Sunday, August 9, 2020

મુંબઈ પોલીસે કહ્યું, ‘બાદશાહે 75 લાખ રૂપિયા આપી ફેક ફોલોઅર્સ અને લાઈક્સ મેળવી’, રેપરે આ તમામ આરોપોને ખોટા કહ્યા

હાલમાં જ મુંબઈ પોલીસે ખુલાસો કર્યો હતો કે, રેપર બાદશાહે સોશિયલ મીડિયા પર ફેક ફોલોઅર્સ અને લાઈક વધારવા માટે 75 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારપછી રેપરે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને આ બધા આરોપોને ખોટા કહ્યા. ફેક ફોલોઅર્સ કેસમાં પોલીસે બાદશાહ ઉપરાંત અન્ય 20 મોટા સેલેબ્સ વિરુદ્ધ પણ તપાસ કરી રહી છે.

બાદશાહે સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું, ‘સમન મળવા પર મેં મુંબઈ પોલીસ સાથે વાત કરી. મેં તપાસ અધિકારીઓને સાથ આપ્યો અને મારી સાથે જે જાણકારી હતી તે બધી તેમને આપી. મારા પર લાગેલા તમામ આરોપોની ચોખવટ કરી છે અને સ્પષ્ટ કર્યું કે, હું ક્યારેય આ પ્રકારના કામમાં સામેલ થયો નથી અને ક્યારેય તેને સપોર્ટ પણ કરતો નથી.’

વધુમાં તેણે લખ્યું કે, ‘તપાસ પ્રક્રિયા કાનૂની રીતે ચાલુ છે અને આ કેસ પર કામ કરી રહેલી સંસ્થાઓ પર મને વિશ્વાસ છે. જે લોકોએ મારા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે તે બધાનો હું આભારી છું. મારા માટે આ ઘણું મહત્ત્વનું છે.’

યુટ્યુબ પર વ્યૂઅરશિપનો નવો રેકોર્ડ બનાવવો હતો
આની પહેલાં મુંબઈ પોલીસે કહ્યું હતું કે, બાદશાહે યુટ્યુબ પર વ્યૂઅરશિપનો નવો રેકોર્ડ બનાવવા માટે 75 લાખ રૂપિયા આપીને ફેક ફોલોઅર્સ અને લાઈક્સ મેળવ્યા હતા. 24 કલાકમાં તે યુટ્યુબ પર પોતાના વીડિયોને સૌથી વધારે વ્યૂઝ મળે તેનો રેકોર્ડ બનાવવા માગતો હતો.

170થી વધુ સેલેબ્સના અકાઉન્ટની તપાસ થઇ
પોલીસે અત્યારસુધી 170થી વધુ હાઈ પ્રોફાઈલ બોલિવૂડ સેલેબ્સના સોશિયલ મીડિયા અકાઉન્ટ ચેક કર્યા છે. આ તપાસને લીડ કરનાર જોઈન્ટ કમિશ્નર વિનય કુમાર ચોબેએ એક સ્ટેટમેન્ટ રિલીઝ કરી જણાવ્યું કે અમે તપાસ કરી અને જાણવા મળ્યું કે ફેક ફોલોઅર્સ વધારવાની આ ગેમમાં અંદાજે 54 કંપની સામેલ છે. સાઇબર સેલની મદદથી આ કેસમાં તપાસ થઇ રહી છે. પોલીસે આ કેસમાં અભિષેક નામના એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. તેના સ્ટેટમેન્ટ પછી જ હવે સેલેબ્સને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે.

ફ્રાન્સની એક કંપની પાસે ડીટેલ મગાવી
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ફ્રાન્સ સરકાર પાસેથી પણ માહિતી માગી છે. followerscart.com સાથે જોડાયેલ મુખ્ય લોકો જે ફ્રાન્સમાં રહે છે તેમના વિશે માહિતી માગી છે. આ કંપનીની મદદથી જ સેલેબ્સ ફેક ફોલોઅર્સ ખરીદે છે. સ્વાભાવિક છે કે જે સેલિબ્રિટીના વધુ ફોલોઅર્સ હોય તેમને પેડ એડ માટે એટલા વધુ પૈસા મળે છે. માટે ઘણા લોકો ફેક ફોલોઅર્સ ખરીદે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Badshah Denies Allegations Levelled Against Him In Fake Social Media Followers Scam, Says 'was Never Involved In Such Practices'


from Divya Bhaskar https://ift.tt/2PBL2jV
https://ift.tt/33L2evF

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...