Sunday, August 16, 2020

‘સડક 2’ના ટ્રેલર બાદ હવે ‘તુમ સે હી’ ગીત પણ સુશાંતના ચાહકોના નિશાના પર, લાઈક્સ કરતાં ડિસ્લાઈક વધુ મળી

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી જ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મનો મુદ્દો ગરમાયો છે. એક્ટરના મોત પછી ચાહકોએ આક્રોશમાં આવીને સ્ટાર કિડ્સની ફિલ્મ બોયકૉટ કરવાનું શરૂ કર્યું છે. જાહન્વી કપૂરની ‘ગુંજન સક્સેના’ પછી હવે આલિયા ભટ્ટની ‘સડક 2’ પર પણ ચાહકો ભરપૂર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ફિલ્મના ટ્રેલર બાદ હવે ફિલ્મના પહેલા ગીત પર ચાહકોએ લાઈકથી ત્રણ ગણી વધારે ડિસ્લાઈક આપી છે.

15 ઓગસ્ટના રોજ ફિલ્મનું રોમેન્ટિક ટ્રેક ‘તુમ સે’ રિલીઝ કરવામાં આવ્યું હતું. અંકિત તિવારીના કમ્પોઝિશનમાં બનેલા આ ગીતમાં અંકિત તિવારી તથા લીના બોઝે અવાજ આપ્યો છે. લિરિક્સ શબ્બીર અહેમદના છે. આ ગીત આલિયા ભટ્ટ તથા આદિત્ય પર ફિલ્માવવામાં આવ્યું છે.

આ ગીત રિલીઝ થતા જ સુશાંતના મોતનો ગુસ્સો કમેન્ટ તથા લાઈક સેક્શનમાં જોવા મળ્યો. રવિવાર, 16 ઓગસ્ટના રોજ સવારના 11 વાગ્યા સુધીમાં આ ગીત 3.2 મિલિયન વાર જોવામાં આવ્યું છે. 75 હજારથી વધુ લોકોએ વીડિયો લાઈક કર્યો છે અને 2.75 હજાર લોકોએ વીડિયો ડિસ્લાઈક કર્યો છે.

‘સડક 2’નું ટ્રેલર વિશ્વમાં ત્રીજા નંબરે સૌથી વધુ નાપસંદ કરનાર વીડિયો
ગીત પહેલા ફિલ્મના ટ્રેલરે પણ ચાહકોનો આક્રોશ સહન કરવો પડ્યો હતો. અત્યાર સુધી આ ટ્રેલરને 10 મિલિયનથી વધુ ડિસ્લાઈક મળી છે. વિશ્વભરમાં નાપસંદ કરનાર વીડિયોમાં આ ટ્રેલર ત્રીજા નંબર પર છે.

પૂજા ભટ્ટે રિએક્શન આપ્યું હતું
ટ્રેલરને સતત નાપસંદ કરવામાં આવતા પૂજા ભટ્ટે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું, નફરત કરો, દલીલો કરો, ખોટું બોલો, બોય-કૂટ (બોયકૉટ), મિત્ર ના રાખો, ટ્રેન્ડ કરો, સૌથી ઉપર. કેમ નહીં. હોટ બોટ માટે તમને જે યોગ્ય લાગે એ કરો.

મહેશ ભટ્ટના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 28 ઓગસ્ટે ડિઝ્ની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સંજય દત્ત, ગુલશન ગ્રોવર, મકરંદ દેશપાંડે સહિતના કલાકારો છે. આ ફિલ્મ પર વિશ્વ હિંદુ પરિષદે પણ હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચડવાનો આક્ષેપ મૂક્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After the trailer of 'Sadak 2', now the song 'Tum Se Hi' is also on the target of Sushant's fans, got more dislikes than likes.


from Divya Bhaskar https://ift.tt/3arRHqJ
https://ift.tt/3kZnZhE

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...