Thursday, August 13, 2020

બોલિવૂડની પહેલી લેડી સુપરસ્ટાર શ્રીદેવી નહોતી ઈચ્છતી કે દીકરી ફિલ્મોમાં કામ કરે, જાન્હવીની પહેલી ફિલ્મની રિલીઝના પાંચ મહિના પહેલાં જ અવસાન થયું હતું

13 ઓગસ્ટે શ્રીદેવીની બર્થ એનિવર્સરી છે. જો તે આજે આપણી વચ્ચે હોત તો, તેનો 56મો જન્મદિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો હોત પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. 2018માં 54 વર્ષની ઉંમરમાં શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહી દીધું.

શ્રીદેવીની મોટી દીકરી જાન્હવીની પહેલી ફિલ્મ ધડકની રિલીઝ પણ ન જોઈ શકી. આ ફિલ્મ જુલાઈ 2018માં રિલીઝ થઈ હતી, જ્યારે શ્રીદેવીનું નિધન તેના પાંચ મહિના પહેલા 24 ફેબ્રુઆરીએ થયું હતું.

શ્રીદેવી નહોતી ઈચ્છતી કે જાન્હવી ફિલ્મોમાં આવે
રસપ્રદ વાત એ છે કે બોલિવૂડની પહેલી લેડી સુપરસ્ટાર અને પાંચ ભાષાઓમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શ્રીદેવી નહોતી ઈચ્છતી કે તેમની દિકરી જાન્હવી ફિલ્મોમાં આવે.
જાહન્વીએ ખુદ એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. જાન્હવીએ કહ્યું હતું કે,'માતાને લાગતું હતું કે, હું ભોળી છું.મારા કરતા તેમને વધારે વિશ્વાસ ખુશી પર હતો કે તેના માટે ફિલ્મી દુનિયા સારી છે. માતા મારા માટે આરામની જિંદગી ઇચ્છતી હતી. તે ક્યારેય ‘ધડક’ના સેટ પર દેખાઈ નહોતી. જ્યારે તેને ફિલ્મના કેટલાક સીન્સ જોયા તો તે ખુશ થઈ હતી. આ જોઈને એણે મને કહ્યું કે, મારે હજી વધુ મહેનત કરવાની જરૂર છે. તેમજ ફિલ્મના બીજા ભાગમાં તેમને મને સલાહ આપી હતી કે, હું મેકઅપ ન કરું'.

ખુશી, બોની કપૂર, શ્રીદેવી અને જાન્હવી કપૂર

ધડક ફ્લોપ હતી
ધડક જાન્હવીની બોલિવૂ઼ડ ડેબ્યૂ ફિલ્મ હતી. તે મરાઠી બ્લોકબસ્ટર ફિલ્મ ‘સૈરાટ’ની હિન્દી રિમેક હતી જે 2016માં રિલીઝ થઈ હતી. દર્શકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. જો કે, ઘડક સૈરાટની સરખામણીએ નિષ્ફળ રહી. તે ફ્લોપ ફિલ્મ સાબિત થઈ. ફિલ્મમાં જાહન્વીની સાથે શાહિદ કપૂરનો ભાઈ ઇશાન ખટ્ટર જોવા મળ્યો હતો.

'ધડક'માં જાન્હવીનો અંદાજ

ખુશી પણ તૈયારી કરી રહી છે
જાન્હવીની બીજી ફિલ્મ 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' 12 ઓગસ્ટ, 2020ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ છે. આ પહેલા જાન્હવી આ વર્ષે ઝોયા અખ્તરની આવેલી શોર્ટ ફિલ્મ 'ઘોસ્ટ સ્ટોરીઝ' માં જોવા મળી હતી. તેમજ તેની નાની બહેન ખુશી પણ બોલિવૂડમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. ખુશી ન્યૂ યોર્કમાં એક્ટિંગ સ્કૂલમાંથી કોર્સ કરી રહી છે. ત્યારબાદ તેને કરણ જોહર ફિલ્મોમાં લોન્ચ કરી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bollywood's first lady superstar Sridevi did not want her daughter to work in films, Janhvi died just five months before the release of her first film


from Divya Bhaskar https://ift.tt/3ajl2U8
https://ift.tt/3kHsL3e

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...