Sunday, May 31, 2020

અરશદ વારસી, મિલિંદ સોમન, કામ્યા પંજાબી તથા અન્ય સ્ટાર્સ ઓનલાઈન કેમ્પેઈનમાં જોડાયા

બોલિવૂડ સેલેબ્સ અરશદ વારસી, મિલિંદ સોમન તથા રણવીર શૌરી સોશિયલ મીડિયામાં ચાલતા ‘બોયકોટ ચાઈના’ કેમ્પેઈનમાં સામેલ થયા છે. તેમણે ચાહકોને ચીનની પ્રોડક્ટ ના ખરીદવાની અપીલ કરી છે.

અરશદ વારસીએ ટ્વીટ કરીને કહ્યું હતું, ‘હું સભાનતાપૂર્વક દરેક ચાઈનીઝ પ્રોડક્ટ વાપરવાનું બંધ કરી દઈશ. હાલમાં તો મોટાભાગની વસ્તુઓ ચીનની હોય છે. આમાં સમય લાગશે પરંતુ મને ખ્યાલ છે કે હું એક દિવસ ચાઈનીઝ ફ્રી થઈ જઈશ. તમારે પણ આ બાબતનો પ્રયાસ કરવો જોઈએ.’

મિલિંદ સોમને કહ્યું હતું, ‘હું હવે ચાઈનીઝ શોર્ટ વીડિયો મેકિંગ એપ્લીકેશન ટિકટોકનો ઉપયોગ કરતો નથી. હું ટિકટોક પર હવે નથી.’

રણવીર શૌરીએ કહ્યું હતું, ‘બિલકુલ, બેશક.’

સોનમ વાંગચુકના વીડિયો બાદથી ચીનનો બોયકોટ કરવાનું શરૂ થયું
સોનમ વાંગચુકના જીવન પરથી આમિર ખાનની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ બનાવવામાં આવી હતી. હાલમાં જ સોનમે યુટ્યૂબ પર એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું, ‘સેના ચીનને બુલેટથી, નાગરિક વોલેટથી જવાબ આપશે.’ સોનમે કહ્યું હતું કે ચીન દર વર્ષે ભારતમાંથી પાંચ લાખ કરોડનો બિઝનેસ કરે છે. આ પૈસામાંથી ચીન બોર્ડર પર ભારતીય સૈનિકોને મારવા માટે બુલેટ બનાવે છે.

ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ પણ માત્ર ભારતીય વસ્તુઓ વાપરવાની અપીલ કરી હતી. તેણે કહ્યું હતું, ‘હું ક્યારેય મારા ફોનમાં આવી એપ રાખતી નથી. હું તમામને વિનંતી કરું છું કે ચાઈનીઝ પ્રોડક્ટ્સને બદલે ભારતીય વસ્તુઓ ખરીદો. ભારતીય બનો, ભારતીય વસ્તુઓ ખરીદો.’

‘ડ્રીમ ગર્લ’ના ડિરેક્ટરતથા રાઈટર રાજ શાંડિલ્યે કહ્યું હતું, ‘બોયકોટ મેડ ઈન ચાઈના મૂવમેન્ટનો હિસ્સો બનો અને પોતાના દેશની પ્રગતિમાં યોગદાન આપો. જય હિંદ, જય ભારત.’

સેલિબ્રિટી ફોટોગ્રાફર અતુલ કાસ્બેકરે યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું, તમે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને લઈને મીમ્સ બનાવી શકો છો પરંતુ તેમણે ચાઈનીઝ સરકાર સામે જે કર્યું તેની પ્રશંસા કરવી જોઈએ. વાસ્તવમાં ચીને મહામારીને લઈ કોઈ જવાબદારી દર્શાવી નથી અને કોઈએ તો આ અંગે સ્પષ્ટતા માગવાની જરૂર હતી. બાકીના વિશ્વે તેમને અલગ કરવામાં સામેલ થવુંજોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Boycott China Arshad Warsi, Milind Soman, Kamya Punjabi and other stars join online campaign


from Divya Bhaskar https://ift.tt/3eBq67m
https://ift.tt/3djLu0l

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...