ફિલ્મ ડિરેક્ટર નિશિકાંત કામતની તબિયત હાલ ઘણી જ નાજુક છે. હાલમાં તેઓ હૈદારબાદની હોસ્પિટલમાં દાખલ છે. અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નિશિકાંતને લીવર સિરૉસિસની બીમારી છે અને તેમની હાલત ગંભીર છે. માનવામાં આવે છે કે તેઓ લાંબા સમયથી બીમાર છે અને તેમની તબિયત વધારે ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
વેબ પોર્ટલ સ્પોટબોયના અહેવાલ પ્રમાણે, નિશિકાંત કામત લીવર સિરૉસિસની બીમારીમાંથી ઠીક થઈ ગયા હતા પરંતુ તેમને બીજીવાર આ બીમારીનો ઊથલો માર્યો અને તેમની હાલત ગંભીર બની ગઈ. જોકે, તેમની તબિયતને લઈ આનાથી વધુ માહિતી જાણી શકાઈ નથી.
Get well soon my friend filmmaker #NishikantKamat.
— Ashoke Pandit (@ashokepandit) August 11, 2020
He is admitted to a hospital in Hyderabad and is supposed to be in a critical condition.
Pray for Nishi. He is a good person. a good film maker. #NishikantKamat 🙏🏽🙏🏽
— rahul dholakia (@rahuldholakia) August 12, 2020
નિશિકાંતે અજય દેવગન-તબ્બુ સ્ટારર ફિલ્મ ‘દૃશ્યમ’, ઈરફાન ખાનની ફિલ્મ ‘મદારી’, જ્હોન અબ્રાહમ સ્ટારર‘ફોર્સ’ તથા ‘રૉકી હેન્ડસમ’ જેવી ફિલ્મ પ્રોડ્યૂસ તથા ડિરેક્ટ કરી હતી. તેમણે એક્ટિંગમાં પણ નસીબ અજમાવ્યું છે. ‘રૉકી હેન્ડસમ’માં તેઓ નેગેટિવ રોલમાં જોવા મળ્યા હતા.
મરાઠી ફિલ્મમાં પણ કામ કર્યું છે
નિશિકાંતે મરાઠી ફિલ્મ ‘ડોંબિવલી ફાસ્ટ’થી મરાઠી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. 2008માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેમણે 2006માં મુંબઈમાં થયેલા બ્લાસ્ટ આધારિત ફિલ્મ ‘મુંબઈ મેરી જાન’ બનાવી હતી. તેમના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તેઓ ‘દરબદર’ નામની ફિલ્મ પર કામ કરી રહ્યા છે અને આ ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થશે તેમ માનવામાં આવે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33MXZQp
https://ift.tt/3kAC5pf
No comments:
Post a Comment
If you have any doubts please let me know!