Wednesday, August 5, 2020

9 વર્ષમાં ફિલ્મ તૈયાર થઈ, પહેલાં ફિલ્મનું નામ ‘અનારકલી’ હતું, મેકર્સે ફિલ્મ સાથે જોડાયેલા મહત્ત્વના કિસ્સા શેર કર્યા

હિંદી સિનેમાના ઈતિહાસની ગૌરવશાળી ફિલ્મ મુગલ-એ-આઝમના રિલીઝને 5 ઓગસ્ટે 60 વર્ષ પૂરા થયા. આ અવસર પર ફિલ્મના મેકર્સ શાપૂરજી પેલોંજીએ ફિલ્મ સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા શેર કર્યા છે.

ફિલ્મને બનાવવાની શરૂઆત વર્ષ 1944માં થઇ હતી. ડિરેક્ટર કે. આસિફ હિન્દુસ્તાનની સૌથી મોટી ફિલ્મ બનાવવા માગતા હતા. શરૂઆતમાં ફાઈનાન્સર શિરાઝ અલી હતા. પહેલા ફિલ્મનું ટાઈટલ ‘અનારકલી’ હતું, અકબરનો રોલ ચંદ્રમોહન પ્લે કરવાના હતા, પરંતુ 1946માં હાર્ટ અટેકથી તેમનું મૃત્યુ થઇ ગયું. 1947માં ભારતના ભાગલા થઇ ગયા, શિરાઝ અલી પાકિસ્તાન જતા રહ્યા અને ફિલ્મ અધૂરી રહી ગઈ.

કમાલ અમરોહીએ નવી સ્ટોરી લખી
1951માં ફિલ્મ નવી સ્ટાર કાસ્ટ અને નવા ફાઈનાન્સર શાપૂરજી પેલોંજી સાથે શરુ થઈ. અનારકલીને ધ્યાનમાં રાખીને કમાલ અમરોહીએ અલગ કહાની શરુ કરી. બેનર ફિલ્મીસ્તાનનું હતું. પ્રોડ્યુસર એસ. મુખર્જી બન્યા. ટાઈટલ બન્યું ‘અનારકલી વિથ નંદલાલ જસવંતલાલ’. ત્યારબાદ આખી સ્ટોરીએ નવો વળાંક લીધો.

ફિલ્મનું નામ ‘મુગલ-એ-આઝમ’ થઇ ગયું
એસ. મુખર્જી કે. આસિફ સાથે ડાયલોગ રાઈટર તરીકે જોડાઈ ગયા. હવે ફિલ્મને ‘મુગલ-એ-આઝમ’ નામ મળ્યું. ફિલ્મીસ્તાન બેનરની અનારકલી ફિલ્મમાં બીણા રોય અને પ્રદીપ કુમાર હતા. 1953માં તે રિલીઝ થઇ અને મ્યુઝિકલ હિટ રહી.

ફિલ્મનો મોટો ભાગ બ્લેક એન્ડ વ્હાઈટમાં રિલીઝ થયો
1956માં પાકિસ્તાને હિંદી ફિલ્મોને બેન કરી દીધી હતી. એક વર્ષ પછી ટેક્નિકલર ઇન્ડિયામાં આવ્યું. 1958માં કે. આસિફે એક રીલ કલરમાં શૂર કર્યું. 1959માં મોટા ભાગે કલર રીલમાં શૂટિંગ કર્યું, પરંતુ કે. આસિફ આખી ફિલ્મને કલરમાં શૂટ કરવા માગતા હતા. ત્યારબાદ ફિલ્મ 85 ટકા બ્લેક એન્ડ વ્હાઈટમાં 15 ટકા કલરમાં રિલીઝ થઇ. મરાઠા મંદિરમાં 7 અઠવાડિયાં સુધી 100 બુકિંગ પર ફિલ્મ રિલીઝ થઈ.

દોઢ કરોડ રૂપિયામાં ફિલ્મ બની
1960માં રિલીઝ થયેલી આ ફિલ્મનું બજેટ તે સમયે દોઢ કરોડ રૂપિયાનું હતું. તે સમયની ફિલ્મોથી તે 10 ગણું વધારે હતું.

રેક ટીવીની દુકાનો આઉટ ઓફ સ્ટોક થઇ ગઈ હતી
1976માં ફિલ્મ પ્રથમવાર અમૃતસર દૂરદર્શન પર ટેલિકાસ્ટ થઇ હતી. તેનું પરિણામ એ આવ્યું જે, પાકિસ્તાનમાં ફિલ્મ જોવા માટે કરાચીથી લાહોર આવ્યા. કારણ કે ત્યાં અમૃતસર દૂરદર્શનના સિગ્નલ કેચ થતા હતા. કરાચીથી લાહોર દરેક ફ્લાઈટ 15 દિવસ સુધી બુક રહી. લાહોરમાં દરેક ટીવીની દુકાનો આઉટ ઓફ સ્ટોક થઇ ગઈ હતી.

16 વર્ષ પહેલાં બીજીવાર ફિલ્મ રિલીઝ થઇ
12 નવેમ્બર, 2004માં ફિલ્મ કલર અને સિક્સ ટ્રેક ડોલ્બી ડિજિટલ સાઉન્ડથી રિ-રિલીઝ થઇ હતી. 19 ફેબ્રુઆરી, 2005 સુધી ભારતના 14 થીયેટરમાં 25 અઠવાડિયાં સુધી ચાલી હતી. 2006માં પાકિસ્તાને દરવાજા ખોલ્યા. આજે ફિલ્મનાં 60 વર્ષ પૂરા થઇ ગયા છે.

ફિલ્મ સાથે જોડાયેલા મહત્ત્વના આંકડાં
9 વર્ષે ફિલ્મ બની. ફિલ્મનું શૂટિંગ 500 દિવસ સુધી ચાલ્યું હતું. મુગલ દરબારનો સેટ 10 મહિના પછી બન્યો હતો. ‘એ મોહબ્બત ઝિંદાબાદ’ સોન્ગ માટે 100 કોરસ સિંગર્સની મદદ લીધી. યુદ્ધના શૂટિંગ માટે ભારતીય સેનાના 8 હજાર જવાનો. 2 હજાર ઊંટ અને 4 હજાર ઘોડાઓનો ઉપયોગ કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
K.Asif Wants To Make The Biggest Film Of Indian Cinema. Starts The Film With Shiraz Ali As The Financier. The Film Was Titled “Anarkali”


from Divya Bhaskar https://ift.tt/33uldL4
https://ift.tt/3fy5UDc

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...