Tuesday, May 26, 2020

સારા અલી ખાને લોકડાઉનમાં નમસ્તે દર્શકો સિરીઝ શરૂ કરી, પહેલા વીડિયો ભારત ‘સ્ટેટ’ ઓફ માઈન્ડમાં ભારતદર્શન કરાવ્યું

કોરોના વાઇરસ મહામારીને કારણે હાલ સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. સંક્રમણથી બચવા લોકોને ઘરે જ રહેવા અપીલ કરાઈ છે. આવામાં ફિલ્મના શૂટિંગ બંધ છે, હરવા ફરવા માટેની મંજૂરી નથી ત્યારે સારા અલી ખાને લોકોને ઘર બેઠા ભારતદર્શન કરાવ્યું છે. સારાએ ઇન્સ્ટાગ્રામ પર નમસ્તે દર્શકોનું લોકડાઉન એડિશન શરૂ કર્યું છે. તેના પહેલા એપિસોડમાં તેણે ભારતના વિવિધ રાજ્યમાં કરેલ મુસાફરીની ક્લિપ્સ ભેગી કરી એક વીડિયો બનાવ્યો છે.

સારાએ આ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું કે, નમસ્તે દર્શકો, લોકડાઉન એડિશન. એપિસોડ 1: ભારત ‘સ્ટેટ’ ઓફ માઈન્ડ. વીડિયોમાં તે બિહાર, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્ય એક્સપ્લોર કરતી દેખાઈ છે. વિવિધ રાજ્યોના ફેમસ ધાર્મિક સ્થળો, બજાર વગેરે જગ્યા પર ઇન્જોય કરતી દેખાઈ.

હાલ સારા અલી ખાન તેની માતા અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ સાથે ઘરે જ સમય પસાર કરી રહી છે. તે ભાઈ સાથેના ફન વીડિયો શેર કરતી રહે છે. સારા અલી ખાને આ મહામારી સામે લડવા માટે સરકારના રિલીફ ફંડમાં આર્થિક યોગદાન પણ આપ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sara Ali Khan launches Namaste Darshako series in Lockdown, first video Bharat ‘State’ of Mind released


from Divya Bhaskar https://ift.tt/2TFRJUG
https://ift.tt/2LWkb0j

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...