આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’ રિલીઝ થાય પહેલાં જ વિવાદમાં ફસાઈ છે. ફિલ્મ ડિરેક્ટર મહેશ ભટ્ટ પર નેપોટિઝ્મ તથા સુશાંત રાજપૂતની પ્રેમિકા રિયા ચક્રવર્તીને ભડકાવવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ટ્રેલર રિલીઝ થયું તો વિશ્વ હિંદુ પરિષદે હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ કર્યો હતો. ફિલ્મના ટ્રેલરને યુટ્યુબ પર સૌથી વધુ ડિસ્લાઈક મળી છે. હવે પાકિસ્તાની મ્યૂઝિક ડિરેક્ટર શેઝાન સલીમે સંગીતની ઉઠાંતરી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.
જો-જીએ વીડિયો ટ્વીટ કર્યો
શેઝાનને જો-જીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેણે ટ્વિટર પર એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં ‘સડક 2’ના ટ્રેલરનો એ હિસ્સો પ્લે કરવામાં આવે છે, જેમાં ‘ઈશ્ક કમાલ’ ગીત વાગી રહ્યું છે. પછી સપ્ટેમ્બર, 2011માં યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા ‘રબ્બા હો’ગીતને પણ પ્લે કરવામાં આવે છે. પછી જો-જી લોકોને પૂછે છે કે તમે જ કહો કે આવું શું કરી શકાય. આ ગીત તેણે પાકિસ્તાનમાં બનાવ્યું અને 2011માં લૉન્ચ કર્યું હતું. આ અંગે વાત કરીએ છીએ. શેઝાને ફોક્સ સ્ટારને પણ ટૅગ કર્યું છે.
@foxstarhindi
— Shezan Saleem a.k.a JO-G (@ssaleemofficial) August 12, 2020
What do we do about this. Copied from a song that I produced in Pakistan and launched in 2011.
Let's talk guys. pic.twitter.com/BtKAHzPYMI
શું છે ફિલ્મની સ્ટોરી?
‘સડક 2’ વર્ષ 1991માં રિલીઝ થયેલી ‘સડક’ની આગળની વાત કહે છે. આ ફિલ્મમાં સંજય દત્ત ટ્રાવેલ એજન્ટની ભૂમિકામાં છે. આલિયા ભટ્ટ એવી યુવતીના પાત્રમાં છે, જેણે કેટલાક ફૅક ગુરુઓને કારણે પોતાની નિકટની વ્યક્તિ ગુમાવી દીધી છે. આદિત્ય રોય કપૂર તેનો પ્રેમી છે અને જેલમાંથી બહાર આવે છે. આલિયા પોતાનો બદલો લેવા માટે સંજય દત્તની ગાડી બુક કરાવે છે. આદિત્ય પણ તેની સાથે હોય છે. તેઓ કૈલાશ પર્વત જાય છે. આ દરમિયાન આલિયા-આદિત્યની લવ સ્ટોરી તથા સંજય દત્તનો ઈમોશનલ એન્ગલ બતાવવામાં આવ્યો છે.
સંજય દત્ત પણ આલિયાની લડાઈમાં સામેલ થઈ જાય છે. ફિલ્મને પહેલા થિયેટરમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ લૉકડાઉનને કારણે થિયેટર બંધ હોવાથી હવે ફિલ્મ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મ 28 ઓગસ્ટે રિલીઝ થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3kG2XnQ
https://ift.tt/30TEl3c
No comments:
Post a Comment
If you have any doubts please let me know!