Tuesday, May 26, 2020

રિતેશ દેશમુખે પિતાના બર્થડે પર ભાવુક વીડિયો શેર કર્યો, જેનેલિયાએ પોસ્ટ શેર કરી લખ્યું, તમે અમારું ગર્વ છો

રિતેશ દેશમુખના પિતા વિલાસરાવ દેશમુખની આજે મંગળવારે 75મી જન્મ જયંતિ છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ 2012માં મૃત્યુ પામ્યા હતા. પિતાને યાદ કરી રિતેશે એક ભાવુક ટીક ટોક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે અગ્નિપથ ફિલ્મના અભી મુજમે કહી સોન્ગ પર એક ભાવુક પરફોર્મન્સ આપે છે. કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, હેપ્પી બર્થડે પાપા, તમને રોજ યાદ કરું છું.

જેનેલિયા ડિસોઝાએ સસરાને યાદ કરી પોસ્ટ શેર કરી લખ્યું કે, રિઆનના ટીચરે તેને પૂછ્યું કે, તને કોના પર સૌથી વધુ ગર્વ છે અને તેનો જવાબ હતો, મારા અજોબા. તમે અમારું ગર્વ છો પાપા. અમે તમારી હાજરીને રોજ અનુભવીએ છીએ અને અમને ખબર છે કે તમે જ્યાં છો ત્યાંથી અમારી સંભાળ લઇ રહ્યા છો. તમે અમારામાં જીવંત છો અને રોજ અમે તમને યાદ કરીએ છીએ. હેપ્પી બર્થડે પાપા.

લોકડાઉનમાં રિતેશ દેશમુખે તેની હેર સ્ટાઇલ બદલી છે. તે અવારનવાર પત્ની સાથેના ટિક્ટોક વીડિયો શેર કરતો રહે છે. રિતેશ તેના પિતાની જેમ રાજકારણમાં એક્ટિવ નથી. તેના પિતા વિલાસરાવ બે વખત કોંગ્રેસ પાર્ટીની સીટ પર ચૂંટણી જીતીને મહારાષ્ટ્રના સીએમ બન્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Riteish Deshmukh shares a heart touching video as he remembers his father Vilasrao Deshmukh on his birth anniversary


from Divya Bhaskar https://ift.tt/3c4Yhma
https://ift.tt/2TFhkNm

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...