Thursday, May 28, 2020

આટા મેકરની જાહેરાત મુદ્દે હેમા માલિની પર માછલાં ધોવાયાં, વિવાદ વધતાં કહેવું પડ્યું કે તમામ વર્ગનું સન્માન કરું છું

હાલમાં જ હેમા માલિનીની એક જાહેરાતને કારણે ટીકા કરવામાં આવી હતી. આ જાહેરાતને કારણે હેમા માલિની પર ભેદભાવને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. હવે, એક્ટ્રેસે ટ્વીટ કરીને કહ્યું હતું કે જાહેરાતમાં જે પણ બતાવવામાં આવ્યું છે, તે તેમના સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે. તેઓ સમાજના તમામ વર્ગોનું સન્માન કરે છે. એક્ટ્રેસે કહ્યું હતું કે કંપનીના ચેરમેને પણ આ જાહેરાતને લઈ જાહેરમાં માફી માગી છે. ઉલ્લેખનીય છે કે આ બ્રાન્ડને હેમામાલિની તથા તેમની દીકરી એશા દેઓલ લાંબા સમયથી પ્રમોટ કરે છે.

કેમ જાહેરાતને લઈ વિવાદ થયો હતો?
કોરોનાવાઈરસના આ માહોલમાં આ કંપનીની એક જાહેરાત સામે આવી હતી. આ જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું, શું તમે તમારા ઘરની મેઇડ (ઘરકામ કરતી વ્યક્તિ)ને લોટ બાંધવા દેશો? તેના હાથમાં ચેપ હોઈ શકે છે. જાહેરાતમાં આ કંપનીએ પોતાની બ્રાન્ડના લોટ બાંધવાના મશીનનો ઉપયોગ કરવાની વાત કરી હતી અને સાથે જ શુદ્ધતા તથા સ્વાસ્થ્ય સાથે સમાધાન ના કરવાની સલાહ આપી હતી. આ જાહેરાત પર અનેક ટ્વિટર યુઝરે હેમા માલિનીની ટીકા કરી હતી અને ભેદભાવને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મૂક્યો હતો.

કંપનીએ શું કહ્યું?
કંપનીના ચેરમેન મહેશ ગુપ્તાએ ટ્વિટર પર જાહેરાતને લઈ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે આટા મેકરની આ જાહેરાત પબ્લિશ કરવા બદલ તેઓ માફી માગે છે. તેમનો ઈરાદો ક્યારેય ખોટો નહોતો પરંતુ તેને ખોટી રીતે પ્રસારિત કરવામાં આવી. તેમણે આ જાહેરાત હટાવી દીધી છે. તેઓ સમાજના દરેક વર્ગનું સન્માન કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Hema Malini was criticized for the flour maker advertisement, actress gave clarification


from Divya Bhaskar https://ift.tt/36CWHXk
https://ift.tt/2TOEz7I

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...