Friday, May 29, 2020

રશિયામાં ટીવી પર ‘બાહુબલી 2’ પ્રસારિત થઈ, યુઝરે સવાલ કર્યો, રશિયન ભાષામાં મામાને શું કહેવાય?

ડિરેક્ટર એસ એસ રાજમૌલિની ફિલ્મ ‘બાહુબલી’એ દુનિયાનું ધ્યાન તેલુગુ તથા ઈન્ડિયન સિનેમા તરફ ખેંચ્યું છે. હાલમાં જ આ ફિલ્મ રશિયામાં ટીવી પર પ્રસારિત કરવામાં આવી હતી.

28 મેના રોજ એમ્બસી ઓફ રશિયન ફેડરેશને ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર ‘બાહુબલીઃ ધ કન્ક્લૂઝન’ની એક ક્લિપ શૅર કરી હતી. રશિયન ભાષામાં ફિલ્મને ડબ કરવામાં આવી હતી. આ ક્લિપ શૅર કરીને ટ્વીટ કરવામાં આવી હતી, ભારતીય સિનેમા રશિયામાં પણ લોકપ્રિય છે. જુઓ, હાલ રશિયન ટીવી પર શું ચાલી રહ્યું છે. ‘ધ બાહુબલી’ રશિયનઅવાજમાં.

વીડિયોમાં આ સીન છે
જે વીડિયો ક્લિપ શૅર કરવામાં આવી હતી, તેમાં ફિલ્મનો એ સીન બતાવવામાં આવ્યો હતો, જેમાં દેવસેના મંદિર જતા સમયે છેડતી કરનારની આંગળી કાપી નાખે છે. આને લઈને દેવસેનાને રાજમાતા શિવગામી દેવીના દરબારમાં રજૂ કરવામાં આવે છે. અહીંયા અમરેન્દ્ર બાહુબલી દેવસેનાએ જે કર્યું તેને યોગ્ય ઠેરવે છે અને છેડતી કરનારનું ગળું કાપી નાખે છે.

યુઝર્સે રસપ્રદ સવાલો કર્યાં
પાત્રોના સંવાદો રશિયન ભાષામાં ડબ કરવામાં આવ્યા હતાં. આ વીડિયો ક્લિપ ઈન્ટરનેટ પર છવાઈ ગઈ હતી. કેટલાંક યુઝર્સે રસપ્રદ સવાલો કર્યાં હતાં અને રશિયન એમ્બેસીએ જવાબો પણ આપ્યા હતાં. એક યુઝરે પૂછ્યું હતું કે રશિયામાં ગીત કેવી રીતે બતાવવામાં આવે છે? જવાબમાં કહેવામાં આવ્યું કે ગીતોમાં માત્ર સબટાઈટલ લખી દેવામાં આવે છે.

અન્ય એક યુઝરે પૂછ્યું હતું કે રશિયામાં મામાને શું કહેવામાં આવે છે, જેના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે રશિયનમાં મામાને ડિયાડિયા કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં બાહુબલી, કટપ્પાને મામા કહીને બોલાવે છે.

યુઝર્સે આને રશિયા તથા ભારત વચ્ચેના ગાઢ સંબંધો સાથે જોડ્યા હતાં. ઉલ્લેખનીય છે કે રશિયામાં રાજ કપૂર તથા મિથુન ચક્રવર્તી ઘણાં જ લોકપ્રિય છે.

ઉલ્લેખનીય છે કે 28 એપ્રિલ, 2017ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ 250 કરોડના બજેટમાં બની હતી. ફિલ્મે 1800 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મ તેલુગુ તથા તમિળમાં શૂટ કરવામાં આવી હતી. આ ફિલ્મને હિંદી, કન્નડ, ચાઈનીઝ, જાપાનીઝ તથા મલયાલમમાં ડબ કરવામાં આવી હતી. આ ફિલ્મને ત્રણ નેશનલ અવોર્ડ મળ્યાં હતાં. સૌ પહેલો બેસ્ટ પોપ્યુલર ફિલ્મ, બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટ તથા બેસ્ટ સ્ટન્ટ કોરિયોગ્રાફરનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબતી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રામ્યા ક્રિશ્નન તથા સત્યરાજ લીડ રોલમાં જોવા મળ્યાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Baahubali 2' aired on TV in Russia, video viral


from Divya Bhaskar https://ift.tt/3esY5yE
https://ift.tt/2XJRF7q

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...