Tuesday, May 26, 2020

‘પટિયાલા બેબ્સ’ ફૅમ અનિરુદ્ધ દવે છેલ્લાં 12 વર્ષથી વાર્તા તથા સ્ક્રિપ્ટ લખી રહ્યો છે, લૉકડાઉન ખુલતા શૂટિંગ શરૂ કરશે

ટીવી સિરિયલ ‘પટિલાયા બેબ્સ’માં ઈન્સ્પેક્ટર હનુમાન સિંહનો રોલ પ્લે કરનાર અનિરુદ્ધ દવે એક્ટિંગની સાથે સાથે રાઈટિંગમાં પણ રસ ધરાવે છે. હાલમાં જ ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યૂમાં અનિરુદ્ધે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં પોતાની વાર્તાઓને શૂટ કરીને દર્શકો સમક્ષ રજૂ કરશે. અનિરુદ્ધ લૉકડાઉન ખુલે તેની રાહ જોઈ રહ્યો છે.

અનિરુદ્ધે કહ્યું હતું, ‘જ્યારે હું દિલ્હીમાં થિયેટર કરતો ત્યારે મને લખવાની પ્રેરણા મળી હતી. હું ટ્રેનિંગ માટે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જોતો હતો. ત્યાં હું અનેક લોકોને જતો હતો. આ તમામ લોકો લખતા હતાં. આમાંથી જ મને પ્રેરણા મળી. મેં 200-250 પુસ્તકો વાંચ્યા છે. જ્યારે તમારો સ્વભાવ વાંચવાનો હોય ત્યારે તમને આપોઆપ લખવામાં રસ આવી જ જાય છે.’

12 લાખથી વાર્તા લખે છે
અનિરુદ્ધે વધુમાં કહ્યું હતું, ‘માત્ર કવિતા જ નહીં મને વાર્તા લખવી પણ પસંદ છે. છેલ્લાં 12 વર્ષથી હું મારા વિચારો એક બુકમાં લખતો આવ્યો છું. હું લાંબા સમયથી લખું છું. મેં ‘જીવની’ નામનું હેશટેગ પણ બનાવ્યું છે. મેં બ્લોક શરૂ કરવા અંગે વિચાર્યું હતું પરંતુ તે શક્ય બન્યું નહીં. હાલમાં તો હું મારા વિચારો બુકમાં લખીને સંતુષ્ટ છું.’ પોતાના મનપસંદ કવિ અંગે વાત કરતાં અનિરુદ્ધે કહ્યું હતું, ‘ગાલિબ તથા મુરીદ મારા મનગમતા કવિ છે. હાલમાં જ મને મનોજ મુંતશિરનું કામ પણ ઘણું જ પસંદ આવ્યું હતું. તે સારા ગીત તથા કવિતા લખે છે. તેમને સાહિત્યનું સારું એવું જ્ઞાન છે.’

પોતાની વાર્તા લોકો સુધી પહોંચાડશે
અનિરુદ્ધે કહ્યું હતું, ‘મેં મારી વાર્તા તથા સ્ક્રિપ્ટ્સ લખી છે અને ભગવાનની કૃપા રહી તો બહુ જલ્દીથી લૉકડાઉન ખુલ્યા બાદ અમે શૂટિંગ શરૂ કરીશું. અમે આને એક મોટા પ્લેટફોર્મ પર લોન્ચ કરવાનું વિચારી રહ્યાં છીએ.’

રાઈટિંગને પ્રોફેશન બનાવવામાં વાંધો નથી

અનિરુદ્ધને રાઈટિંગને પ્રોફેશન બનાવવામાં પણ કોઈ વાંધો નથી. તેણે કહ્યું હતું, ‘આ મારો અંગત રસ છે મને લખવું પસંદ છે પરંતુ જો હું આને પ્રોફેશનલી પણ અપનાવું તો એમાં કંઈ જ ખોટું નથી.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Patiala Babes' star Aniruddh Dave has been writing the story and script for the last 12 years


from Divya Bhaskar https://ift.tt/2ZBVnm9
https://ift.tt/2yxMD5s

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...