લોકડાઉનમાં સૌથી પહેલા અક્ષય કુમાર અને આર બાલ્કીએ એક એડ શૂટ કરી છે. કમાલિસ્તાન સ્ટૂડિયોમાં તેનું શૂટિંગ કેવી રીતે કર્યું , કેટલા ક્રૂ મેમ્બર્સને બોલાવવામાં આવ્યા અને કેવી સાવધાનીઓ રાખવામાં આવી. આ જાણકારી આ શોર્ટ ફિલ્મના પ્રોડ્યૂસર અનિલ નાયડુએ દિવ્યભાસ્કર એપ સાથે ખાસ શેર કરી છે. વાંચો આખી સ્ટોરી અનિલના શબ્દોમાં...
સૌ પ્રથમ મંત્રાલયએ અક્ષયકુમાર અને આર બાલ્કીને આ માટે સંપર્ક કર્યો હતો. પછી આ શોર્ટ ફિલ્મ માટે એક દોઢ પેજની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. ત્યારબાદ મંત્રાલયે અમારા માટે સ્વયં મુંબઇ પોલીસ કમિશ્નર પાસેથી શૂટિંગની પરમિશન માગી હતી. અમે લોકોએ સાવધાની માટે 22 અને 23 મેએ શૂટિંગ માટે પરમિશન માગી હતી પરંતુ ફાઇનલી અમે આ 25મેએ શૂટિંગ કરી શક્યા. આ અમે અંદાજે અઢીથી ત્રણ કલાકમાં પૂર્ણ કરી લીધું. કોલ ટાઇમ સવારે 7 વાગ્યાનો હતો અને અમે સવારે 10 વાગ્યા સુધીમાં પેકઅપ કરી ચુક્યા હતા.
સામાન્યરીતે લોકડાઉન પહેલાં સેટ પર 60થી 70 ક્રૂ મેમ્બર્સ જોવા મળતા હોય છે, અત્યારે અમે મહત્તમ 20 ક્રૂ મેમ્બર્સ સાથે શૂટિંગ કરી લીધું. સામાન્યરીતે જોવા જઇએ તો સપોર્ટ ગ્રુપ અંતર્ગત ડ્રાઇવર, હેલ્પર અને સ્પોટ વગેરે તમામ સેટ પર આવે છે. પરંતુ અક્ષય કુમાર સ્વયં ડ્રાઇવ કરીને સેટ પર આવ્યા. તેની માટે સેટ પર માત્ર એક મેકઅપ આર્ટિસ્ટ હતો અન્ય કોઇ નહિ. સિનેમેટોગ્રાફર પણ માત્ર એક કેમેરા આસિસ્ટન્ટ સાથે આવ્યા. હું સ્વયં બાલ્કીને પિકઅપ કરીને સેટ પર આવ્યો. તેની સાથે પણ ખૂબ ઓછા આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. અમે એક જ કોસ્ચ્યૂમમાં આખું શૂટ કર્યું અને આ કોસ્ચ્યૂમ અમે એક દિવસ અગાઉ જ અક્ષયને મોકલી આપ્યો હતો. તે પહેરીને જ સેટ પર આવ્યા હતા.
આ સિવાય સેટ પર સેફટી માટે અમે ડિસઇન્ફેક્ટ ટનલ લગાવી હતી. તેના પરથી પસાર થતાની સાથે જ ટનલ તમારા પર શાવર કરે છે. કપડાની સાથે આખા શરીરને ડિસઇન્ફેક્ટ કરે છે. ટનલમાં ડિસઇન્ફેક્ટ થયા પછી બધાને સેનિટાઇઝ કરવામાં આવ્યા. ફેસ શિલ્ડ, ગ્લવ્સ અને માસ્ક આપવામાં આવ્યા. સાઉન્ડ માટે અમે લેપલ માઇકની જગ્યાએ બૂમ માઇકનો ઉપયોગ કર્યો. તે કેમેરાની ફ્રેમમાં આવતું નથી.
બે-ત્રણ દિવસોમાં એડિટિંગ પછી સરકાર અમારી ફાઇનલ પ્રોડક્ટ બહાર પાડશે. આ શોર્ટ ફિલ્મમાં બેઝિકલી લોકડાઉન પછી કામ પર કેવી રીતે જવાનું છે અને શું સાવધાનીઓ રાખવાની છે તેના પર એક મેસેજ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3c9EHFg
https://ift.tt/3gt0IlF
No comments:
Post a Comment
If you have any doubts please let me know!