Sunday, August 9, 2020

‘બિગ બોસ 14’નો પહેલો પ્રોમો રિલીઝ, સલમાન ખાને ખેતરમાં કામ કરતાં કહ્યું- ‘હવે સીન બદલાશે’

‘બિગ બોસ 13’ની લોકપ્રિયતા બાદથી જ ચાહકો આગામી સીઝન માટે ઉત્સાહી હતાં. હાલમાં જ એ ન્યૂઝ આવ્યા હતા કે ‘બિગ બોસ 14’ 27 સપ્ટેમ્બરથી શરૂ થશે. હવે શોનો પહેલો પ્રોમો પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે.

સલમાન ખાન ફાર્મહાઉસમાં જોવા મળ્યો
સોશિયલ મીડિયામાં શોનો પહેલો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પ્રોમોમાં સલમાન ખાન પોતાના ફાર્મહાઉસમાં ખેતી કરતો અને ટ્રેક્ટર ચલાવતો જોવા મળ્યો હતો. આ સાથે જ એક્ટરે કહ્યું હતું, ‘લૉકડાઉનને કારણે સામાન્ય જીવનમાં સ્પીડ બ્રેકર આવી ગયું છે. આથી જ તે ડાંગર વાવે છે અને ટ્રેક્ટર ચલાવે છે અને હવે સીન બદલાશે.’ પ્રોમોની સાથે ચેનલે લખ્યું હતું, ‘અબ પલટેગા સીન, કારણ કે ‘બિગ બોસ’ આપશે 2020ને જવાબ, ‘બિગ બોસ 14’ ટૂંક સમયમાં માત્ર કલર્સ પર’

27 સપ્ટેમ્બરે શોનું ગ્રાન્ડ પ્રીમિયર
સૂત્રોના મતે 27 સપ્ટેમ્બરના રોજ શોનું ગ્રાન્ડ પ્રીમિયર યોજવામાં આવશે. સ્પર્ધકો બે દિવસ પહેલાં શૂટિંગ શરૂ કરશે. સલમાન ખાન આ વર્ષે પોતાના પનવેલ સ્થિત ફાર્મહાઉસથી જ શો હોસ્ટ કરશે. સલમાને અહીંથી જ તમામ પ્રોમો શૂટ કર્યા છે.

સંભવિત સ્પર્ધકો
વિશાલ સલાથિયા, ચાહત ખન્ના, શુભાંગી અત્રે તથા અધ્યયન સુમન, તેજસ્વી પ્રકાશ જેવા સેલેબ્સે આ શોની ઓફર ઠુકરાવી દીધી છે તો બીજી બાજુ નિયા શર્મા તથા વિવિયન ડીસેનાનું નામ હજી પણ સંભવિત સ્પર્ધકોની યાદીમાં છે.

તમામ સ્પર્ધકોનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવશે
શોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે. કહેવામાં આવે છે કે શોમાં જે પણ સ્પર્ધકો ભાગ લેશે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. શોના આર્ટ ડિરેક્ટર ઓમંગ કુમાર શોમાં ગ્રીન તથા રેડ ઝોન બનાવશે. શોને પૂરી રીતે લૉકડાઉન થીમ પર બનાવ્યો હોવાની ચર્ચા છે. આ વખતે વોટિંગ નહીં પણ તાપમાન તથા ઈમ્યુનિટીને આધારે એલીમિનેશન થશે, તેવી ચર્ચાઓ થઈ રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The first promo release of 'Bigg Boss 14', Salman Khan said while working on the farm - 'Now the scene will change'


from Divya Bhaskar https://ift.tt/3iopP9I
https://ift.tt/3a6LyA2

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...