Wednesday, May 27, 2020

સોનુ સૂદ બાદ અમિતાભ બચ્ચન શ્રમિકોને વતન મોકલશે, 10થી વધુ બસોની વ્યવસ્થા કરી

કોરોનાવાઈરસને કારણે દેશભરમાં ચોથા તબક્કાનું લૉકડાઉન ચાલી રહ્યું છે. બોલિવૂડ સેલેબ્સ પોત-પોતાની રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યાં છે. સૂત્રોના મતે, અમિતાભ બચ્ચને પણ પોતાની ઓફિસને આ મુશ્કેલ સમયમાં વંચિતોને સહાય કરવાની સૂચના આપી છે. સોનુ સૂદ બાદ હવે અમિતાભ બચ્ચન મુંબઈમાં ફસાયેલા શ્રમિકોને યુપી મોકલશે.
ગુરુવારે 10થી વધુ બસો જશે
એન્ટરટેઈન્મેન્ટ પોર્ટલ સ્પોટબોયે સૂત્રોના હવાલેથી કહ્યું હતું કે અમિતાભ બચ્ચનની ઓફિસે 10થી વધુ બસની વ્યવસ્થા કરી છે. આ બસ ગુરુવાર (28 મે)ના રોજ હાજી અલીથી ઉપડશે. આ બસો શ્રમિકોને યુપી પહોંચાડશે.

અમિતાભ બચ્ચન બે મહિનાથી રાહત કાર્ય કરી રહ્યાં છે
સૂત્રોના મતે, અમિતાભ બચ્ચનની ઓફિસ છેલ્લાં બે મહિનાથી રાહત કાર્યમાં વ્યસ્ત છે. બિગ બીની કંપની એબી કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ યાદવ જરૂરિયાતમંદને મદદ કરી રહ્યાં છે.યાદવ હાજી અલી ટ્રસ્ટ તથા પીર મખદૂમ સાહેબ ટસ્ટ્રની મદદથી રોજ 4500થી વધુ ફૂડ પેકેટ્સ હાજી અલી દરગાહ, એન્ટોપ હિલ, બાબુલનાથ મંદિર, મહિમ દરગાહ, ધારાવી, સાયન 90 ફૂટ રોડ, અરબ ગલી, કોસલા બંદર તથા વરલી લોટ્સ સહિત મુંબઈનીઅલગ-અલગ જગ્યાઓ પર વહેંચે છે.
એક હજાર પરિવારને રાશન આપ્યું
બિગ બીની ઓફિસે એક હજાર પરિવારને રાશન કિટ્સ આપી હતી. આ કિટ એક મહિના સુધી ચાલે એટલી હતી. આ સેવા માત્ર ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારો માટે જ છે. આ ઉપરાંત નવ મેથી રોજ જે શ્રમિકો મુંબઈથી પોતાના ઘરે જઈ રહ્યાં છે, તેમને 2000 રાશનના પેકેટ્સ, 2000 પાણીની બોટલ તથા 1200 જોડી સ્લીપર્સ આપવામાં આવે છે.
અસંખ્ય માસ્ક-સેનિટાઈઝર વહેંચ્યા
અમિતાભની ઓફિસે અલગ-અલગ એજન્સી તથા લોકલ ઓથોરિટીઝની સાથે મળીને અગણિત માસ્ક તથા સેનિટાઈઝર્સ વહેંચ્યા હતાં. તેમણે પોલીસ સ્ટેશન્સ, હોસ્પિટલ, મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સ્મશાનમાં 20 હજારથી વધુ PPE (પર્સનલ પ્રોટેક્ટિવ કિટ) દાનમાં આપ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After Sonu Sood, Amitabh Bachchan will send workers to their home, arranging more than 10 buses


from Divya Bhaskar https://ift.tt/2X74ycU
https://ift.tt/36xFZZH

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...