સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મંગળવારે બિહાર સરકારે CBI તપાસની ભલામણ કરી દીધી છે. સુશાંતના પૂર્વ અસિસટન્ટ અંકિત આચાર્યે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મેં તેમની સાથે 3 વર્ષ સુધી કામ કર્યું છે અને હું હતો ત્યારે તેમણે ક્યારેય તેમનો રૂમ અંદરથી બંધ કર્યો નથી.
ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં અંકિતે કહ્યું, હું સુશાંત ભાઈ સાથે તેમના પડછાયાની જેમ રહેતો હતો. હું તેમની સાથે 3 વર્ષ સુધી રહ્યો છું. સુશાંત ભાઈએ ક્યારેય તેમનો રૂમ અંદરથી બંધ કર્યો નથી. ત્રણ વર્ષમાં ક્યારેય નહીં, જ્યાં સુધી હું સાથે હતો. આ વાત હું એકદમ કોન્ફિડન્સથી કહી શકું છું. સુશાંતે 14 જૂને મુંબઈના બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં પંખે લટકીને આત્મહત્યા કરી હતી. તેનો રૂમ અંદરથી બંધ હતો.
ગામડેથી પરત ફર્યો ત્યારે બધો નવો સ્ટાફ
અંકિતે જણાવ્યું કે ઓગસ્ટ 2019માં રિયા ચક્રવર્તીએ સુશાંતનો આખો સ્ટાફ બદલી નાખ્યો હતો. તેણે કહ્યું, ઓગસ્ટ 2019માં જ્યારે હું મારા ગામડેથી પરત ફર્યો તો મને અચાનક આખો નવો સ્ટાફ મળ્યો. તેના નવા બોડીગાર્ડ્સે મને ઘરમાં પણ આવવા ન દીધો. મને લાગ્યું કે રિયા મેડમે આખો સ્ટાફ બદલી નાખ્યો છે. જોકે, તેમણે આવું કેમ કર્યું તે મને ખ્યાલ નથી.
ઘરમાં સતત પૂજા- પાઠ થતા રહેતા
અંકિતે જણાવ્યું કે, સુશાંતના નવા સ્ટાફે મને જણાવ્યું કે રિયા મેડમ શોપિંગ, ફૂડ અને પૂજન સામગ્રી પર ઘણો ખર્ચો કરી રહ્યા છે. નવા સ્ટાફના સભ્યોએ મને કહ્યું કે સુશાંતના ઘરે સતત પૂજા- પાઠ થઇ રહ્યા છે. મને નથી ખબર આ બધું શું કામ થઇ રહ્યું હતું.
સપ્ટેમ્બર સુધી સુશાંત સાવ બદલાઈ ગયો હતો
અંકિતે કહ્યું કે, સપ્ટેમ્બર 2019માં જ્યારે તે સુશાંતને મળ્યો ત્યારે તેઓ અસ્વસ્થ દેખાઈ રહ્યા હતા. તેમણે કહ્યું, સુશાંત ભાઈ મજાના મૂડમાં જ રહેતા હતા. તેઓ મને ભાઈ જેમ માનતા હતા. પરંતુ, સપ્ટેમ્બર 2019માં જ્યારે તેમણે મને મારો બધો હિસાબ કરી દીધો ત્યારે તે એકદમ બદલાયેલ વ્યક્તિ હતા. તેમના આંખ નીચે ડાર્ક સર્કલ હતા, તેઓ એકવાર પણ હસ્યા નહીં. મને તેઓ ઉદાસ લાગ્યા હતા.
CBI તપાસની ભલામણ
મંગળવારે બિહાર સરકારે સુશાંત કેસમાં CBI તપાસની ભલામણ કરી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું, પરિવારની સહમતી પછી આ નિર્ણય લેવાનો હતો. અમે અગાઉ પણ કહ્યું હતું કે પરિવાર માગ કરશે તો અમે આના પર કામ કરશું. આજે સુશાંતના પિતાએ અમારી પાસે માગ કરી. આજે જ અમે ભલામણ કરી દઈશું. પ્રોસેસ શરૂ થઇ ગઈ છે.
રિયાના વકીલે કહ્યું- આવું ન થઇ શકે
બિહાર સરકારની CBI તપાસની ભલામણ વિશે રિયાના વકીલ સતીશ માનશિંદેનું કહેવું છે કે આ કેસ બિહાર સરકારના અધિકારક્ષેત્રની બહાર છે. આવામાં તેને CBIને સોંપવાનું કોઈ લીગલ ઈમ્પોર્ટન્સ નથી. તેમણે કહ્યું, બિહાર સરકારને જ્યારે લાગ્યું કે તેમની પાસે આ કેસમાં તપાસ કરવાનો કોઈ અધિકાર નથી તો તેમણે આ ખોટો રસ્તો કાઢ્યો છે.
બીજેપી નેતા નારાયણ રાણેએ સુશાંતના મૃત્યુને હત્યા ગણાવી
મહારાષ્ટ્ર બીજેપી નેતા નારાયણ રાણેએ મંગળવારે આરોપ લગાવ્યો કે સુશાંતની હત્યા થઇ છે. તેમણે કહ્યું, સુશાંતે આત્મહત્યા નથી કરી. તેની હત્યા થઇ છે. મહારાષ્ટ્ર સરકાર કેસ પર ધ્યાન આપી રહી નથી કારણકે તેઓ કોઈને બચાવવાની ટ્રાય કરી રહ્યા છે.
BMC બિહારના 4 ઓફિસર્સને શોધી રહી છે
BMCના ઓફિસર મુંબઈ તપાસ માટે આવેલ બિહાર પોલીસના 4 ઓફિસર્સને શોધી રહ્યા છે. BMCએ રવિવારે પટનાથી મુંબઈ તપાસ માટે આવેલ SP વિનય તિવારીને બળજબરીપૂર્વક ક્વોરન્ટીન કરી દીધા છે. પટનાના IG સંજય સિંહે જણાવ્યું કે અમારા પોલીસ ઓફિસર મુંબઈમાં સિલેક્ટેડ લોકોને શોધી રહી છે પરંતુ હજુ સુધી તેમને શોધી નથી શક્યા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gvuQwA
https://ift.tt/3fokdKE
No comments:
Post a Comment
If you have any doubts please let me know!