Thursday, August 13, 2020

પંકજ દુબેએ કહ્યું, સુશાંત લોકલ+ગ્લોબલનું કૉમ્બિનેશન થવા ઈચ્છતો હતો, તે સપના જોતો હતો, મોટિવેટેડ હતો પરંતુ હતાશ ક્યારેય નહોતો

સુશાંત સિંહ રાજપૂતે પોતાની ડાયરીમાં PD નામનો ઉલ્લેખ કર્યો છે. તે કેરેક્ટર એક ભારતીય લેખક છે અને તેમનું નામ પંકજ દુબે છે. સુશાંતની ડાયરીના પન્નાઓ સામે આવ્યા બાદ આ કેરેક્ટર ચર્ચામાં આવ્યું. હવે પંકજે કહ્યું હતું કે સુશાંત બધું જ હતો પરંતુ તે ક્યારેય હતાશ થયો નહોતો. તેમની વચ્ચે ગાઢ મિત્રતા હતી. સુશાંતે ડાયરીમાં ઘણીવાર શ્રદ્ધાનું નામ પણ લખ્યું છે. શ્રદ્ધા, પંકજ દુબેની પત્ની છે.

સુશાંત હંમેશાં સારું કરવાનો સપના જોતો હતો
પંકજ દુબેએ રિપબ્લિક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સુશાંત ગ્લોકલ થવા માગતો હતો એટલે કે ગ્લોબલ અને લોકલનું કૉમ્બિનેશન. તેમની વચ્ચે અનેક પ્રોજેક્ટ્સ પર વાતચીત થતી હતી. તે મોટિવેટેડ વ્યક્તિ હતો અને હંમેશાં સારું કરવાના સપના જોતો હતો. તે હંમેશાં વિશ્વાસ કરવામાં માનતો હતો અને મલ્ટીટાસ્કિંગ પર્સનાલિટી હતો. તે બધું જ હતો પરંતુ હતાશ નહોતો.

View this post on Instagram

Will miss you Bhai, always. Rest In Peace. #love

A post shared by Pankaj Dubey (@carryonpd) on Jun 15, 2020 at 7:32am PDT

હંમેશાં પ્લાનિંગ કરતો અને તેને પૂરું કરવાની તેનામાં ધગશ હતી
પંકજ દુબેએ કહ્યું હતું કે તેની પાસે હંમેશાં કોઈને કોઈ વસ્તુનો પ્લાન રહેતો હતો અને તે હંમેશાં તેને ધગશ સાથે પૂરુ કરવા ઈચ્છતો હતો. લોકોને ખ્યાલ નહીં હોય કે તેનામાં લખવાનું અલગ જ જુનૂન હતું. તે હંમેશાં નવા આઈડિયા લઈને આવતો. તે પોતાના હોલિવૂડ પ્રોજેક્ટ્સ અંગે પણ યોજના બનાવતો અને પછી વિચારત કો ભારતમાં કેવી રીતે આને સારું કરી શકાય.

તે અદ્વિતીય હતો અને માનસિક રીતે બીજા અનેક લોકો કરતાં સારો
પંકજ દુબેએ આગળ કહ્યું હતું કે તે કેટલાક ન્યૂઝને શંકાની નજરે જુએ છે. આ ન્યૂઝમાં એવું બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે સુશાંત નિરાશ કે હતાશ હતો. તેમણે અનેક સારી બાબતો સાથે કરી હતી. તે અજોડ વ્યક્તિ હતો અને તેનામાં મોટું કરવાની હિંમત હતી. તેની પાસે સારું મગજ હતું અને અનેક લોકો કરતાં તે સારો હતો. તે કોઈ માનસિક ચિકિત્સક નથી પરંતુ અનુભવના હિસાબે કહી શકે છે કે તે ઘણો જ ફિટ હતો. તેમના અનુભવ પ્રમાણે તે માનસિક રીતે ફિટ હતો.

આત્મહત્યા નહીં પણ હત્યા છે
પંકજ દુબેએ કહ્યું હતું કે તેમની નજરમાં આ હત્યાનો કેસ છે. તેમણે માગણી કરી હતી કે આ કેસમાં CBI તપાસ થવી જોઈએ. તેની સાથે મિત્રતા 2000-01થી છે અને છેલ્લે 2020માં સુશાંત સાથે વાત થી હતી. પહેલીવાર વાત થઈ ત્યારે સુશાંત દિલ્હીમાં એન્જિનિયરિંગની એન્ટ્રેસ એક્ઝામની તૈયારીમાં વ્યસ્ત હતો. વધુમાં પંકજ દુબેએ કહ્યું હતું કે સુશાંતના જીવનમાં રિયાની એન્ટ્રી થયા બાદ સુશાંત સાથે વાત કરવી સરળ નહોતી. તેમણે અવાર-નવાર રિયાને સુશાંત સાથે વાતચીત કરવા અંગે પૂછવું પડતું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Pankaj Dubey said, Sushant wanted to be a combination of Local and Global, he was dreaming, motivated but never frustrated


from Divya Bhaskar https://ift.tt/2PLnol8
https://ift.tt/2Q26izP

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...