હોલિવૂડ સ્ટાર ટોમ ક્રુઝે એક મેગા પ્રોજેક્ટ માટે યુનિવર્સલ પિક્ચર્સને મનાવી લીધા છે. ખાસ વાત એ છે કે હજુ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ટોમ ક્રુઝના હાથમાં નથી આવી, પરંતુ સ્પેસમાં શૂટ થનારી આ ફિલ્મ માટે 200 મિલિયન ડોલર એટલે કે અંદાજે 1500 કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે ક્રુઝે પ્રોડક્શન હાઉસને મનાવી લીધા. યુનિવર્સલ પિક્ચર્સે ટોમ ક્રુઝ સાથે આ મેગા બજેટ ડીલ ઝૂમ કોલ પર સાઈન કરી છે.
રિપોર્ટ્સ મુજબ, ઝૂમ કોલ પર ટોમ ક્રુઝ સિવાય રાઇટર- ડિરેક્ટર ડગ લીમેન, કોલેબ્રેટર ક્રિસ્ટોફર મેક્કાયર અને પ્રોડ્યુસર પીજે વેન સેંડવિક હાજર હતા. આ પ્રોજેક્ટમાં એલન મસ્ક પણ તેની સ્પેસ એક્સ કંપની મારફતે સામેલ થશે. મિશન ઇમ્પોસિબલ 5, 6 અને 7ના ડિરેક્ટર મેક્કાયર સ્ટોરી એડવાઈઝર અને પ્રોડ્યુસરનો રોલ નિભાવશે. લીમેન આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખશે. લીમેન ક્રુઝ સાથે એજ ઓફ ટુમોરો અને અમેરિકન મેડ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
View this post on InstagramA post shared by Tom Cruise (@tomcruise) on Apr 2, 2020 at 12:29pm PDT
મિશન ઇમ્પોસિબલના શૂટિંગની તૈયારી શરૂ
ક્રુઝે હાલમાં જ મિશન ઇમ્પોસિબલ 7નું શૂટિંગ ફરી શરૂ કર્યું છે જે કોરોનાને કારણે અટકી ગયું હતું. એવું જણાવાઈ રહ્યું છે કે એક એક્શન સીન માટે ફિલ્મની ક્રૂએ પોલેન્ડનો એક સાચો પૂલ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી છે. આ પૂલ પોલેન્ડના પિલ્શોવાઇસમાં 1990માં બનાવવામાં આવ્યો હતો. 2016થી આ પૂલ વપરાશમાં નથી. માટે તેનો યુઝ શૂટિંગ માટે થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30hZT9v
https://ift.tt/2XiEiM5
No comments:
Post a Comment
If you have any doubts please let me know!