Saturday, May 30, 2020

સુતપાએ પતિ ઈરફાન ખાનને યાદ કરી પોસ્ટ શેર કરી, લખ્યું- સમય-સમયની વાત છે, મળશું વાતો કરશું

સુતપા સિકદરે પતિ ઈરફાન ખાનને યાદ કરીને થ્રોબેક ફોટો ફેસબુક પર શેર કર્યો છે. 29 એપ્રિલે 53 વર્ષની વયે ઈરફાન ખાને દુનિયાને અલવિદા કહ્યું હતું. તેના મૃત્યુ બાદ સુતપા અને બાળકોને એક ઈમોશનલ નોટ પણ શેર કરી હતી. હવે મહિના બાદ સુતપાએ ફેસબુક પર ફોટો સાથે એક કેપ્શન પણ લખ્યું છે.

સુતપાએ રૂમીનો ક્વોટ લખ્યો કે, સાચા અને ખોટાથી પર એક જગ્યા હોય છે, હું તને ત્યાં મળીશ. જ્યારે આત્મા આ ઘાસમાં સમાઈ જાય છે ત્યારે દુનિયા વિશે ઘણી બધી વાત કરવાની હોય છે. આ બસ સમયની વાત છે, મળશું વાતો કરશું... આપણે ફરી મળીએ ત્યાં સુધી.

ઈરફાન ખાનનું મુંબઈની હોસ્પિટલમાં કોલન ઇન્ફેક્શનને કારણે મૃત્યુ થયું હતું. સુતપાએ અગાઉ ફેસબુક પર ડિસ્પ્લે ફોટો બદલીને તેનો અને ઈરફાનનો ફોટો અપડેટ કરી લખ્યું હતું કે, મેં કઈ ગુમાવ્યું નથી, મેં દરેક રીતે બધું મેળવ્યું જ છે. સુતપાનો મોટો દીકરો બાબીલ ખાન પણ પિતાની થ્રોબેક મેમરીઝ શેર કરતો રહે છે.

ઈરફાન અને સુતપા કોલેજ દરમ્યાન દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં મળ્યા હતા. 1995માં તેમણે નિકાહ કર્યા. તેમને બાબીલ અને અયાન બે દીકરા પણ છે. 25 વર્ષના લગ્નજીવનમાં સુતાપા હંમેશાં ઈરફાનની સાથે જ રહી અને તેની કાળજી લીધી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sutapa shares photos of Irrfan Khan and wrote, "It's just a matter of time...milenge baaten karenge.... Till we meet again"


from Divya Bhaskar https://ift.tt/2zJkA3E
https://ift.tt/2TU3LtD

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...