Sunday, August 16, 2020

પાર્થ સમથાન બાદ હવે એરિકા ફર્નાન્ડિઝ પણ શો છોડી શકે છે, પરિવારના સભ્યોની હેલ્થ માટે આ નિર્ણય લીધો

એકતા કપૂરની લોકપ્રિય સિરિયલ ‘કસૌટી જિંદગી કે’માં એક પછી એક કલાકારોએ આ શો છોડવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ શોના લીડ એક્ટર પાર્થ સમાથાને શો છોડ્યો હોવાના ન્યૂઝ હતા. હવે ફીમેલ લીડ એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝે પણ શોમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો છે. એક્ટ્રેસે કોવિડ 19 અને પરિવારના સભ્યોની હેલ્થને કારણે આ મોટો નિર્ણય લીધો છે.

હાલમાં જ ઈન્ડિયા ટીવીના રિપોર્ટ પ્રમાણે શોની પ્રેરણા એટલે કે એરિકાએ શો છોડવાનું નક્કી કરી લીધું છે. તે ઘણાં દિવસથી કોવિડ 19ને કારણે ઘરમાં જ શૂટિંગ કરતી હતી પરંતુ હવે તે સેટ પર પરત ફરી છે. જોકે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક્ટ્રેસ હાલમાં ઘરમાં જ રહેવા માગે છે. તેના પિતાને ચાર વાર હાર્ટ અટેક આવી ચૂક્યો છે અને તેની માતા પણ ટીબીની પેશન્ટ રહી ચૂકી છે. આ સમયે એરિકા પેરેન્ટ્સની હેલ્થ અંગે કોઈ જોખમ લેવા માગતી નથી.

કરન સિંહ ગ્રોવર પછી તમામ લીડ કલાકારો શો છોડી રહ્યા છે
એક મહિના પહેલા શોમાં મિસ્ટર બજાજનો રોલ કરતા કરન સિંહ ગ્રોવરે શો છોડી દીધો હતો. હવે તેની જગ્યાએ કરણ પટેલ જોવા મળે છે. ત્યારબાદ પાર્થ સમથાન શો છોડવા ઈચ્છે છે. શોમાં હવે બજાજ તથા પ્રેરણા પર ફોકસ કરવામાં આવશે. બીજી તરફ પાર્થને બીજા મોટા પ્રોજેક્ટ મળ્યા હોવાથી તેણે શો છોડવાનું નક્કી કર્યું છે. શોમાં નિવેદિતાના પતિ બનેલા અનુપમ સેનગુપ્તા એટલે કે સાહિલ આનંદ પણ શો છોડવાનો છે. તે શા માટે શો છોડવાનો છે, તે પાછળનું કોઈ કારણ હજી સુધી સામે આવ્યું નથી.

મેકર્સ મનાવવાનો પ્રયાસ કરે છે
પાર્થ અને સાહિલ એક જ સમય પર શોને અલવિદા કહેવા ઈચ્છે છે. જોકે, મેકર્સ તેમને સતત મનાવવાના પ્રયાસ કરે છે. કેટલાક લોકો માને છે કે પાર્થે હેલ્થને કારણે આ શો છોડ્યો છે. પાર્થે કોવિડ 19 પોઝિટિવ આવ્યો તે પહેલા જ એકતા કપૂરને શો છોડવાની વાત કહી હતી. હાલમાં એકતા તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અન્ય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નવા અનુરાગની શોધ શરૂ કરી દેવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Erica Fernandez may also leave the show after Parth Samthan, a decision made for the health of family members


from Divya Bhaskar https://ift.tt/342NgBh
https://ift.tt/3h7NECw

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...