આ પાર્ટીના તમામ ખર્ચાઓ સુશાંતના પૈસાથી ચૂકવવામાં આવતા હતા.

રિયા પાર્ટીમાં મશગૂલ રહેતી હતી અને સુશાંત બેડરૂમમાં સૂતો રહેતો હતો. સુશાંતના ઘરમાં થતી પાર્ટીમાં રિયા ઉપરાંત તેના પિતા તથા ભાઈ પણ આવતા હતા.

બૉડીગાર્ડે આગળ એમ પણ કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક મહિનાથી સુશાંતનો પરિવાર એક્ટરના સંપર્કમાં નહોતો. પરિવારનો એક પણ સભ્ય સુશાંતને મળવા આવી શકતો નહોતો.

સુશાંતની લાઈફ-સ્ટાઈલમાં એકદમ પરિવર્તન આવી ગયું હતું
બૉડીગાર્ડે કહ્યું હતું કે રિયાના આવ્યા બાદ છેલ્લાં એક વર્ષમાં સુશાંતની લાઈફ-સ્ટાઈલમાં ઘણો જ ફેરફાર થયો હતો. સુશાંત દવા લઈને આખો દિવસ સૂતો જ રહેતો હતો. તેને ઓવર-ડોઝ આપવામાં આવતો કે નહીં એ ખબર નથી. ગયા વર્ષે યુરોપ ટ્રિપમાંથી તે પાછો આવ્યો પછી તે બીમાર જ રહેતો હતો. તે હંમેશાં રૂમમાં પડ્યો રહેતો હતો. જોકે, પહેલાં આવું ક્યારેય બન્યું નહોતું. તે પહેલાં ઘણો જ એક્ટિવ હતો. સુશાંત નિયમિત રીતે પહેલાં સ્વિમિંગ, રનિંગ તથા જિમિંગ કરતો હતો.

ઈન્ટરવ્યૂમાં બૉડીગાર્ડે એમ પણ કહ્યું હતું કે રિયાએ સુશાંતનો પૂરો સ્ટાફ બદલાવી નાખ્યો હતો. તે એક માત્ર બૉડીગાર્ડ તરીકે સુશાંત સાથે જોડાયેલો રહ્યો હતો. તે ઈચ્છે છે કે આ કેસની ગંભીરતાથી તપાસ કરવામાં આવે અને સુશાંતને ન્યાય મળે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bodyguard Alleged Sushant Kept Sleeping, under some medication


from Divya Bhaskar https://ift.tt/2BLQKfM
https://ift.tt/3hW48gL

લૉકડાઉનમાં પરપ્રાંતીય શ્રમિકોને જોઈને કપિલ શર્મા ભાવુક થઈ જતો, કહ્યું- હું પણ બીજા શહેરમાંથી આવ્યો છું, હું પણ પરપ્રાંતીય મજૂર

કપિલ શર્માએ ‘ધ કપિલ શર્મા શો’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. હાલમાં જ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કપિલે કહ્યું હતું કે લોકોને ખુશ રાખવા તેના માટે સામાજિક જવાબદારી છે. વાત-વાતમાં કપિલ શર્માએ અંગત જીવન અંગે પણ વાત કરી હતી.

બીજીવાર શૂટિંગ શરૂ કરતા પહેલાં થોડો અવઢવમાં હતો
લૉકડાઉન બાદ ફરીવાર કામ શરૂ કરવાની તક મળી તો આનંદ થયો પરંતુ શરૂઆતમાં થોડો અવઢવમાં પણ હતો, કારણ કે ઘરમાં નાની દીકરી અનાયરા છે. એને કારણે મનમાં ડર હતો. જોકે, પત્ની ગિન્નીએ હિંમત આપી હતી. તેણે સમજાવ્યું કે આ બીમારી સાથે જ જીવવાનું છે. ક્યારેક તો કામ પર જવું જ પડશે. મારી સાથે બહુ બધા લોકો જોડાયેલા છે અને તેમની જવાબદારી મારી પર છે.

હવે લાગે છે કે હું ઘણો જ સમજદાર બની ગયો છું
જ્યારે તમારું કામ ધ્યાનમાં હોય ત્યારે તમે અનેક નેગેટિવ વાતો ભૂલી જાવ છો. મારો સમય સ્ક્રિપ્ટ રીડિંગ, રિહર્સલ તથા શૂટિંગમાં પસાર થઈ જાય છે. આ દરમિયાન કોઈ નેગેટિવ વિચાર આવતો નથી. લોકો સાથે વાત કરીને પોઝિટિવ લાગણી થાય છે. લૉકડાઉન દરમિયાન ચારેય બાજુ નેગેટિવ વાતો થતી હતી અને તેને કારણે ઉદાસ થઈ ગયો હતો. જોકે, હવે કામ શરૂ થઈ ગયું છે તો એક અલગ પ્રકારની એનર્જી આવી ગઈ છે. મને અનેક લોકોએ કહ્યું હતું કે ખરાબ સમયમાં અમે તમારો જ શો જોતા હતા. હવે લાગે છે કે હું ઘણો જ સમજદાર થઈ ગયો છું.

મુશ્કેલ સમયમાં લોકોને હસાવવા સરળ નથી
આ ખરાબ સમયમાં હસાવવું સરળ નથી. જોકે, હું માનું છું કે આ સમયમાં આવા શોની ઘણી જ જરૂર છે. હું ઈચ્છું છું કે આવા બીજા શો પણ બને. જે દિવસે મેં સોશિયલ મીડિયામાં શો ફરીવાર શરૂ થશે તે વાત કરી ત્યારે લોકોએ ઘણી જ સારી પ્રતિક્રિયા આપી હતી. જો મનમાં થોડો પણ ડર આવે ત્યારે હું આ મેસેજ વાંચીને મારી જાતને મોટિવેટ કરું છું.

હું પણ બીજા શહેરમાંથી આવ્યો છું, હું પણ પરપ્રાંતીય મજૂર છું
આ સમયમાં દરેક ક્ષેત્રને નુકસાન થયું છે. એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીને બહુ જ મોટું નુકસાન થયું છે. જોકે, મને આ સમયે ક્યારેય મારા શો તથા મારી કરિયરને લઈ ડર લાગ્યો નહોતો. મેં તો થોડો સમય પરિવાર સાથે પસાર કરવાનું નક્કી કરી લીધું હતું. જોકે, જ્યારે પણ કોરોનાને લગતા સમાચાર વાંચતો કે જોતો ત્યારે બહુ જ ખરાબ લાગતું કે અનેક લોકો પોતાના ઘર જઈ શકતા નથી. અનેકની નોકરી જતી રહી અને અનેકે પોતાના જીવ ગુમાવ્યા.

સાચું કહું તો આ પર-પ્રાંતીય મજૂરો સાથે હું મારી જાતને રિલેટ કરી શકું છું. હું પણ બીજા શહેરનો છું અને કામ કરવા માટે મુંબઈ આવ્યો છું. હું પણ પર-પ્રાંતીય મજૂર છું. એ લોકોને જોઈને ઘણો જ ભાવુક થઈ જાઉં છું. બસ, ફરક એટલો જ છે કે મારી પાસે મુંબઈમાં એક ઘર છે અને મારા પરિવાર સાથે રહું છું. આથી હવે આ શહેર મારું થઈ ગયું છે. જોકે, તે બિચારાઓનું શું જેમનું પોતાનું ઘર નથી અને પરિવાર પણ નથી. આ બધું જોઈને દુઃખ થાય છે.

સોશિયલ મીડિયાનો સારા કામ માટે ઉપયોગ કરું છું
અનેક લોકોને મારી પાસેથી આશા છે. માત્ર હસાવવા માટે જ નહીં પરંતુ સોશિયલ કૉઝ માટે પણ. જો મારી કોઈ પોસ્ટ શૅર કરવાથી જરૂરિયાતમંદ લોકોને મદદ મળતી હોય, તો હું ક્યારેય પીછેહઠ કરતો નથી. મારી પાસે એટલા પૈસા નથી કે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરી શકું, પરંતુ અનેકમાંથી થોડા લોકોની તો મદદ કરી જ શકું છું.

હાલમાં જ મારી એક પોસ્ટને કારણે એક જ દિવસમાં 50 હજાર ડૉલર જમા થયા હતા. આ પૈસાથી નાનકડી બાળકીની સારવાર થવાની હતી. સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ પણ થાય છે તો સારાં કામ પણ થાય છે. હું સોશિયલ મીડિયાનો ઉપયોગ સારા કામ માટે કરું છું અને આગળ પણ આમ જ કરતો રહીશ.

ગિન્નીને આ શોમાં આવવાની તક જરૂરથી આપીશ
હાલમાં તો ફિલ્મ રિલીઝ થતી નથી અને એક્ટર્સ સેટ પર આવે તે થોડું મુશ્કેલ છે. જોકે, કામ તો કરવાનું જ છે અને અમે પ્રયાસ કરીશું કે જે પણ સેલેબ્સ ઉપલબ્ધ હોય તેમને શોમાં આવવાનું આમંત્રણ આપીશું. હાલમાં જ સોનુ સૂદ અમારા શોમાં આવ્યા હતા.

અનેક લોકો શોમાં કામ કરતા કલાકારોના પરિવાર અંગે જાણવા માગતા હોય છે અને તેથી જ અમે એક સ્પેશિયલ એપિસોડ લઈને આવવાના છીએ. આ એપિસોડમાં અર્ચના પૂરણ સિંહના પતિ પરમીત સેઠી, કિકુ શારદાની પત્ની પ્રિયંકા શારદા, કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહ જોવા મળશે. આ એપિસોડ શૂટ પણ થઈ ગયો છે. મારા પરિવારમાંથી કોઈ જોવા મળશે નહીં, કારણ કે માતા હાલમાં પંજાબમાં છે અને ગિન્ની દીકરીની દેખરેખમાં વ્યસ્ત છે. જોકે, ગિન્નીને ક્યારેક તો શોમાં આવવાની તક આપીશ.

ઓક્ટોબર મહિનામાં વેબ સીરિઝનું શૂટિંગ શરૂ કરશે
K9 પ્રોડક્શન વેબ સીરિઝ ‘દાદી કી શાદી’નું શૂટિંગ ઓક્ટોબર મહિનાથી શરૂ કરશે. આવતા વર્ષે એક ફિલ્મ વિશે પણ વાતચીત ચાલે છે. હાલમાં તો મારો મોટાભાગનો સમય શો પાછળ જ જાય છે. આથી જ અન્ય પ્રોજેક્ટ પર કામ કરવું થોડું મુશ્કેલ છે. જ્યારે પહેલી ફિલ્મ કરી હતી ત્યારે અઠવાડિયે એક જ વાર શો આવતો હતો અને ફિલ્મનું શૂટિંગ પણ મુંબઈમાં જ હતું અને તેથી તે સરળ હતું. બીજી ફિલ્મ વખતે બહુ જ દોડધામ કરવી પડી હતી. હાલમાં મોટા પ્રોજેક્ટ અંગે વિચારતો નથી.

આ સમય પણ પસાર થઈ જશે
અંગત જીવનમાં પણ ખરાબ સમયમાંથી પસાર થઈ ચૂક્યો છે. મેં એક જ વાત શીખી છે કે એક જેવો સમય ક્યારેય રહેતો નથી. હાલમાં આપણે બધા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ પરંતુ હું એટલું જ કહીશ કે કોઈએ હિંમત હારવાની જરૂર નથી. બધા સાથે મળીને આ સમયમાંથી પસાર થઈ જશે. ખરાબ સમય બહુ બધું શીખવે છે. આ મારો અંગત અનુભવ છે.

સુનીલ ગ્રોવર સાથે કોઈ મતભેદ નથી
સુનીલ ગ્રોવર સાથે કોઈ મતભેદ નથી. તેની સાથે ક્યારેક-ક્યારેક વાતચીત થાય છે. લૉકડાઉન પહેલાં પંજાબ તથા દિલ્હીમાં એક લગ્નમાં મુલાકાત થઈ હતી. જોકે, હાલના સમયે મળવાનું શક્ય નથી. જોકે, અમે એકબીજાના સંપર્કમાં છીએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kapil Sharma gets emotional when he sees migrants workers in lockdown, he says- I am also from another city, I am also a migrants worker


from Divya Bhaskar https://ift.tt/30i7JQn
https://ift.tt/3gmjXwX

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...