Friday, May 29, 2020

નુશરત ભરૂચા હોરર ફિલ્મ ‘છોરી’માં લીડ રોલમાં, મરાઠી ફિલ્મ ‘લપાછપી’ની હિન્દી રિમેક

લોકડાઉનમાં હાલ ફિલ્મ્સના શૂટિંગ અને થિયેટર રિલીઝ બંધ છે ત્યારે નુશરતે તેની અપકમિંગ ફિલ્મ અનાઉન્સ કરી છે. નુશરત ભરૂચાની આગામી ફિલ્મનું નામ ‘છોરી’ છે. આ હોરર ફિલ્મ મરાઠી ફિલ્મ ‘લપાછપી’ની હિન્દી રિમેકની છે. નુશરતે ફિલ્મની જાહેરાત સોશિયલ મીડિયા પર કરતા લખ્યું કે, મારી આગામી ફિલ્મ છોરી અનાઉન્સ કરવા માટે ઉત્સુક છું. કંઈક ડરામણું તમારી સામે આવી રહ્યું છે.

2016માં રિલીઝ થયેલ ‘લપાછપી’ ફિલ્મના ડિરેક્ટ વિશાલ ફુરિયા જ હિન્દી ફિલ્મને ડિરેક્ટ કરવાના છે. વિક્રમ મલ્હોત્રા અને જેક ડેવિસ સાથે મળીને આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે. ડિરેક્ટરે ફિલ્મ વિશે જણાવ્યું કે, આ હોરર જોનરને એક અલગ લેવલ પર લઇ જતી ફિલ્મ છે. આ વર્ષોથી ફોલો કરવામાં આવતી સામાજિક માન્યતાઓની સ્ટોરી છે જેનાથી ઘણો ડર પેદા થયો છે.

ડિરેક્ટરનું કહેવું છે કે, નુશરત વર્લ્ડ ક્લાસ એક્ટર છે અને ઇન્ડિયામાં યુથ સાથે તેનું સ્ટ્રોંગ કનેક્શન છે. નુશરતે કહ્યું કે, આ પ્રકારની ફિલ્મ કરવા માટે હું ઉત્સુક છું. આ સ્ટોરી આપણા સમાજ સાથે જોડાયેલ છે જે ફિલ્મને વધુ રિલેટેબલ બનાવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Nushrat Bharucha to lead Chhori, Hindi remake of Marathi horror film Lapachhapi


from Divya Bhaskar https://ift.tt/3ce61Cm
https://ift.tt/3dfUunj

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...