Sunday, August 2, 2020

રાજકુમાર રાવની ગર્લફ્રેન્ડ પત્રલેખાએ કહ્યું, ‘રાજને નેરેશન આપવા માટે લોકો મને ફોન કરે છે, આથી હું કહી દઉં છું અમારું બ્રેકઅપ થઇ ગયું છે’

શનિવારે સાંજે અચાનક સમાચાર આવ્યા કે, રાજકુમાર રાવ અને તેની ગર્લફ્રેન્ડ પત્રલેખાનું બ્રેકઅપ થઇ ગયું છે. આ વિશે ભાસ્કરે પત્રલેખાનો સંપર્ક કર્યો તો કોઈ નવી જ સ્ટોરી સામે આવી અને પત્રલેખાએ વાઈરલ વાતો પણ ઘણી વસ્તુઓની ચોખવટ કરી.

પત્રલેખાએ કહ્યું કે, રાજકુમારને ઘણા બધા પ્રોડ્યુસર અને ફાઈનાન્સર તેમની ફિલ્મને લઇને અપ્રોચ કરે છે. આ માટે રાજે એક પેટર્ન બનાવી છે. જે લોકો રાજને ઓળખે છે તેઓ તે પેટર્નને ફોલો કરીને તેની એજન્સી કે મેનેજરનો સંપર્ક કરે છે.

‘હું કહી દઉં છું કે અમારું બ્રેકઅપ થઇ ગયું છે’
પત્રલેખાએ વધુમાં કહ્યું કે, જે લોકો તેની પેટર્ન જાણતા નથી તેઓ મારો સંપર્ક કરે છે, જેથી મારા દ્વારા રાજનું નેરેશન આપી શકે. મારી પાસે રાજને લઇને ફોન ચાલુ જ હોય છે. આવું મહિનામાં થતું જ રહે છે. આવા જ કોઈક કોલમાં મેં ગુસ્સામાં કહી દીધું હતું કે અમારું બ્રેકઅપ થઇ ગયું છે.

‘એકબીજાના કામમાં દખલ કરતા નથી’
પત્રલેખાએ વધુમાં જણાવ્યું કે, ‘હકીકતમાં આવું કઈ નથી. અમે બંને એકબીજાની કંપની એન્જોય કરી રહ્યા છીએ. અમે બંને એકબીજાને ઘણી સ્પેસ પણ આપીએ છીએ. પ્રોફેશનલ કામમાં ક્યારેય વચ્ચે આવતા નથી. તે મને મારી સ્ક્રિપ્ટ્સ વિશે પૂછતો નથી કે હું પણ તેના અપકમિંગ પ્રોજેક્ટ વિશે ટોકતી નથી.’

‘અમે એકબીજાને આઈ લવ યુ કહ્યું નથી’
‘અમે પ્રથમવાર ફિલ્મ લવ સેક્સ ઔર ધોખામાં મળ્યા હતા. પહેલાં અમે સારા મિત્ર બન્યાં અને પછી ખબર પડી અમે બંને એકબીજા માટે જ બન્યાં છીએ. અમારી લવ સ્ટોરી ફિલ્મી જેવી નથી. બંનેમાંથી કોઈએ ત્રણ મેજિકલ શબ્દો આઈ લવ યુ ક્યારેય બોલ્યા નથી. અમે બંને એકબીજાને અનહદ પ્રેમ કરીએ છીએ અને અમને ખબર છે કે આ વિશ્વાસ હંમેશાં રહેશે.’

‘અમારી વચ્ચે દોસ્તી વધારે છે’
લગ્નના પ્રશ્ન પર પત્રલેખાએ કહ્યું કે, ‘હાલ અમે બંને પોતપોતાની પ્રોફેશનલ લાઈફમાં વ્યસ્ત છીએ. આવનારા એક-બે વર્ષ સુધી લગ્નનો કોઈ વિચાર નથી. સમય આવશે ત્યારે તે બંધનમાં પણ જોડાઈશું. અમે સારા મિત્રો છીએ જેને લીધે આ રિલેશન સારું છે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Patralekhaa Says People Keep Calling Me To Give Rajkumar Rao A Narration, Then I Reply, 'Raj Has Broken Up With Me'


from Divya Bhaskar https://ift.tt/33d21Bg
https://ift.tt/2XfsJW0

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...