Thursday, May 28, 2020

શ્રદ્ધા કપૂર લોકડાઉનમાં માસ્ક અને ગ્લવ્ઝ પહેરી ભાઈ સાથે કરિયાણું લેવા બહાર નીકળી, લખ્યું- આ એડવેન્ચર છે

કોરોના વાઇરસને કારણે હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે. હાલ ચાલી રહેલ લોકડાઉન 4.0માં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. આવામાં શ્રદ્ધા કપૂર ઘરની બહાર તેના ભાઈ સાથે કરિયાણું ખરીદવા માટે નીકળી હતી. મોટા ભાઈ સિદ્ધાંત કપૂર સાથે મુંબઈના સ્ટોરમાં સામાન લેવા પહોંચી હતી. બંને ભાઈ બહેને સુરક્ષા માટે ગ્લવ્ઝ અને માસ્ક પહેર્યા હતા અને હાથમાં ટ્રોલી પકડીને સ્ટોરની અંદર સેલ્ફી લીધી હતી.

View this post on Instagram

Groceries adventure with my bhaiya @siddhanthkapoor 💜

A post shared by Shraddha (@shraddhakapoor) on May 27, 2020 at 10:06pm PDT

સોશિયલ મીડિયા પર તેમની સેલ્ફી શેર કરી સિદ્ધાંતે લખ્યું કે, સિબલિંગ સાથે કરિયાણું ખરીદવા જવામાં ખૂબ જ મજા આવે છે. બધા સુરક્ષિત રહો અને જ્યારે તમે કોઈની નજીક હોવ ત્યારે ખાસ સુનિશ્ચિત કરો કે તમે માસ્ક પહેર્યું હોય, તમારી અને તમારા આસપાસના લોકોની સુરક્ષા માટે. આ ફોટો રીપોસ્ટ કરી શ્રદ્ધાએ લખ્યું કે, ગ્રોસરી એડવેન્ચર વિથ ભૈયા. સિદ્ધાંતે ત્યાં મજાકમાં કમેન્ટ કરી કે, આપણે આ રોજ કરવું જોઈએ.

લોકડાઉનમાં શ્રદ્ધા મુંબઈમાં ઘરે પરિવાર સાથે જ સમય પસાર કરી રહી છે. શ્રદ્ધા આ મહામારીમાં લોકોને તેમના પાલતુ પ્રાણીઓ ન તરછોડવા માટે પણ અપીલ કરતી રહે છે. તે અવારનવાર પ્રાણીઓની આઝાદી અને સુરક્ષા માટે આગળ આવીને અવાજ ઉઠાવે છે.શ્રદ્ધા તેના ડોગને લઈને પણ બહાર નીકળે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shraddha Kapoor Demonstrates What Grocery Shopping Looks Like Amid Covid-19 Lockdown


from Divya Bhaskar https://ift.tt/3dggrTu
https://ift.tt/2XACq0K

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...