Wednesday, August 12, 2020

સંજય દત્તને થર્ડ સ્ટેજનું કેન્સર હોવાની જાણ થઈ તો તે એકદમ ભાંગી પડ્યો હતો

સંજય દત્ત થોડાં દિવસ પહેલાં શ્વાસ લેવામાં તકલીફ પડતાં લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે, બે દિવસ પછી સંજય દત્તને રજા આપી દેવામાં આવી હતી. હવે સંજય દત્તને થર્ડ સ્ટેજનું ફેફસાંનું કેન્સર હોવાની વાત સામે આવી છે. સંજય દત્તને પહેલી વાર પોતાને કેન્સર હોવાની જાણ થઈ ત્યારે તે એકદમ ભાંગી પડ્યો હતો.

પહેલું રિએક્શન શું હતું?
વેબ પોર્ટલ બોલિવૂડ હંગામાના અહેવાલ પ્રમાણે, સંજય દત્તના નિકટના મિત્રે ખુલાસો કર્યો હતો, બાબા એકદમ ભાંગી પડ્યો હતો. તેને બે નાના બાળકો છે. જોકે, હાલમાં તેઓ માન્યતા સાથે દુબઈમાં છે. જોકે, તેમના માટે પણ આ ભયાનક સમાચાર અગ્નિપરીક્ષા જેવા છે.

વધુમાં મિત્રે કહ્યું હતું, સંજય દત્તના કેન્સરની સારવાર શક્ય છે. જોકે, આ માટે તેણે ત્વરિત તથા સતત સારવારની જરૂર છે. માનવામાં આવે છે કે સંજય દત્ત અમેરિકામાં કેન્સરની સારવાર કરાવશે. જોકે, આ અંગે પરિવાર તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

કોઈના ફોન ના રિસીવ કર્યા
કેટલાંક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંજય દત્તને કેન્સર હોવાની જાણ થતાં જ ઈન્ડસ્ટ્રીમાંથી અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન તથા સલમાન ખાન સહિતના સેલેબ્સે ચિંતામાં આવીને એક્ટરને ફોન કર્યા હતા. જોકે, સંજય દત્તે કોઈના પણ ફોન રિસીવ કર્યાં નહોતા. હાલમાં તે સારવારને લઈ ચિંતામાં છે.

11 ઓગસ્ટે કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
મુંબઈમાં લીલાવતી હોસ્પિટલમાંથી રજા મળ્યાના એક દિવસ બાદ સંજય દત્તે થોડાં દિવસ માટે કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. 11 ઓગસ્ટે સંજય દત્તે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, હાય મિત્રો, હું મેડિકલ સારવાર માટે કામમાંથી બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે, અને હું મારા તમામ શુભેચ્છકોને વિનંતી કરું છું કે તેઓ જરાય ચિંતા ના કરે અને બિનજરૂરી ચિંતા કે અફવાઓ પર ધ્યાન ના આપે. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ સાથે, હું જલદીથી પાછો ફરીશ. '



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
When Sanjay Dutt was diagnosed with third stage cancer, he was devastated


from Divya Bhaskar https://ift.tt/3iy1Ncl
https://ift.tt/2XQyCJJ

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...