Thursday, May 28, 2020

અમિતાભને જુવાની યાદ આવી, બળાપો કાઢ્યો, ‘ક્યા થે ક્યા ઔર ક્યા બના દિયા અબ’, ભૂમિ પેડનેકરે કહ્યું, ‘ના સર, તમે તો બૉલર છો!’

અમિતાભ બચ્ચન ટ્વિટર બાદ ઇન્સ્ટાગ્રામ પર પણ ઘણા એક્ટિવ થઇ ગયા છે. લોકડાઉનમાં તેઓ ઘરે રહીને ઇન્સ્ટા પર થ્રોબેક ફોટોઝની સાથે તેની સ્ટોરી પણ શેર કરતા રહે છે. યંગ એક્ટર્સ આ પોસ્ટ પર કમેન્ટ કરતા રહે છે. બિગ બી લોકોની કમેન્ટ્સના જવાબ પણ આપે છે. અમિતાભે 44 વર્ષ પહેલાંનો ફોટો અને પછીનો ફોટો શેર કર્યો છે.

અમિતાભે કેપ્શનમાં લખ્યું કે, શ્રીનગર, કશ્મીર .. કભી કભી... કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ સોન્ગ માટે કવિતા લખી રહ્યો હતો અને લખનઉ મે મહિનો... 44 વર્ષ બાદ (1976 to 2020) ગુલાબો સિતાબો અને ગીત વાગી રહ્યું છે , બન કે મદારી કે બંદર... શું હતા અને હવે શું બનાવી દીધા છે.

આ ફોટો નીચે ઘણા સેલેબ્સે કમેન્ટ કરી હતી જેમાં ભૂમિ પેડનેકર પણ સામેલ હતી. ભૂમિએ લખ્યું કે, 44 વર્ષ પછી પણ અમને યાદગાર પાત્રો આપી રહ્યા છો. હું તમને કહી રહી છું કે તમે અત્યારસુધીમાં સૌથી વધુ બોલર વ્યક્તિ છો. આ બોલર (baller) વર્ડને લઈને ભૂમિની કમેન્ટ પર ઘણા બધા લોકોએ જવાબ આપ્યા હતા.

બિગ બીએ શબ્દનો અર્થ પૂછ્યો

ભૂમિની કમેન્ટના રીપ્લાયમાં બિગ બીએ લખ્યું કે, અરે ભૂમિ, બોલર એટલે શું? ક્યારનો પૂછી રહ્યો છું, કોઈ કહેતું જ નથી. ત્યારબાદ લોકોએ કમેન્ટમાં આ શબ્દનો અર્થ સમજાવ્યો. કોઈ યુઝરે લખ્યું કે, બોલર એટલે સ્વેગ ધરાવતો માણસ. કોઈએ લખ્યું બોલર એટલે બાસ્કેટ બોલ પ્લેયર અથવા કોઈ સફળ વ્યક્તિ જે લેવિશ લાઈફ જીવી રહ્યા છે. કોઈએ લખ્યું, બોલર એટલે ખૂબ જ સરસ અથવા ઇમ્પ્રેસિવ અથવા એક્સલન્ટ જે તમે છો.

અગાઉ પણ અર્થ પૂછ્યો હતો
અગાઉ પણ ભૂમિએ બિગ બીની પોસ્ટ પર બોલર શબ્દ યુઝ કર્યો હતો. ત્યારે બિગ બીએ પૂછ્યું હતું કે, હેં? બોલર એટલે શું? જે બોલ ફેંકે તે?

ગુલાબો સિતાબો

આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ગુલાબો સિતાબો એક મકાન મલિક અને ભાડુઆતની સ્ટોરી પર છે. આ ફિલ્મને શૂજિત સરકારે ડિરેક્ટ કરી છે. 12 જૂને ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પર ફિલ્મ રિલીઝ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bhumi Pednekar commented on the photo posted by Amitabh Bachchan, Big B wrote - What is baller? No one is answering


from Divya Bhaskar https://ift.tt/2BbeE3N
https://ift.tt/3cch7rm

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...