Sunday, August 16, 2020

સુશાંતે મહેન્દ્ર સિંહ ધોની બનવા 13 મહિના ટ્રેનિંગ લીધી હતી, પોતે જ ક્રિકેટર સાથેની પોતાની સમાનતા કહી હતી

મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. જો કે, તે IPL રમવાની ચાલુ રાખશે. ચાર વર્ષ પહેલાં સુશાંત સિંહ રાજપૂતે ધોનીની જિંદગીને પડદા પર લાવી હતી અને આ માટે તેણે ઘણી મહેનત પણ કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં એક્ટરે કહ્યું કે, મેં ધોની બનવા માટે 13 મહિના ટ્રેનિંગ લીધી હતી. એટલું જ નહિ પણ તૈયારીના 12 મહિનામાં ત્રણવાર ધોનીને મળ્યો પણ હતો. જેથી તે ધોનીની ખાવા-પીવાની અને હરવા-ફરવાની સ્ટાઈલ શીખી શકે.

સુશાંતે લાઈવ મિન્ટને આપેલા ઇન્ટરવ્યૂની અમુક વાતો...

‘હું તમને મારું એક ઉદાહરણ આપું છું. જ્યારે હું નાનો હતો ત્યારે બપોરે મારે અભ્યાસ કરવાનો હોય અને સાંજે 4થી 5:30નો સમય રમવાનો હતો. આખો દિવસ આ સમયની આજુબાજુ જ ફરતો રહેતો હતો. અમે કબડ્ડી, ક્રિકેટ અને અને ગેમ પણ રમતા હતા. તે દોઢ કલાકનો સમય અમારા માટે 5 મિનિટ બરાબર હતો. ધોની અને હું તે જ દોઢ કલાકના સમયને જીવ્યા છીએ. તેનાથી મને મારી ઓળખ અનુભવાઈ.

ક્રિકેટિંગ સ્કિલ પર કામ શરુ કરતાં પહેલાં મેં ઘણા કલાક સુધી તેને જોયું. મારે વસ્તુઓને પીકઅપ કરવી હતી. હું શૂટિંગ દરમિયાન તેના વિશે વિચારવા માગતો નહોતો. 12 મહિનાની ટ્રેનિંગમાં હું ધોની સાથે ત્રણવાર મળતો. પ્રથમવાર મેં તેને પોતાની સ્ટોરી સંભળાવવા કહ્યું. બીજીવાર મારી પાસે 250 હાઈપોથિટિકલ મલ્ટીલ ચોઈસ પ્રશ્નો હતા. ત્રીજીવાર મેં તેને સ્ક્રિપ્ટના પ્રશ્નો કર્યા. જેમ કે તમે હાલ શું વિચારો છો? એ નક્કી કરવા માટે કે હું સાચી દિશામાં આગળ જઈ રહ્યો છું કે નહિ.

મેં કિરણ મોરે(પૂર્વ ભારતીય વિકેટ કીપર) અને એક વીડિયો એનાલિસ્ટ જોડે 13 મહિનાની ટ્રેનિંગ લીધી. મેં 6 ફ્રેમમાં હેલિકોપ્ટર શોટની પ્રેક્ટિસ કરી. તેઓ વીડિયો એનાલિસ્ટની જગ્યાએ બોલિંગ મશીન લગાવી દેતા હતા અને હું આ શોટને 1 દિવસમાં 300વાર રમતો હતો. જ્યાં સુધી આ શોટ પરફેક્ટ ન થયો ત્યાં સુધી મારી પ્રેક્ટિસ ચાલુ રહી.’

‘એમ. એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ 30 સપ્ટેમ્બર, 2016ના રોજ રિલીઝ થઇ હતી. તે વર્ષની ચોથી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ હતી. ડિરેક્ટર નીરજ પાંડેની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 133 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી હતી. ફિલ્મમાં અનુપમ ખેર, દિશા પટની અને કિયારા અડવાણી પણ સામેલ હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુશાંત સ્ટારર ‘એમ. એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ 30 સપ્ટેમ્બર, 2016ના રોજ રિલીઝ થઇ હતી


from Divya Bhaskar https://ift.tt/2Y6ydTE
https://ift.tt/3h51t4r

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...