Tuesday, August 11, 2020

અમિતાભ-અનુપમથી લઈ શિલ્પા શેટ્ટી સહિતના સેલેબ્સે શુભેચ્છા પાઠવી, જાવેદ અખ્તરે ભૂલ કરતાં પહેલી ટ્વીટ ડિલીટ કરી

દેશમાં આજે એટલે કે 11 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જોકે, પંચાંગ ભેદને કારણે 12 ઓગસ્ટ (બુધવાર)ના રોજ પણ જન્માષ્ટમી મનાવવામાં આવશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક સેલેબ્સે દેશવાસીોને આ તહેવારની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, શિલ્પા શેટ્ટી, કંગના રનૌત સહિતના સ્ટાર્સે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી.

જાવેદ અખ્તરે જન્માષ્ટમી પર બેવાર ટ્વીટ કરી હતી. પહેલી ટ્વીટમાં તેમણે Happy Janmash લખી દીધું હતું. જન્માષ્ટમીનો સ્પેલિંગ અધૂરો રહેતા યુઝર્સ નારાજ થઈ ગયા હતા અને તેમને ટ્રોલ કરવા લાગ્યા હતા. પછી જાવેદ અખ્તરે ટ્વીટ ડિલીટ કરીને બીજીવાર ટ્વીટ કરી હતી.

બીજી ટ્વીટમાં જાવેદે કહ્યું હતું, તેમણે (શ્રીકૃષ્ણ) કહ્યું હતું, અર્જુન, જીવનમાંથી એ રીતે પસાર થા, જે રીતે પાણીમાં પાંદડું તરે છે. એક બાજું તે પાણીમાં હોય છે અને બીજી બાજું તે એકદમ સૂકાયેલું હોય છે. તમામ ભાઈઓ તથા બહેનોને જન્માષ્ટમીની શુભેચ્છા.

અમિતાભ બચ્ચને પણ શુભેચ્છા પાઠવી

અનુપમ ખેરે કહ્યું, શ્રીકૃષ્ણના આશીર્વાદ હંમેશાં રહે

શિલ્પા શેટ્ટીએ ગયા વર્ષની તસવીર શૅર કરી હતી

અંકિતા લોખંડેએ શ્રીકૃષ્ણને પ્રેમી, મિત્ર તથા દિવ્ય ગુરુ કહ્યાં

કંગના રનૌતે દ્વારિકાને પોતાની મનપસંદ જગ્યા કહી

અનુષ્કા શેટ્ટીએ કહ્યું, જય શ્રીકૃષ્ણા

સિદ્ધાર્થ મલ્હોત્રાએ નાનપણની તસવીરી શૅર કરી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Happy Janmashtami Celebs from Amitabh-Anupam to Shilpa Shetty send greetings, Javed Akhtar deletes first tweet by mistake


from Divya Bhaskar https://ift.tt/3adVebX
https://ift.tt/31GFzOl

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...