Sunday, May 31, 2020

અમિતાભ બચ્ચને કહ્યું- આ લોકડાઉન દરમ્યાન જેટલું શીખ્યું, સમજ્યું અને જાણ્યું એટલું આખા જીવનમાં ન શીખી શકયા

મહામારી કોરોનાને કારણે હાલ શૂટિંગ બંધ છે. અમિતાભ બચ્ચન ઘરે રહીને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા રહે છે. તેણે એક પોસ્ટમાં કહ્યું કે, આ લોકડાઉન દરમ્યાન તેમણે જેટલું શીખ્યું, સમજ્યું અને જાણ્યું છે એટલું 78 વર્ષના તેમના જીવનકાળમાં નથી શીખી શકયા. આ મેસેજ તેમણે હિન્દી અને અંગ્રેજી ભાષામાં શેર કર્યો હતો.

View this post on Instagram

इस Lockdown के काल में जितना मैंने सीखा, समझा, और जाना , उतना मैं अपने 78 वर्षों के जीवन काल में न सीख सका, न समझ सका और न ही जान सका ! इस सच्चाई को व्यक्त करना , इसी सीख, समझ और जानने का परिणाम है ! 🙏 What I was able to learn, understand and know during the period of this Lockdown , I was unable to learn, understand and know, during my entire 78 years .. and to be able to express this truth , is the result of this learning, understanding and knowing !!🙏

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on May 30, 2020 at 9:42pm PDT

તેમણે પોસ્ટ શેર કરી લખ્યું કે, આ લોકડાઉન કાળમાં મેં જેટલું શીખ્યું, સમજ્યું અને જાણ્યું એટલું હું મારા 78 વર્ષના જીવનકાળમાં ન શીખી શક્યો, ન સમજી શક્યો અને ન જાણી શક્યો. આ હકીકતને વ્યક્ત કરવી, આ સીખ, સમજ અને જાણવાનું પરિણામ છે.

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર અવારનવાર જિંદગી સાથે સંકળાયેલ વાતો શેર કરતા રહે છે. કોઈવાર તેઓ પિતા હરિવંશ રાય બચ્ચનની કવિતા પણ શેર કરે છે. તેમના ફોટો સાથે કેપ્શનમાં આ બધી વાતો શેર કરતા રહે છે.

અમિતાભ બચ્ચન હવે ગુલાબો સિતાબો ફિલ્મમાં દેખાવાના છે. અમિતાભ અને આયુષ્માન સ્ટારર આ ફિલ્મ 12 જૂને એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવાની છે. ફિલ્મને શૂજિત સરકારે ડિરેક્ટ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Learnt More During Lockdown Than in 78 Years, Says Amitabh Bachchan


from Divya Bhaskar https://ift.tt/2zLGu6j
https://ift.tt/2zPiQWq

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...