બોલિવૂડ ફિલ્મો દેશભકિતની ભાગના જગાડવામાં ક્યારેય પાછળ રહી નથી. આ ફિલ્મોમાં કામ કરનારા કલાકારોએ પણ પોતાના પર્ફોર્મન્સથી દર્શકોને મંત્ર મુગ્ધ કરી દીધા છે. ઘણા ફિલ્મી સ્ટાર છે જેમના કરિયરમાં દેશ ભક્તિથી ભરેલી ફિલ્મોનું મહત્ત્વનું સ્થાન રહ્યું છે.
આજે સ્વતંત્રતા દિવસ પર પોતાના કરિયરમાં દેશ ભક્તિની ફિલ્મો કરનારા સેલેબ્સ વિશે જાણીએ..
મનોજ કુમાર
એક્ટર અને ડિરેક્ટર મનોજ કુમારનું આખી જીવન એક જ સંદેશ આપવામાં વીત્યું કે, દેશ પ્રેમ કેટલું મહત્ત્વનું છે. તેઓ દેશ પ્રેમને પડદા પર લાવનારા પ્રથમ સ્ટાર હતા. પૂરબ ઔર પશ્ચિમ, ઉપકાર, શહીદ અને ક્રાંતિ જેવી ફિલ્મોમાં જોરદાર એક્ટિંગને લઇને લોકોએ તેમને ‘ભારત કુમાર’ કહેવાનું શરુ કરી દીધું હતું. વર્ષ 2015માં તેમને ‘ફાળકે અવોર્ડ’થી સન્માનિત કર્યા હતા. દેશ ભક્તિની ફિલ્મોને મળેલો રિસ્પોન્સ જોઈને તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ તેમને ‘જય જવાન, જય કિસાન’ નારા પર ફિલ્મ બનાવવાનો આગ્રહ કર્યો હતો.
અક્ષય કુમાર
અક્ષયને હાલના સમયનો મનોજ કુમાર કહેવામાં આવે છે. તેણે કેસરી, ગોલ્ડ, બેબી, એર લિફ્ટ, અબ તુમ્હારે હવાલે વતન સાથીયો, હોલિડે, ગબ્બર, રુસ્તમ જેવી દેશ ભક્તિથી ભરપૂર કુલ 8 ફિલ્મોમાં કામ કર્યું છે.
આમિર ખાન
વર્ષમાં એક ફિલ્મ પર કામ કરનારા આમિર ખાને દેશ ભક્તિની 4 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાં સરફરોશ, મંગલ પાંડે, રંગ દે બસંતી, લગાનમાં તેની એક્ટિંગે દર્શકોનું દિલ જીતી લીધું હતું. આમિરે ફિલ્મો ઉપરાંત સામાજીક મુદ્દા પર આધારિત ‘સત્યમેવ જયતે’ ટીવી શો બનાવ્યો. જે લોકોને ખૂબ પસંદ પડ્યો હતો.
શાહરુખ ખાન
કિંગ ઓફ રોમાન્સના નામથી ફેમસ શાહરુખે સ્વદેશ, ચક દે ઇન્ડિયા જેવી દેશ ભક્તિથી ભરપૂર ફિલ્મો કરી. ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની ફિલ્મનાં ક્લાઈમેક્સમ અપન દેશ ભક્તિની ઝલક દેખાઈ. હેપ્પી ન્યૂ યર અને વીર ઝારામાં પણ દેશ ભક્તિ જોવા મળી હતી.
સન્ની દેઓલ
સન્ની દેઓલ એક એવો કલાકાર છે જેણે 5 સારી દેશ ભક્તિની ફિલ્મોમાં કામ કર્યું. તેના દેશ ભક્તિના ડાયલોગ દરેક દર્શકનું દિલ જીતી લેતા હતા. સન્નીએ બોર્ડર, ગદ્દર-એક પ્રેમ કથા, ઇન્ડિયન, મા તુજે સલામ અને હીરોઝ જેવી દેશ ભક્તિથી ભરપૂર ફિલ્મોમાં કામ કર્યું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3iK36VO
https://ift.tt/31T9jaZ
No comments:
Post a Comment
If you have any doubts please let me know!