સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તેની ગર્લફ્રેન્ડ વિરુદ્ધ સુશાંતના પરિવારે પટનામાં કેસ ફાઈલ કરેલ છે. રિયાએ આ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની યાચિકા સુપ્રીમ કોર્ટમાં કરી હતી જેના પર આજ સુનાવણી થશે. આજે જ બોમ્બે હાઇકોર્ટમાં CBI તપાસની માગને લઈને સમિત ઠક્કરે ફાઈલ કરેલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પર પણ સુનાવણી થશે.
રિયાની યાચિકા પર જજ હૃષિકેશ રોયની બેન્ચ સુનાવણી કરશે. આ કેસમાં બિહાર અને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કેવિએટ (caveat) દાખલ કરેલ છે. આ સિવાય સુશાંતના પિતા કેકે સિંહે પણ કેવિએટ ફાઈલ કરેલ છે જેથી તેમની વાત સાંભળ્યા વગર રિયાએ ફાઈલ કરેલ યાચિકા પર કોઈ નિર્ણય લેવામાં ન આવે.
રિયા પર સુશાંતના પિતાએ આ આરોપ લગાવ્યા છે
સુશાંતના પિતા કેકે સિંહે 25 જુલાઈએ પટનામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ તેના દીકરાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવી કેસ ફાઈલ કરાવ્યો હતો. રિયા, તેનો ભાવિ શોવિક, પિતા ઇન્દ્રજીત, માતા સંધ્યા અને બે મેનેજર સૌમિલ ચક્રવર્તી અને શ્રુતિ મોદી વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમના વિરુદ્ધ IPC ધારા 341 અને 342 (ખોટી રીતે રોકવા અથવા બંધક બનાવવા), 380 (ચોરી), 406 (ભરોસો તોડવો), 420 (છેતરપિંડી) અને 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવા) હેઠળ કેસ દાખલ થયો છે. સુશાંતના પરિવારે રિયા પર સુશાંતના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા લેવાનો આરોપ પણ લગાવ્યો છે.
આ કેસમાં તપાસ માટે ચાર પોલીસ ઓફિસરની ટીમ બિહારથી મુંબઈ આવી છે. આ સિવાય રવિવારે પટનાથી કેસમાં તપાસ કરવા માટે આવેલ SP વિનય તિવારીને BMCએ બળજબરીપૂર્વક ક્વોરન્ટીન કરી દીધા છે. બિહાર પોલીસને હજુ રિયાનું સ્ટેટમેન્ટ મળ્યું નથી.
14 જૂને સુશાંતે આત્મહત્યા કરી
14 જૂને સુશાંત સિંહે તેના મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી. તે ડિપ્રેશનમાં હતો માટે તેણે આ પગલું ભર્યું, આવું જણાવવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુશાંતના પરિવારે જે સ્ટેટમેન્ટ આપ્યા તે મુજબ સુશાંત ડિપ્રેશનમાં ન હતો. સુશાંત સાથે રોજ વાત થતી હતી. હાવભાવથી ક્યારેય એવું ન લાગ્યું કે તે ડિપ્રેશનમાં છે. હવે આ કેસમાં સુશાંતના પિતાએ CBI તપાસની અરજી કરી છે અને બિહાર સરકારે આ માટે ભલામણ પણ કરી દીધી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BZU5Ih
https://ift.tt/33oLx9f
No comments:
Post a Comment
If you have any doubts please let me know!