લોકડાઉનમાં દેશભરના થિયેટર બંધ છે. તેને કારણે ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ્સ રિલીઝ કરવામાં આવી રહી છે. થિયેટર રિલીઝ પહેલાં થનાર રિલીઝની જેમ જ ઓટીટી (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર પણ ફિલ્મ્સની ડિજિટલ સ્ક્રીનિંગ થઇ રહી છે. 29 મેના રોજ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થનાર તમિળ ફિલ્મ પોનમકલ વંધાલ પહેલી ભારતીય ફિલ્મ છે જેનું સ્ટાર સ્ક્રીનિંગ થિયેટરમાં નહીં પણ ડિજિટલ પ્લેટફોર્મ પર થયું.
ફિલ્મમાં વકીલનો લીડ રોલ પ્લે કરનાર એક્ટ્રેસ જ્યોતિકાનું કહેવું હતું કે, અમે ઉત્સાહિત છીએ કે પોનમકલ વંધાલ 29 મે 2020ના ડિરેક્ટ ટુ સ્ટ્રીમ પર લોન્ચ થનાર પહેલી તમિળ ફિલ્મ છે. દરેક એક્ટર ચેલેંજિંગ કેરેક્ટરની શોધમાં હોય છે જે તેમની એક્ટિંગને વધુ સફળતા પર પહોંચાડે અને આ ફિલ્મમાં મારુ સૌથી બેસ્ટ પરફોર્મન્સ છે. મને ખુશી છે કે મેં એક એવી ફિલ્મમાં કામ કર્યું છે જે એક સ્ટ્રોંગ મહિલાના કેરેક્ટરને છતી કરે છે અને ન્યાય મેળવવા એક લાંબી સફર ખેડે છે.
સાઉથ સુપરસ્ટાર અને ફિલ્મના પ્રોડ્યુસર સૂર્યાનું કહેવું છે કે, આ જ્યોતિકાની એક એવી ફિલ્મ છે જેને એક જ ફિલ્મમાં 5 દિગ્ગ્જ એક્ટર્સ સાથે કામ કરવા તેને ઉત્સાહિત કરી. હું થ્રિલરનો ઘણો ચાહક છું અને આ ફિલ્મ મને એક દર્શક અને પ્રોડ્યુસર તરીકે પણ સંતુષ્ટ કરે છે. અમે એમેઝોન પ્રાઈમ વીડિયો સાથે જોડાઇને ખુશ છીએ જે આ કન્ટેન્ટને 200થી વધુ દેશમાં રિલીઝ કરશે.
2ડી એન્ટરટેનમેન્ટ દ્વારા નિર્મિત આ લીગલ ડ્રામામાં જ્યોતિકા પાવર પેક પરફોર્મન્સ સાથે એક વકીલના રોલમાં છે. પોનમકલ વંધાલ બેનર 2ડી એન્ટરટેનમેન્ટ હેઠળ જ્યોતિકા અને સૂર્યાનું પ્રોડક્શન છે. ફિલ્મનું નિર્દેશન જે.જે. ફ્રેડ્રિકે કર્યું છે.
એમેઝોન પર રિલીઝ થનારી ફિલ્મ્સ
પોનમકલ વંધાલ (તમિળ) - 29 મે
ગુલાબો સિતાબો (હિન્દી) - 12 જૂન
પેન્ગવિન (તમિળ અને તેલુગુ) - 19 જૂન
લો (કન્નડ) - 26 જૂન
ફ્રેન્ચ બિરિયાની (કન્નડ) - 24 જુલાઈ
શકુંતલા દેવી (હિન્દી)
સુફિયમ સુજાતાયમ (મલયાલમ)
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Mb7BdO
https://ift.tt/2ZKqk7X
No comments:
Post a Comment
If you have any doubts please let me know!