Wednesday, August 12, 2020

સુભાષ ઘાઈએ કહ્યું, તે સમયે લોકોએ મહિમા ચૌધરીને મારી વિરુદ્ધ ભડકાવી હતી, આથી જ તે નારાજ હતી, આજે અમે સારા મિત્રો

ફિલ્મ ઈન્ડસ્ટ્રી આજકાલ ઈનસાઈડર તથા આઉટસાઈડરમાં વહેંચાઈ ગઈ છે. દર બીજા દિવસે આ મુદ્દે નવી-નવી વાતો સામે આવતી હોય છે. હાલમાં જ મહિમા ચૌધરી અંગેની વાત સામે આવી હતી. મહિમાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફિલ્મ ‘પરદેસ’ના શૂટિંગ દરમિયાન ડિરેક્ટર સુભાષ ઘાઈએ તેને બહુ જ બુલી કરી હતી. કામ અંગે તેની પર અનેક પાબંદીઓ મૂકવામાં આવી હતી.

મહિમાએ આક્ષેપ મૂક્યો હતો કે તે સમયે ઘાઈએ તેને તેમની પરમિશન વગર એક પણ એડ, શો કે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. દિવ્ય ભાસ્કરે આ અંગે સુભાષ ઘાઈની વાત જાણી હતી.

અમે આજે પણ સારા મિત્ર
સુભાષ ઘાઈએ પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું, આ તો રાત ગઈ, વાત ગઈ વાળી વાત છે. છતાં હું કહેવા માગીશ કે આજે હું અને મહિમા સારા મિત્રો છીએ. ‘પરદેસ’ બાદ પણ અમે એકબીજાને મળતા રહીએ છીએ અને કામની વાતો થાય છો. મહિમાએ મારી ફિલ્મ ‘કાંચી’માં કામ કર્યું હતું અને તે માટે એક રૂપિયો પણ લીધો નહોતો.

ત્રણ ફિલ્મનો કોન્ટ્રાક્ટ હતો
વધુમાં સુભાષ ઘાઈએ કહ્યું હતું, ‘જોકે, આજે તે જે વાતો કહી રહી છે તેનો સંદર્ભ મારી કંપની સાથે તેના કોન્ટ્રાક્ટ પર છે. ‘પરદેસ’ બાદ મહિમાએ મારી કંપની સાથે બીજી બે ફિલ્મ કરવાની હતી અને આવું અન્ય બેનરમાં પણ હોય છે કે જો તમે કોઈ ન્યૂ કમરને લૉન્ચ કરો તો તેની સાથે ત્રણ ફિલ્મની ડીલ હોય છે.’

કેટલાંક લોકોએ તેને ભડકાવી હતી
‘કોન્ટ્રાક્ટની શરતો પ્રમાણે તે અન્ય બેનર સાથે કામ કરી શકે નહીં. આવું જ કંઈક મારી તથા મહિમાની વચ્ચે નક્કી થયું હતું. જોકે, કેટલાંક પ્રોડ્યૂસર તથા ટ્રેડ એનાલિસ્ટે મહિમાને મારી વિરુદ્ધ ભડકાવી હતી અને અમારી વચ્ચે ગેરસમણ ઊભી કરી દીધી હતી. જોકે, આ વાત સાચી નહોતી.’

‘મહિમા તે સમયે નારાજ થઈ હતી તો મેં કોન્ટ્રાક્ટ પણ બદલી નાખ્યો હતો અને તેને કારણે તે બીજા બેનર સાથે કામ પણ કરી શકતી હતી. અમારી વચ્ચે આજે પણ મિત્રતા છે.’ ઉલ્લેખનીય છે કે સુભાષ ઘાઈએ મહિમા ચૌધરીને ફિલ્મ ‘પરદેસ’થી બોલિવૂડમાં લૉન્ચ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Subhash Ghai said, at that time people incited Mahima Chaudhary against me, that's why she was upset, today we are good friends.


from Divya Bhaskar https://ift.tt/3iy2YbC
https://ift.tt/2FhbjSP

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...