Sunday, May 31, 2020

અમિતાભ બચ્ચને કહ્યું- આ લોકડાઉન દરમ્યાન જેટલું શીખ્યું, સમજ્યું અને જાણ્યું એટલું આખા જીવનમાં ન શીખી શકયા

મહામારી કોરોનાને કારણે હાલ શૂટિંગ બંધ છે. અમિતાભ બચ્ચન ઘરે રહીને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા રહે છે. તેણે એક પોસ્ટમાં કહ્યું કે, આ લોકડાઉન દરમ્યાન તેમણે જેટલું શીખ્યું, સમજ્યું અને જાણ્યું છે એટલું 78 વર્ષના તેમના જીવનકાળમાં નથી શીખી શકયા. આ મેસેજ તેમણે હિન્દી અને અંગ્રેજી ભાષામાં શેર કર્યો હતો.

View this post on Instagram

इस Lockdown के काल में जितना मैंने सीखा, समझा, और जाना , उतना मैं अपने 78 वर्षों के जीवन काल में न सीख सका, न समझ सका और न ही जान सका ! इस सच्चाई को व्यक्त करना , इसी सीख, समझ और जानने का परिणाम है ! 🙏 What I was able to learn, understand and know during the period of this Lockdown , I was unable to learn, understand and know, during my entire 78 years .. and to be able to express this truth , is the result of this learning, understanding and knowing !!🙏

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on May 30, 2020 at 9:42pm PDT

તેમણે પોસ્ટ શેર કરી લખ્યું કે, આ લોકડાઉન કાળમાં મેં જેટલું શીખ્યું, સમજ્યું અને જાણ્યું એટલું હું મારા 78 વર્ષના જીવનકાળમાં ન શીખી શક્યો, ન સમજી શક્યો અને ન જાણી શક્યો. આ હકીકતને વ્યક્ત કરવી, આ સીખ, સમજ અને જાણવાનું પરિણામ છે.

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર અવારનવાર જિંદગી સાથે સંકળાયેલ વાતો શેર કરતા રહે છે. કોઈવાર તેઓ પિતા હરિવંશ રાય બચ્ચનની કવિતા પણ શેર કરે છે. તેમના ફોટો સાથે કેપ્શનમાં આ બધી વાતો શેર કરતા રહે છે.

અમિતાભ બચ્ચન હવે ગુલાબો સિતાબો ફિલ્મમાં દેખાવાના છે. અમિતાભ અને આયુષ્માન સ્ટારર આ ફિલ્મ 12 જૂને એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવાની છે. ફિલ્મને શૂજિત સરકારે ડિરેક્ટ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Learnt More During Lockdown Than in 78 Years, Says Amitabh Bachchan


from Divya Bhaskar https://ift.tt/2zLGu6j
https://ift.tt/2zPiQWq

સુનીલ ગ્રોવરે એન્ટી-કેન્સરનો મેસેજ આપવા ઘરમાં ‘સિગારેટ’ બનાવી

આજે (31 મે) વર્લ્ડ ટૉબૅકો ડે છે. આ પ્રસંગ પર કોમેડિયન તથા એક્ટર સુનીલ ગ્રોવરે વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેણે સ્મોકિંગ છોડવાની વાત કરી છે. વીડિયોમાં સુનીલ ગ્રોવર શૅફના અવતારમાં જોવા મળે છે. આ વીડિયોમાં તે પોતાના કિચનમાં સિગારેટ બનાવતો જોવા મળે છે. સુનીલે એન્ટી ટૉબૅકો કેમ્પેઈનનો આ વીડિયો ઈન્ડિયન કેન્સર સોસાયટી સાથે મળીને બનાવ્યો હતો.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં સુનીલ ગ્રોવર કિચનમાં ઊભો હતો અને તેણે ઓફ-વ્હાઈટ અપ્રોન પહેર્યું હતું. તેણે કહ્યું હતું, ‘આજે હું તમને બહુ જ લોકપ્રિય રેસિપી બતાવવાનોછું. એક વાસણમાં કૅડમિયમ, ત્યારબાદ થોડું ઍસિટોન લો. હવે આપણે આની અંદર મીણ નાખીશું. હવે અમોનિયા નાખવાનો રહેશે. અમોનિયા આપણને ટોઈલેટ ક્લિનરમાંથી મળી રહેશે. સ્વાદ અનુસાર ઝેર એટલે કે આર્સનિક ઉમેરો. અંતમાં થોડું નિકોટીન નાખો. નિકોટીન આપણને જંતુનાશક દવાઓમાંથી મળી રહેશે.’

ત્યારબાદ સુનીલ એક પ્લેટમાં સિગારેટ બતાવે છે અને કહે છે, ‘હવે તૈયાર થઈ ગઈ તમારી મનપસંદ, ટેસ્ટી સિગારેટ.’ પછી સુનીલેહાથમાં સિગારેટ પકડી અને કહ્યું, ‘જોવામાં એટલી કૂલ લાગે છે કે ખબર જ નથી પડતી કે આમાં હાનિકારક કેમિકલ્સ હોય છે. જેને ખબર પડી ગઈ તે આનાથી દૂર જ રહેશે ને? ઈન્ડિયન કેન્સર સોસાયટીની વાત માનો, સિગારેટ, તમાકુથી દૂર રહો અને કેન્સરથી બે ડગલાં આગળ.’

સુનીલે આ વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘લૉકડાઉન દરમિયાન એક નવા ટાઈપની રેસિપી ટ્રાય કરી છે. આ વીડિયોમાં તે વાત કરવામાં આવી છે, તે ઘણી જ કઠોર છે અને તેણે મને વારંવાર વિચાર કરવા પ્રેર્યો હતો.’

ડિરેક્ટર અનુભવ સિંહાએ વીડિયો શૅર કર્યો
સુનીલ ગ્રોવરનો આ વીડિયો ફિલ્મમેકર અનુભવ સિંહાએ શૅર કરીને કહ્યું હતું, ‘મેં 30 વર્ષ પહેલાં જ સ્મોક કરવાનું બંધ કરી દીધું. હું પહેલાં પુષ્કળ સ્મોક કરતો પરંતુ હવે છોડી દીધું છે. હું યંગસ્ટર્સને એમ જ કહું છું કે તમે ક્યારેય સ્મોક કરવાનો પ્રયાસ પણ કરશો નહીં અથવા તમે વર્ષો સુધી સ્મોક છોડવાનો પ્રયાસ કરતાં રહેશો. દરેક સ્મોકર સ્મોકિંગ છોડવા ઈચ્છે છે પરંતુ તે કરી શકતા નથી. સુનીલ આ સારી ફિલ્મ છે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sunil Grover made a 'cigarette' at home to give an anti-cancer message


from Divya Bhaskar https://ift.tt/3gEcEBh
https://ift.tt/2XfD5Wm

સલમાન ખાને મુંબઈ પોલીસને 1 લાખ હેન્ડ સેનિટાઇઝર વહેંચ્યા, ઉદ્ધવ ઠાકરેએ સોશિયલ મીડિયા પર આભાર માન્યો

સલમાન ખાન મુંબઈના ફ્રન્ટ લાઈન વોરિયર્સની મદદ માટે આગળ આવ્યો છે. તેણે મુંબઈ પોલીસને હેન્ડ સેનિટાઇઝર દાન કર્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ટ્વિટર પર સલમાનનો આભાર માન્યો છે. તેમણે લખ્યું કે, મુંબઈ પોલીસને 1 લાખ હેન્ડ સેનિટાઇઝર દાન કરવા બદલ આભાર.

યુવા સેનાના સભ્ય રાહુલ કનાલે સલમાનના વખાણ કરતા લખ્યું કે, ફ્રન્ટલાઈન વોરિયર્સની મદદ કરવા માટે સલમાન ખાન તમારો આભાર. FRSH સેનિટાઇઝર પોલીસ ડિપાર્ટમેન્ટના ફ્રન્ટલાઈન વોરિયર્સને વહેંચી દેવાયા છે.

સલમાને થોડા દિવસ પહેલાં તેની પર્સનલ કેર બ્રાન્ડ FRSH લોન્ચ કરી છે. સલમાને હાલના સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સેનિટાઇઝર લોન્ચ કરવાનો નિર્ણય લીધો. સલમાને FRSHની શરૂઆત પૂર્વ ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિના બ્યુટી બ્રાન્ડ Scentials સાથે જોઈન્ટ વેન્ચર તરીકે કરી છે.રિપોર્ટ્સ મુજબ તે એક વર્ષથી તેની બ્રાન્ડ પર કામ કરી રહ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Salman Khan donates hand sanitisers to Mumbai Police


from Divya Bhaskar https://ift.tt/2TQI5yw
https://ift.tt/2yMXYyE

તાપસી પન્નુની દાદીનું નિધન, એક્ટ્રેસે ભાવુક થઈને કહ્યું, ખાલીપો હંમેશાં સાથે રહેશે

તાપસી પન્નુનીદાદીમાનું નિધન થતાં એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તાપસી પોતાની દાદીને ‘બીજી’ કહીને બોલાવતી હતી.

તાપસીએ તસવીર શૅર કરી
તાપસીએ ગુરુદ્વારાની તસવીર શૅર કરી હતી. અહીંયા દાદીમાનો ફોટો મૂકવામાં આવ્યો હતો. આ તસવીર સાથે તાપસીએ કહ્યું હતું, ‘અમારા પરિવારની છેલ્લી પેઢી અમને છોડીને જતી રહી, તેમનું ખાલી સ્થાન હંમેશાં અમારી સાથે રહેશે...’ તાપસીએ દાદીને લઈ વધુ માહિતી શૅર કરી નહોતી.

ચાહકોએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી
તાપસી સાથે ‘થપ્પડ’ ફિલ્મમાં કામ કરનાર પવૈલ ગુલાટીએ કમેન્ટમાં સિમ્પલ ઈમોજી શૅર કરી હતી. અભિષેક બચ્ચન, ટિસ્કા ચોપરા સહિતના સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી.ચાહકોએ કમેન્ટ્સ કરી હતી કે ભગવાન તમારા પરિવાર તથા તમને આ દુઃખ સહન કરવાની તાકાત આપે. અન્ય ચાહકોએ કહ્યું હતું કે ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

તાપસી બહેન સાથે મુંબઈમાં છે
તાપસી પોતાની નાની બહેન શગુન પન્નુ સાથે મુંબઈમાં જ રહે છે. એક ઈન્ટરવ્યૂમાં તાપસીએ કહ્યું હતું કે તેના પેરેન્ટ્સ ચંદીગઢમાં રહે છે પરંતુ તેમનું ઘર કોરોના હોટ સ્પોટની નજીકમાં નથી. તેઓ 60 વર્ષના છે અને તેઓ વધુ ધ્યાન રાખે છે. તેના પિતા નિવૃત્ત છે અને માતા હાઉસવાઈફ છે. લૉકડાઉન પહેલાં પણ તેઓ મોટાભાગનો સમય ઘરની અંદર જ પસાર કરતાં હતાં. તેઓ વોકિંગ, મિત્રોને મળવા, માર્કેટ તથા ગુરુદ્વારા માટે બહાર જતા હતાં. તેથી લૉકડાઉનને કારણે તેમને બહુ ખાસ અસર થઈ નથી. પેરેન્ટ્સને તેમના કરતાં બંને દીકરીઓની ઘણી જ ચિંતા રહેતી હતી.

ઉલ્લેખનીય છે કે તાપસીની છેલ્લે ‘થપ્પડ’ ફિલ્મ રિલીઝ થઈ હતી. હવે, તે ‘હસીન દિલરુબા’, ‘રશ્મિ રોકેટ’ તથા ‘શાબાશ મિથુ’માં જોવા મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Taapsee Pannu grandmother passed away, the actress said,A void that will stay forever


from Divya Bhaskar https://ift.tt/2TUm6Hb
https://ift.tt/2Mh4q42

સારા અલી ખાને તેની નમસ્તે દર્શકો સિરીઝમાં ભારતદર્શન કરાવ્યા બાદ હવે તેની વેટ લોસની જર્ની બતાવી

સારા અલી ખાને લોકડાઉનમાં ઘરે બેઠા ઇન્સ્ટાગ્રામ પર એક સિરીઝ સ્ટાર્ટ કરી છે. નમસ્તે દર્શકોના લોકડાઉન એડિશનનો તેણે હવે બીજો એપિસોડ રિલીઝ કર્યો છે. આ વીડિયોમાં તેણે તેની વેટ લોસની જર્નીને બતાવી છે. સારાનું વજન પહેલાં 96 કિલો હતું અને ત્યારબાદ તેને પ્રોપર વર્કઆઉટને ડાયટને બધું ફોલો કરીને વજન ઘટાડ્યું.

View this post on Instagram

Episode 2: From Sara ka Sara to Sara ka aadha 🎃

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on May 30, 2020 at 5:16am PDT

સારા અલી ખાન કેપ્શનમાં તેનો હ્યુમરસ અને ફની ટચ આપતી રહી છે. આ એપિસોડ શેર કરી તેણે કેપ્શનમાં લખ્યું કે, નમસ્તે દર્શકો લોકડાઉન એડિશન, એપિસોડ 2: ફ્રોમ સારા કા સારા ટુ સારા કા આધા. સારા અલી ખાનનું વજન પહેલાં 96 કિલો હતું. સારા અમેરિકામાં કોલેજ કરવા માટે ગઈ હતી ત્યાં તેણે વજન ઘટાડયું હતું.

અગાઉ પહેલા એપિસોડમાં તેણે લોકોને ઘરે બેઠા ભારતદર્શન કરાવ્યું હતું. તેણે ભારતના વિવિધ રાજ્યમાં કરેલ મુસાફરીની ક્લિપ્સ ભેગી કરી એક વીડિયો બનાવ્યો હતો. વીડિયો નીચે તેણે લખ્યું હતું કે, નમસ્તે દર્શકો, લોકડાઉન એડિશન. એપિસોડ 1: ભારત ‘સ્ટેટ’ ઓફ માઈન્ડ. વીડિયોમાં તે બિહાર, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્ય એક્સપ્લોર કરતી દેખાઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sara Ali Khan has shared video on her weight loss transformation in her Namaste Darshako series


from Divya Bhaskar https://ift.tt/3dv1r3S
https://ift.tt/2TVrGJg

Why should state and Centre fight: West Bengal Governor Jagdeep Dhankhar

West Bengal Governor Jagdeep Dhankhar says the frightening scenario in the Amphan aftermath could have been avoided

from Today's Paper https://ift.tt/2XMqgSm
via

Covid-19 crisis: EU urges Donald Trump to rethink cutting funding to WHO

Trump on Friday charged that the WHO didn't respond adequately to the pandemic, accusing the UN agency of being under China's total control.

from Today's Paper https://ift.tt/3gCtVuH
via

Getting Sino-US relationship right is in people's interest: Li Keqiang

At the moment, China-US relations have encountered some new problems and challenges. This is a very important bilateral relationship

from Today's Paper https://ift.tt/2zK4mqZ
via

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...