Tuesday, May 26, 2020

કરણ જોહરને 48 વર્ષે જવાની ફૂટી, પેઈડ પોસ્ટમાં વાળ રંગ્યા, કહ્યું- ‘મારાં છોકરાંવ મને ડોસો કહીને ખીજવતાં હતાં’

કરણ જોહરનો 25 મેના રોજ 48મો જન્મદિવસ હતો. પોતાના જન્મદિવસ પર કરણે પોતાના સફેદ વાળને કલર કર્યાં હતાં. કરણના મતે, તેના બંનેબાળકો તેને ઘરડો કહીને ચીડવતા હતાં. કરણે જે વીડિયો શૅર કર્યો છે, તે જાણીતી ડાય કંપની સાથેની પાર્ટનરશીપમાં શૅર કર્યો છે.

વીડિયોમાં શું કહ્યું કરણે?
કરણે વીડિયોમાંકહ્યું હતું, ‘મારા સફેદ વાળની ઘણી જ મજાક ઉડાવવામાં આવી હતી. મેં સોશિયલ મીડિયામાં અનેક કમેન્ટ્સ વાંચી હતી. કોઈકે મને કહ્યું હતું કે અંકલ, વાળ તો કલર કરી લો. તો અન્ય એકે કહ્યું હતું કે પિતા નહીં દાદાનો રોલ કરી લો. ત્યાં સુધી કે મને મારા બાળકો પણ ઘરડો કહીને બોલાવતા હતાં. આવામાં મેં મારા વાળ ઘરે જ કલર કરવાનો નિર્ણય લીધો હતો.’

લૉકડાઉનમાં પહેલી જ વાર સફેદ વાળ બતાવ્યા હતાં
લૉકડાઉનના થોડાં અઠવાડિયા બાદ કરણે સફેદ વાળ સાથેનો પોતાનો લુક સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. લૉકડાઉન હોવાને કારણે કરણ બહાર જઈને હેર કલર કરાવી શકે તેમ નહોતો. વરુણ ધવનના જન્મદિવસ પર ઈન્સ્ટા ચેટમાં એક્ટરે કરણને કહ્યું હતું કે તે બોન્ડ ફિલ્મનો વિલન જેવો લાગે છે.

ત્યારબાદ કરણે સેલ્ફી શૅર કરીને કહ્યું હતું, ‘મને ખબર છે કે મારી એક્ટિંગ હાલના કોરોનાવાઈરસ કરતાં પણ ખરાબ છે પરંતુ હું બીજીવાર તક લેવા ઈચ્છું છું. હું ફિલ્મમાં પિતાનો રોલ કરવા તૈયાર છું.’ આ પોસ્ટ બાદ એકતા કપૂરે મજાકમાં કરણને ટીવી સિરિયલ ‘કસૌટી જિંદગી કી 2’માં મિસ્ટર બજાજનો રોલ ઓફર કર્યો હતો.

કરણના બર્થડે પર જ બે સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ
કરણના બર્થડે પર એટલે કે 25 મેના રોજ તેના સ્ટાફમાંથી બે લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતાં. કરણ, તેની માતા હિરુ જોહર, તેના બંને બાળકો (યશ-રૂહી) તથા ઘરના અન્ય સ્ટાફ મેમ્બરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. કરણે ઘરને સેનિટાઈઝ કરાવ્યું હતું. તે ઘરમાં 14 દિવસ સુધી ક્વૉરન્ટીન રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Karan Johar, 48, dyed his hair in a paid post and said, "My kids used to calling me buddha


from Divya Bhaskar https://ift.tt/2AU11Wr
https://ift.tt/2ZyYj37

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...