Sunday, May 31, 2020

સુમોના ચક્રવર્તીથી લઈ સિંગર વિશાલ સુધી, સેલેબ્સે વર્ષો બાદ સિગારેટ પીવાની આદત છોડી

ધૂમ્રપાન અનેક લોકોના જીવનને અસર કરીને એક ઘાતક લત બની શકે છે. 31 મેના રોજ ‘વર્લ્ડ નો ટૉબૅકો ડે’ મનાવવામાં આવે છે. બોલિવૂડ તથા ટીવીમાં કેટલાંક સેલેબ્સે આ લતથી છૂટકારો મેળવ્યો છે. તેમના માટે આ સફર કેટલી મુશ્કેલ રહી તેની ખાસ વાતો સેલેબ્સે ભાસ્કર સાથે શૅર કરી હતી.
‘રોડીઝ’ ફૅમ રઘુ રામે કહ્યું, મને મારી જાત પર નફરત થતી હતી
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ‘રોડીઝ’ ફૅમ રઘુ રામે કહ્યું હતું, ‘મેં છેલ્લાં ચાર વર્ષથી સિગારેટને હાથ લગાવ્યો નથી. મારી આ આદત પર મને નફરત થતી હતી. હું દિવસની 20 સિગારેટ પી જતો હતો. દરેક વખતે પ્રયાસ કરતો કે આ આદતથી છૂટકારો મળે પણ આ સરળ નહોતું. ચાર વર્ષ પહેલાં મારી મુલાકાત નેટલી ધી લુસિયો સાથે થઈ હતી. તેણે ક્યારેય સિગારેટને હાથ લગાવ્યો નહોતો. મને નહોતું ગમતું. છેલ્લે મેં નેટલી માટે આ આદત છોડવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં ઘણી મુશ્કેલી પડી. અનેકવાર થતું કે એકાદ સિગારેટ લઈ લઉં. જોકે, દર વખતે મને નેટલીનો પ્રેમ મોટિવેટ કરતો. 26 એપ્રિલ, 2016ના રોજ મેં સિગારેટ પીવાનું બંધ કર્યું હતું અને દર વર્ષે આ દિવસને સેલિબ્રેટ કરું છું.’
પ્રયાસ કર્યાં બાદ મેં સિગારેટ છોડીઃ સિંગર વિશાલ
સિંગ વિશાલ દદલાણીએ કહ્યું હતું, ‘હું દિવસની 40 સિગારેટ પીતો હતો. સિગારેટના પેકેટ પર છાપેલી ચેતવણી વાંચ્યા બાદ હું તેની અવગણના કરતો. શરૂઆતમાં મને મજા આવી અને પછી આ આદત બની ગઈ હતી. આ આદતે મારી કરિયરમાં નાનકડો બ્રેક લગાવી દીધો હતો. હું એટલી સિગારેટ પીતો હતો કે મારો અવાજ ખરાબ થઈ ગયો. આઠથી નવ વર્ષ આ ચાલ્યું. લાંબા સમય સુધી પ્રયાસ કર્યાં બાદ મારી આ આદત છૂટી અને મારો અવાજ પાછો આવ્યો. વિશ્વાસ કરજો કે આ એક સંઘર્ષપૂર્ણ સફર હતી. આ ખરાબ આદત છોડવી સરળ નથી. એક સમય હતો કે મારી ઈચ્છા હોવા છતાંય હું ગીત ગાઈ શકતો નહોતો. ગયા વર્ષે ઓગસ્ટમાં મેં ધૂમ્રપાન કરવાનું બંધ કર્યું. મારો ક્લીન ટોન પરત આવી ગયો. હવે હું ખુશીથી ગાઈ શકું છું.’
લૉકડાઉને ધૂમ્રપાન કરવું મુશ્કેલ બનાવી દીધું છેઃ ‘થપ્પડ’ ફૅમ હર્ષ એ સિંહ
‘થપ્પડ’ ફૅમ એક્ટર હર્ષ એ સિંહે કહ્યું હતું, ‘મને ખુશી છે કે આ લૉકડાઉને લોકો માટે ધૂમ્રપાન કરવું મુશ્કેલ બનાવી દીધું છે. કોઈની પણ પાસે ધૂમ્રપાન કરવાનું કોઈ મોટું કારણ નથી. હું વર્ષો સુધી સ્મોકિંગ કરતો હતો. મને ખ્યાલ હતો કે આ ખરાબ છે. આનાથી ફેફસાંને નુકસાન થાય છે. એકવાર જયારે આ આદત બની જાય પછી તેનાથી છૂટકારો મેળવવો અઘરો છે. જો કોઈએ આ આદતને છોડી દીધી છે તો આ ગર્વ અનુભવવા જેવું છે. ’
હવે, મારા શરીરે સ્મોકિંગને નકારી દીધું છેઃ સુમનો ચક્રવર્તી
સુમોના ચક્રવર્તીને ધૂમ્રપાનની આદત હતી પરંતુ હવે આ આદત પૂરી રીતે છોડી દીધી છે. જોકે, તેના માટે આમ કરવું સરળ નહોતું. સુમોનાએ કહ્યું, ‘ત્રણ વર્ષ પહેલાં મારા મિત્રના જન્મદિવસ પર સ્મોકિંગ છોડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદથી મેં સિગારેટને હાથ પણ લગાવ્યો નથી. નિકોટિનને સ્પર્શ સુદ્ધાં કર્યો નથી. આ મુશ્કેલભરી જર્ની હતી અને હવે મારા શરીરે સ્મોકિંગને નકારી દીધું છે. જે રૂમમાં લોકો સ્મોકિંગ કરતાં હોય ત્યાં હું ઊભી પણ રહી શકતી નથી. તમે જ્યાં સુધી સ્મોકિંગ છોડવાનો નિર્ણય લેતા નથી ત્યાં સુધી જ આ મુશ્કેલ છે. પછી એકદમ સરળ છે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
wold no tobacco day these celebs quit smoking after years


from Divya Bhaskar https://ift.tt/2TV0eeE
https://ift.tt/2ZZe4AF

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...