Thursday, May 28, 2020

સુસ્મિતા સેને ટફ યોગાસન કરીને પ્રેમી રોહમન સાથેના સ્થિર સંબંધોનું રહસ્ય ખોલ્યું

લૉકડાઉનમાં સુસ્મિતા સેન ફિટનેસને લઈ પ્રેરણા આપતા વીડિયો તથા તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી હોય છે. હાલમાં જ એક્ટ્રેસે પ્રેમી રોહમન શૉલ સાથેનો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાની ફિટનેસ તથા પોતાના સંબંધો કેટલાં સ્થિર છે તે અંગેની વાત કરી હતી.

વીડિયો શૅર કરીને આ વાત કહી
વીડિયો શૅર કરીને સુસ્મિતા સેને રિલેશનશિપને લઈ સલાહ આપી હતી. તેણે કહ્યું હતું, ‘હું મારા ટફ રોહમન શૉલને આઈ લવ યુ. એક સ્થિર સંબંધોને બેલેન્સ, ફ્લેક્સીબલ માઈન્ડ, પરસ્પરની સ્ટ્રેન્થ તથા ઊંડા વિશ્વાસની જરૂર હોય છે. આ પોશ્ચર કેટલું સિમ્બોલિક છે.’

શું છે વીડિયોમાં?
વીડિયોમાં સુસ્મિતા સેન તથા રોહમન એક મુશ્કેલ યોગાસન કરતાં જોવા મળે છે. આ વીડિયો પર એક્ટ્રેસ સમીરા રેડ્ડી સહિતા યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. સમીરા રેડ્ડીએ કહ્યું હતું કે કપલગોલ્સ. યુઝર્સે સુસ્મિતાની આ પોસ્ટને પ્રેરણાદાયી ગણાવી હતી.

હાલમાં મિસ યુનિવર્સ જીત્યાના 26 વર્ષ પૂર્ણ કર્યાં
21 મેના રોજ સુસ્મિતાએ મિસ યુનિવર્સ સ્પર્ધા જીત્યાને 26 વર્ષ પૂર્ણ કર્યાં હતાં. 1994માં મિસ યુનિવર્સની સ્પર્ધા ફિલિપાઈન્સમાં યોજાઈ હતી. રોહમને સુસ્મિતાને શુભેચ્છા પાઠવી હતી.

ગયા વર્ષે સુસ્મિતાએ રોહમન અંગે વાત કરી હતી
સુસ્મિતાએ એક ઈન્ટરવ્યૂમાં રોહમન સાથેના સંબંધો પર ચર્ચા કરી હતી. તેણે કહ્યું હતું કે આ એક બેસ્ટ લવસ્ટોરી છે. રોહમને તેને ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હતો પરંતુ તે ક્યારેય કોઈના મેસેજ ચેક કરતી નથી. તેને લાગે છે કે આ રીતે ડાયરેક્ટ મેસેજ ચેક કરવાથી જે-તે વ્યક્તિને ફોલો કરવા લાગીએ છીએ. તેની પાસે કેટલાંય મેસેજ છે, પરંતુ તેણે ક્યારેય વાંચ્યા નથી. વધુમાં સુસ્મિતાએ કહ્યું હતું કે ટચ મોબાઈલની જય હો. તે રોહમનનો મેસેજ ક્યારેય વાંચવા માગતી નહોતી પરંતુ આ બધું એક ભૂલને કારણે થયું. તેના ઘરે કામ ચાલતું હતું અને અવાજ આવ્યો તો તે બીજા રૂમમાં ગઈ હતી. જ્યારે પરત આવી તો મેસેજ ઓપન હતો. આ જોતા જ તે બોલી પડી કે ઓ માય ગોડ. તે મેસેજ રોહમનનો હતો. મેસેજ બોક્સ ઓપન થતાં તેણે રોહમનના મેસેજનો જવાબ આપ્યો હતો અને પછી તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા હતાં. તેઓ પહેલી વાર કૉફી ડેટ પર મળ્યાં હતાં. સુસ્મિતા 43 વર્ષની છે અને રોહમન 28 વર્ષનો છે. એટલે કે બંને વચ્ચે 15 વર્ષનું અંતર છે.

સુસ્મિતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ વેબ સીરિઝ ‘આર્યા’થી કમબેક કરી રહી છે. આ સીરિઝમા તે લીડ રોલમાં જોવા મળશે. નોંધનીય છે કે રોહમન શૉલને સુસ્મિતાની બંને દત્તક દીકરીઓ રિની તથા અલીશા સાથે ઘણું જ ફાવે છે. તે બંને દીકરીઓને વર્કઆઉટ પણ કરાવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushmita Sen reveals secret of stable relationship with lover Rohman by doing tough yogasana


from Divya Bhaskar https://ift.tt/2Xwub5K
https://ift.tt/3c67Lh3

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...